કેરીનો ફજેતો – નાના મોટા દરેકને ખુબ પસંદ આવશે આ વાનગી એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કેરી નો ફજેતો બનાવવાની રેસીપી જોઈશું. આ આપણે કેરી ની સીઝન માં કેરી ના રસ માંથી બનતો ફજેતો મળી જાય તો ખાવાની ખૂબ મજા પડી જાય.ઘર ના બાળકો થી લઈ ને વડીલો બધા પ્રેમ થી ખાશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • પાકી અને કાચી કેરી
  • ગોળ
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • સૂકું લાલ મરચું
  • જીરું
  • મીઠો લીમડો
  • હીંગ
  • તજ
  • લવિંગ
  • મરી
  • મીઠું
  • ઘી
  • આદુ મરચાની પેસ્ટ

રીત

1- કેરી નો ફજેતો બનાવવા માટે આપણ ને જોઈશે કેરી નો પલ્પ.તો અહીંયા આપણે એક કપ કેરી નો પલ્પ લઈશું અને એક કપ પાણી એડ કરીશું એટલે જેટલો કેરી નો પલ્પ હોય તેટલું પાણી એડ કરીશું.

2- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ સરસ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આ ખાટો અને ગળ્યો હોવો જોઈએ એ બહુ અગત્ય નુ છે તમે જ્યારે કેરી પસંદ કરો ત્યારે કાચી પાકી કેરી પસંદ કરવાની.

3- જ્યારે કેરી ઉપર થી પાકી જાય અને નીચે થી કાચી રહે છે તે આખી કેરી પાકતી નથી ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે ફજેતો બનાવવા માટે.હવે આ મિશ્રણ રેડી છે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ.

4- હવે આ મિશ્રણને એક પેન માં લઇ લઈશું આ કેરી નું મિશ્રણ બહુ જાડું અને બહુ પાતળું પણ ના હોય તેવું હોવું જોઈએ હવે ગેસ ચાલુ કરીશું અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

5- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું હવે આપણે તેમાં આદુ અને મરચા ની પેસ્ટ નાખીશું.જેથી આપણે લાલ મરચું ઓછું નાખ્યું હવે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે આને એક ઉભરો આવે ત્યાં સુધી તેને કુક કરી લઈશું.

6- આનું નામ ફજેતો કેમ આપ્યું છે તો તેનું કારણ છે કે આપણે અહીંયા કેરી નો પલ્પ લીધો છે કેરી ના ગોટલા ધોઈ ને જે પાણી હોય છે તેમાંથી બનતો આ ફજેતો હોય છે પહેલા ના લોકો આ વેસ્ટ ના કરે એટલે એ લોકો કેરી ના ગોટલા ધોઈ ને પાણી હોય તેમાંથી આ એક ડિશ બનાવે તેને કહેવાય ફજેતો.

7- હવે એક ઉભરો આવે ત્યાં સુધી તેને કુક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે હવે ગેસ ધીમો કરી દઈશું.હવે એક વઘાર કરી લઈશું તેના માટે એક વઘારીર્યુ લઈશું,તેમાં એક ચમચી ઘી એડ કરીશું ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું.

8- હવે તેમાં તજ ના ટુકડા નાખીશું ત્યારબાદ બે લવીંગ એડ કરીશું અને ને મરી ઉમેરી શું.ત્યારબાદ એક સૂકું લાલ મરચું એડ કરીશું ત્યારબાદ ચપટી હીંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન નાખીશું.

9- હવે આપણે વઘાર ફજેતા માં એડ કરીશું હવે આને હલાવી લઈશું હવે તેને પાચ મિનિટ સુધી તેને ઉકળવા દઈશું હવે પાચ મિનિટ થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.અને ફજેતો સરસ ઉકળી ગયો છે.

10- હવે ગેસ બંધ કરી લઈશું,મેંગો ફજેતો તૈયાર છે આને તમે રાઈસ, પરાઠા વગેરે સાથે ખાઈ શકો છો આ ઉનાળા માં જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *