બાજરીના ચમચમીયા – આપણા દાદી નાની ની એક વીસરાયેલી વાનગી

આજે આપણે જોઈશું બાજરી ના ચમચમીયા.આ આપણા દાદી નાની ની એક વીસરાયેલી વાનગી.આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.અને ફટાફટ બની જાય છે.અને ખૂબ જ પોચા બને છે આ ચમચમીયા અને તમે વિડિયો માં જોઈ શકો છો કે ખૂબ જ પોચા બને છે.તમે ગ્રીન ચટણી સાથે અથવા કેચપ સાથે ખાય શકો છો. અને ખૂબ જ હેલ્ધી પણ છે.આ ઘર માં દરેક ને પસંદ આવશે.અને આ વિડિયો ને તમે અંત સુધી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • બાજરી નો લોટ
  • મીઠું
  • પાલક
  • લીલી મેથી
  • લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
  • આદુ
  • ઈનો ફ્રૂટ સોલ્ટ
  • હીંગ
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • કોથમીર
  • દહી

રીત

1- સૌથી પહેલા એક કપ બાજરી નો લોટ લઈશું.હવે તેમાં પા કપ દહી એડ કરીશું.જો દહી ખાટું હશે. તો વધારે સારું લાગશે.હવે તેને થોડું મિક્સ કરી લઈશું. હવે તેમાં પાણી ઉમેરી શું.હવે તેમાં થોડું થોડું કરી ને પાણી એડ કરીશું. આપણે આ ખીરા ને બહુ પાતળું નથી કરવાનું.

2- હવે આપણે મિક્સ કરતા જઈશું અને પાણી એડ કરતા જઈશું.હવે તેમાં એક કપ ઝીણી સમારેલી પાલક અને મેથી ઉમેરી શું.તમે તમારા મુજબ એડ કરી શકો છો.હવે બે ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખીશું.હવે એક ચમચી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી શું.

3- હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું.હજુ આપણે ખીરા માં પાણી નઈ એડ કરીએ હજુ તેને એમ નમ મિક્સ કરી લઈશું.આ બાજરી ના ચમચમીયા ચમચી ની મદદ થી પાથરવા માં આવે છે.એટલે જ તેને ચમચમીયા કહેવાય છે.

4- હવે તેમાં એક ચમચી મીઠું નાખીશું. ત્યારબાદ અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું.હવે એક ચમચી એડ કરીશું તેમાં ધાણાજીરું પાવડર.હવે ફરી મિક્સ કરી લઈશું.મીઠું એડ કરવાથી ભાજી પાણી છોડશે.અને આ ખીરું થોડું પાતળું થશે.હવે તેમાં હીંગ ઉમેરી શું. હવે થોડું પાણી એડ કરી ને થોડું ખીરું પાતળું કરીશું.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે ખીરું ઘણું જાડું રાખ્યું છે. બહુ પાતળું નથી કર્યું.હવે તેમાં અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. હવે તેને ઍક્ટિવેટ કરવા માટે એક કે બે ચમચી પાણી એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઈનો માં સરસ ફીણ આવી ગયું છે.

6- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે નોનસ્ટિક તવો લઈશું. તેમાં તેલ લગાવી લઈશું.હવે તવા પર જ થોડા તલ છાંટી લઈશું.હવે તેની પર આપણે ચમચા ની મદદ થી ખીરું પાથરી લઈશું. હવે એકસાથે ચાર ચમચમીયા પાથરી લઈશું.આ તમે નાસ્તા માં બનાવશો તો ખૂબ હેલ્ધી નાસ્તો બને છે.હવે તેની ઉપર પણ આપણે થોડા તલ ભભરાવી લઈશું.

7- હવે ઉપર થોડો આચાર મસાલો ભભરાવી લઈશું.આમ કરવાથી ચમચમીયા ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે પલટાવી લઈશું. આમાં વધુ તેલ નો ઉપયોગ નથી કરવામાં આવતો.હવે જરૂર લાગે તો થોડું તેલ મૂકી દેજો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બીજી બાજુ પણ સરસ શેકાય ગયા છે.

8- આને આપણે ધીમા ગેસ પર જ ચડવા દીધા છે.હવે આ પીરસવા માટે રેડી છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આની સાથે તમે ગ્રીન ચટણી કે કેચપ કે પછી લસણ ની ચટણી કે પછી દહી સાથે પણ ખાય શકો છો.તમે આ ચા સાથે ખાસો તો પણ સરસ લાગે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *