હેલ્ધી આમળા ફ્રેશનર – આંબળા ખાવા બહુ પસંદ નથી તો પછી આ ફ્રેશનર બનાવો અને પીવો રહેશો તાજા માજા…

આમળામાંથી બનતું આ ફ્રેશનર પીવાથી ખરેખર ફ્રેશ થઇ જવાય છે. આમળા ને ઇંડિયન ગુસબેરી પણ કહેવામાં આવે છે. તે પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ, શરીરની હેલ્થ ઉપરાંત કેટલાક સામાન્ય અને વ્યાપક રોગોને રોકવા માટેઅનેતેનું સંચાલન કરવા માટે પણ અનિવાર્ય છે.

આમાળા વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે, તે રોગ પ્રતિકારક શક્તિ અને ચયાપચય વધારવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસ ઉપરાંત વાયરલ અને બેક્ટેરિયલ બિમારીઓથી બચાવે છે.

આમળામાં રહેલા પોલિફેનોલ કેન્સરના કોષોના વિકાસ સામે લડે છે.

આયુર્વેદ મુજાબ આમલાનો રસ શરીરની બધીજ પ્રક્રીયાઓને સંતુલિતકરી છે. વાત, કફ અને પિત્ત- શરીર માં રહેલા આ ત્રણેય દોષોને બેલેંસ કરે છે. કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટિસ મટાડવા માટે ખૂબજ અસરકારક છે.

આમળામાં રહેલું વિટામિન સી –એ નેચરલ એંટિઓક્સિડન્ટ છે, તે મુક્ત રેડિક્લ્સથી થતા નુક્શાનથી રક્ષણ કરે છે. વૃધ્ધત્વ ની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે. ત્વચ, વાળને સ્વસ્થ રાખે છે. રોગ પ્રતિકારક શક્તિને ટેકો આપે છે.

આમળા માંથી અથાણા, જામ, મુરબ્બો, ચટણી, સ્પ્રેડ, ચ્યવન પ્રાસ વગેરે બનાવવામાં આવે છે.

પરન્તુ આમળાને દૈનિક આહારમાં લેવા માટેની સૌથી ઉતમ અને અસરકારક રીત આમળાનો રસ છે તેને પાણી સાથે મિક્સ કરી ખાલી પેટ પર પીવાથી તે તમારે સિસ્ટમને સાફ કરે છે. પાચન વધારે છે, ત્વચાને કોમળ, વાળને તંદુરસ્ત અને દ્રષ્ટિને તેજ બનાવે છે. આમ આમળાનો રસ-જ્યુસ શરીરને તરોતાજા રાખે છે.

તો આમળાના રસ – જ્યુસ માંથી બનતા હેલ્ધી ફ્રેશનરની રેસિપિ હું અહિં આપી રહી છું. શરીરને માટે કડકડતી ઠંડીમાં વધારે શક્તિ આપે તે માટે આદું અને લીંબુ નું કોમ્બિનેશન કરી થોડા જરુરી મસાલા ઉમેરીને હેલ્ધી આમળા ફ્રેશનર બનાવ્યું છે. જે દરરોજ પીવાથી બધાને તેમાંથી સારા એવા પોષક તત્વો મળશે અને ઠંડી સામે રક્ષણ મળશે.

હેલ્ધી આમળા ફ્રેશનર બનાવવા માટેની સામગ્રી :

  • 60 એમ. એલ આમળાનો જયુસ
  • 25 એમ. એલ. આદુનો જ્યુસ
  • 45 એમ. એલ. લીંબુ નો જ્યુસ
  • 10-12 આદુના સ્લિવર્સ – ખમણેલા આદુ.
  • 2 ટેબલ સ્પુન સુગર પાવડર ( તમારા સ્વાદ મુજબ )
  • પિંચ બ્લેક સોલ્ટ – સંચર પાવડર
  • પિંચ કાળા મરીનો પાવડર
  • પિંચ શેકેલા જીરુંનો પાવડર
  • 150 એમ.એલ. સાદુ પાણી

ઠંડી માં પીવા માટે આઇસ કે ઠંડા પાણીનો ઉપયોગ કરવો નહિ.

હેલ્ધી આમળા ફ્રેશનર બનાવવાની રીત :

સૌ પ્રથમ કાચના જારમાં 60 એમ. એલ આમળાનો જયુસ, 25 એમ.એલ. આદુનો જ્યુસ, 45 એમ. એલ. લીંબુનો જ્યુસ ઉમેરી મિક્સ કરી લ્યો.

હવે તેમાં 10-12 આદુના સ્લિવર્સ – ખમણેલા આદુ અને 2 ટેબલ સ્પુન સુગર પાવડર(તમારા સ્વાદ મુજબ) ઉમેરી ફરીથી મિક્સ કરી દ્યો.

ત્યારબાદ તેમાં પિંચ બ્લેક સોલ્ટ – સંચર પાવડર, પિંચ કાળા મરીનો પાવડર, પિંચ શેકેલા જીરુંનો પાવડર ઉમેરી મિક્સ કરો.

બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં 150 એમ. એલ. સાદું પાણી ઉમેરી સરસ મિક્સ કરી લ્યો.

હવે હેલ્ધી આમળા ફ્રેશનરને બીજા જારમાં ગાળી લ્યો.

હેલ્ધી આમળા ફ્રેશનર ગ્લાસ માં સર્વ કરી તેના પર શેકેલા જીરુંનો પાવડર અને મરી પાવડર સ્પ્રીંકલ કરો.

તો તૈયાર છે પીવા માટે હેલ્ધી આમળા ફ્રેશનર…….

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *