અલોવિરા પાક – શિયાળામાં અનેક પ્રકારના વસાણા ખાતા જ હશો તો હવે આ પણ ટ્રાય કરો…

મિત્રો શીયાળામાં બધા પાક અને લાડું તો ખાતા જ હસો.. શું તમે અલોવીરા પાક ખાધો છે ? અલોવીરા માં કેટલા બધા બેનીફીટ્સ છે એ તો બધાયને ખબર જ હશે.. સાથે ઓટસ નો પણ આપણે ઉપયોગ કરવાના છે. એ પણ ખૂબ જ હેલ્થી ઇનગ્રીડિયન્સ છે. તો ચાલો જલ્દીથી બનાવી દઈએઅલોવીરા પાક અને સાથે એના બેનીફિટ પણ જાણીશું…..

અલોવિરા પાક

સામગ્રી :-

  • ૪ – એલોવિરા
  • ૪૦ ગ્રામ – ગુંદર
  • ૨૫૦ ગ્રામ – દેસી ગોળ
  • ૨૫ ગ્રામ – ઓટસ
  • ૩૦૦ ગ્રામ ફુલ ફેટ દૂધ
  • ૧/૨ ટેબલ સ્પૂન – રવો
  • અર્ધી ચમચી – તજ પાવડર
  • ૨૦૦ ગ્રામ – માવો
  • ૧ ચમચી – મગજતરી ના બી
  • ૧૫૦ ગ્રામ – મિક્સ ડ્રાયફ્રુટ

રીત:-

સોંથી પહેલા અલોવીરા પાક બનાવવા માટે ડાર્ક એલોવિરા પસંદ કરવું.કેમકે તેમાં કડવાશ નથી હોતી.

એલોવિરાને છોલી અંદર નો સફેદ ગર્ગ કાઢી લેવો.પછી તેના નાના કટકા કરવા.પછી ઠંડા પાણીથી ધોઈ બાજુ પર મુકવું.


એક કઢઈ માં ઘી લયી ગુંદર ને તળી લેવું.પછી એજ કઢંઈ માં ઓટસ ને શેકી લેવું.


હવે એક કઢઈ માં ઘી લઈ એલોવિરા ના પીસ નાખી ૨થી ૩ મિનિટ થવા દેવું.પછી તેમાં દૂધ ઉમેરવું.સાથે રવો નાખી સિજવા દેવું. પછી તેમાં ગુંદર ને ક્રશ કરી નાખવું.અને ઓટસ ને પણ ક્રશ કરી નાખવું.


એકદમ સરસ લચકાપડતું થઈ જાય ત્યારે તેમાં સમારેલો ગોળ ઉમેરવો.અને સાથે માવો પણ ઉમેરી દેવું.તજ પાવડર, નાખવું. અને મગજતરી ના બી નાખવા.અને અર્ધા ડ્રાયફ્રુટ ની કતરણ અંદર મિક્સ કરવી.બીજી કતરણ ઉપરથી નાખવા રાખવી.હવે મિશ્રણ ને એકદમ સારીરીતે મિક્સ કરી હલાવી લેવું.

ગરમાગરમ એલોવીરા પાક ની મજા માણવી.

તો તૈયાર છે એકદમ હેલ્થી પૌષ્ટિક થી ભરપૂર


” એલોવીરા પાક ”

એલોવીરા ના ફાયદા :-

  • ૧- શરીર ની અંદર સ્નાયુ અને નાડીને શુદ્ધ કરેછે .
  • ૨- મોઢાના ચાંદા મટાડે છે.
  • ૩- ચહેરા ઉપર ના ખિલ દૂર કરે છે. અને સ્કીન ચમકેલી બનાવે છે.
  • ૪- માથા માં થતો ખોડો ગાયબ કરે છે .
  • ૫- હૃદય રોગ, હાય BP , ડાયાબિટીસ માં રાહત આપેછે.
  • ૬- હિમોગ્લોબીન વધારે છે.
  • ૭- દાજ્યાઉપર લગાવાથી તરતજ રાહત મળે છે.દાગ પણ દૂર થાય છે.
  • ૮- શરીર માં બ્લડ સેલ્સ નું પ્રમાણ વધારે છે.
  • ૯- ખરતા વાળ બંદ કરે છે.
  • ૧૦ – કમળો થયો હોય તો કુવારપાઠા ના સેવન થી ખુપ જલ્દી રાહત મળે છે.
  • ૧૧- પગની એડિ ફાટી હોય તો એમાં રાહત આપે છે.
  • ૧૨- યનર્જી ખુપ મળે છે
  • ૧૩- પાચન શક્તિ મજબૂત થાય છે.
  • “૧૪- દાંતો ને પણ સાફ કરે છે .
  • ૧૫- વીર્ય ને શુદ્ધ કરે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *