બીલવાનો ice cream – બાળકોને આ નવીન આઈસ્ક્રીમ જરૂર બનાવી આપજો ખુબ પસંદ આવશે..

કેમ છો મિત્રો …

ખુપ ગરમી ચાલુ થઈ ગયી છે… icecream ખાવાનું મન થતું હશે …તો ચાલો તમારા માટે એકદમ યુનિક icecream ની રેસીપી લઈને આવી છુ..સાથે એના બેનિફિટ પણ ઘણા બધા છે … તમે બીલવા નું ફળ જાનતા જ હસો.. આ એક બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું ફળ છે…

બીલીપત્ર તો બધાયને ખબર જ છે શંકર ભગવાન ને ચઢાવતા હોઈ એ છે.. બીલવા નું પણ નવચંડી કે પૂજા માં આપણે વાપરતા હોઈ એ છે. એનોજ આજે આપણે icecream બનાવીશું… બીલવા ના ફળ તમને ફુલ વારા પાસે મળતા હોય છે…..

તો જાણી લઈએ icecram અને તેના ફાયદા …..

બીલવા ના ફાયદા :-

  • ૧- બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું તેનું ફળ બીલું ” high બ્લડ પ્રેશર “માટે ઉપયોગી છે.
  • ૨- ડાયાબિટીઝ માટે પણ બીલું ફાયદાકારક છે.
  • ૩- મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.
  • ૪- અસ્થમા ,બ્રેસ્ટ કૅન્સર, આ બધા દર્દોમાં માં બીલું ખૂપ ફાયદાકારક છે.
  • ૫- બીલવા થી શરીર માં ઠંડક મળે છે ….

બીલવાનો icecream

  • ૧ – બીલવા નું ફળ
  • ૧ કપ – અમુલ ફ્રેશ ક્રિમ
  • ૨ કપ – મિલ્ક મેડ
  • ૧ ચપટી – ખાવાનો પીળો કલર
  • ૧ કપ -ખાંડ

રીત :-

સૌથી પહેલા બીલવા નું ફળ લો.

બીલવા ને તોડી નાખવું.

હવે અંદર નો પલ્પ કાઢી લો.

આ પલ્પ ૧૦ મિનિટ માટે પાણી માં પલાળી રાખો.

હવે હાતેથી સ્મેશ કરી લો.

આ પલ્પને ચારની થી ચાળી લેવું.

હવે આ પલ્પ તૈયાર થઈ ગયો છે.

હવે તેમાંથી થોડો પલ્પ સોસ માટે અલગ રાખવો.

આઇસક્રીમ માટે ફ્રેશ ક્રીમ, કન્ડેસલટ મિલ્ક, અને બીલવા નો પલ્પ લો.

હવે ફ્રેશ ક્રીમ એક બાઉલ માં લો. એક કઢાઈ માં બર્ફ લો તેમાં ક્રીમવારો બાઉલ રાખી ક્રીમ ૨ મિનિટ વિપ કરવું.

હવે તેમાં મિલ્કમેડ નાખી ૨ મિનિટ વિપ કરવું.

હવે તેમાં બીલવા નો પલ્પ નાખી ૩ મિનિટ વિપ કરવું.

હવે તેમાં ૧ ટીપું ખાવાનો પીળો કલર નાખી મિક્સ કરવું.

આ મિક્ચર એક એરટાઈટ ડબામાં રાખી ફ્રીઝર માં ૬ કલાક માટે સેટ કરવા રાખવું.

હવે તેને બહાર કાઢી ૫ મિનિટ ફરીથી ફેટી લેવું.

ફ્રીઝર માં ૬-૭ કલાક સેટ કરવા રાખવું.

હવે આપણે બીલવા નું જામ બનાવી લઈએ.

એક પ્યાન માં ૧ શિપ બીલવા નો પલ્પ અને ૧/૨ કપ ખાંડ મિક્સ કરી ગૅસ ઉપર મુકો અને તેને સતત હલાવતા રહેવુ.

જ્યારે ઘાટું થાય ત્યારે એક ડ્રોપ પ્લેટ માં લો..પ્લેટ ને આડી કરો અને જામ લહેરસે નહીં તો જામ રેડી થઈ ગયો છે.

હવે એક બાઉલ માં લઈ લો.

જામ તૈયાર છે…

હવે આ yummy બીલવા નો icecream રેડી છે ઉપરથી સોસ નાખી સર્વ કરો …..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *