આલુ મટર – લીલા વટાણા અને બટેકા નું શાક

આલુ મટર – લીલા વટાણા અને બટેકા નું શાક

 • ૩ ચમચી તેલ
 • અડધી ચમચી રાય
 • અડધી ચમચી જીરું
 • ૧ સૂકું લાલ મરચું
 • ૧ તમાલ પત્ર
 • ૧ બાદીયુ
 • ૨ ડુંગળી જીણી સમારેલી
 • ૪ બટેકા છાલ ઉતારી અને મોટા ટુકડા કરેલા
 • ૨ ચમચી બેસન
 • ૧ ચમચી ધાણાજીરું
 • ૧ ચમચી આમચૂર પાઉડર
 • ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
 • ૪ ટામેટા ની પ્યૂરી
 • ૧.૫ કપ લીલા વટાણા ફ્રેશ કે સ્ટોર કરેલા
 • મીઠું સ્વાદ મુજબ
 • ૧ ચમચી કસૂરી મેથી
 • જીણી સમારેલી કોથમીર
 • ૨ ગ્લાસ પાણી

સૌ થી પેલા કુકર માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે રાય , જીરું નાખી દો , તમાલપત્ર , સૂકું લાલ મરચું , બાદીયુ નાખી દો , હવે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દો , ડુંગળી ને આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લો , ડુંગળી નો કલર બદલાઈ જાય એટલે આદુ – લસણ – અને લીલા મરચા ની પેસ્ટ નાખી દો અને મિક્સ કરી લો .

પછી તેમાં કાપેલા બટેકા નાખી દો , ૨ ચમચી બેસન નાખી દો , ૧ ચમચી ધાણાજીરું , અડધી ચમચી હળદર , ૧.૫ ચમચી કાશ્મીરી લાલ મરચું , તીખું જે પ્રમાણે ખાતા હો તે રીતે વધારે કે ઓછું કરી શકાય.

૧ ચમચી આમચૂર પાઉડર નાખી દો. મિક્સ કરી અને ધીમા ગેસ પર સાંતળી લો , આ રીતે કરવા થી બટેકા અને મસાલા સરસ મિક્સ થઇ જશે.

હવે તેમાં ૪ પાકા ટામેટા ની પ્યૂરી નાખી દો , મિક્સ કરી ઢાંકી અને તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા ગેસ પર કુક થવા દો.

તેલ છૂટું પડવા લાગે એટલે , ૧.૫ કપ વટાણા નાખી દો , તમે ફ્રેશ કે ફ્રોઝન લઇ શકો, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો , ૧ ગ્લાસ પાણી નાખી દો , તમારે વધારે રસો જોઈએ તો પાણી વધુ નાખવું , હવે ૨ વિસલ સુધી રહેવા દો, પછી કુકર ઠંડુ થઇ જાય એટલે ખોલી લો , તેમાં ૧ ચમચી કસૂરી મેથી નાખી દો , જીણી સમારેલી કોથમીર નાખી દો. મિક્સ કરી લો .

ખુબ જ ટેસ્ટી બનશે આ લીલા વટાણા અને બટેકા નું શાક તો જરૂર થી બનાવો.રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *