અમેરિકન ચોપ્સી – American Chop Suey (VEG) / એકદમ સરળ રીતે ઘરે જ બનાવો અમેરીકન ચોપ્સી / Recipe

આજે આપણે એકદમ સરળ રીતે ઘરે જ બનાવીશું અમેરિકન ચોપ્સી. આ એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને એકવાર તમે જરૂર થી ટ્રાય કરજો તો આ વીડિયો ને અંત સુધી જોજો તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • મીઠું
  • તેલ
  • નુડલ્સ
  • લસણ ની કડી
  • આદુ
  • ડુંગળી
  • ગાજર
  • કેપ્સિકમ
  • મરી પાવડર
  • ચીલીસોસ
  • સોયાસોસ
  • કોર્ન ફ્લોર
  • ટમેટો કેચપ

રીત

1- હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મુકવાનુ છે ઉકળવા આવે એટલે તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખી દઈશું હવે એકવાર હલાવી લઈશું ત્યારબાદ આપણે તેમાં નુડલ્સ એડ કરી લઈશું. અહીંયા આપણે જેટલા તમારે નુડલ્સ એડ કરવા હોય એટલા કરી શકો છો આપણે અહીંયા ૨૦૦ ગ્રામ લીધા છે.

2- નુડલ્સ ગરમ થાય ત્યાંસુધી બીજા પેન માં બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં પંદર થી વીસ લસણ ની કડી એડ કરીશું ત્યારબાદ એક ચમચી ખમણેલું આદુ એડ કરીશું હવે ડુંગળી સમારેલી એડ કરીશું ત્યારબાદ એક ગાજર સમારેલું એડ કરીશું.

3- હવે એક કેપ્સિકમ પણ સમારી ને એડ કરીશું જો તમારી પાસે કોબીજ હોય તો તેપણ તમે નાખી શકો છો હવે આ વેજીટેબલ ને બે મિનિટ માટે કુક કરી લઈશું બહુ વધારે કુક નથી કરવાના હવે તેમાં થોડું મીઠું એડ કરીશું ત્યારબાદ અડધી મરી પાવડર એડ કરીશું,ત્યારબાદ એક ચમચી ચીલી સોસ નાખીશું.

4- હવે એક ચમચી સોયાસોસ નાખી ને મિક્સ કરી લઈશું હવે બે મિનિટ સુધી ફરી વેજીટેબલ ને સાંતળી લઈશું હવે આપણા વેજીટેબલ રેડી છે તેને સાઈડ માં મૂકી દઈશું હવે નુડલ્સ પણ કુક થઈ ગયા છે તો તેને કાણા વારા વાડકા માં કાઢી લઈશું અને ઉપર થી થોડું પાણી એડ કરીશું જેથી તેની કુકીંગ પ્રોસેસ બંધ થઈ જાય.

5- હવે તેને સાઈડ પર ઠંડા થવા માટે મૂકી દો હવે આપણે એક સોસ બનાવી લઈએ હવે બે ચમચી કોર્ન ફ્લોર લઈશું તેમાં પાણી નાખી મિક્સ કરી લઈશું હવે એક પેન માં ૧/૪ કપ પાણી લઈ લઈશું અને તેમાં ત્રણ ચમચી સોયાસોસ નાખીશું ત્યારબાદ અડધો કપ ટામેટા કેચપ નાખીશું.

6- હવે એક થી બે ચમચી ચીલી સોસ નાખીશું આ ત્રણેય સોસ નાખી બધું મિક્સ કરી લઈશું હવે તેમાં ત્રણ કપ સાદું પાણી એડ કરીશું હવે જે કોર્ન ફ્લોર નું મિશ્રણ બનાવી ને રાખ્યું હતું તે બનાવી ને એડ કરીશું બધી વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈ તેને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું.

7- હવે એક થી બે મિનિટ બોઇલ આવે એટલે ગેસ બંધ કરી દઈશું હવે જે નુલ્ડસ આપણા બૉઇલ થઈ ને રેડી છે હવે નુડલ્સ માં બે ચમચી કોર્ન ફ્લોર નાખી ને મિક્સ કરી લઈશું જો જરૂર લાગે તો ફરી એક ચમચી કોર્ન ફ્લોર એડ કરો.બધા નુડલ્સ કોર્ન ફ્લોર થી કોટ થઈ જવા જોઈએ.

8- હવે એક પેન કે કડાઈ માં થોડું તેલ લઇ લો,તેલ ગરમ થાય એટલે જે કોર્ન ફ્લોર થી નુડલ્સ કોટ કર્યા હતા તે એડ કરીશું તેલ એકદમ સારી રીતે ગરમ થયું હોવું જોઈએ ગેસ આપણે ફાસ્ટ રાખવાનો છે જો ગેસ ધીમો હશે તો નુડલ્સ વધારે તેલ પીશે, નુડલ્સ ક્રિસ્પી નઈ થાય.

9- નુડલ્સ ગોલ્ડન થાય અને ક્રિસ્પી થાય ત્યાંસુધી તેને ફ્રાય કરી લઈશું તો આ નુડલ્સ ને થોડા થોડા કરી ફ્રાય કરી લેવાના તો ચાલો હવે સર્વ કરીએ હવે નુડલ્સ મુકીશું જે આપણે ફ્રાય કર્યા છે તે ઉપર વેજીટેબલ મુકીશું ત્યારબાદ જે સોસ બનાવ્યો હતો તે મુકીશું.

10- તમે નુડલ્સ,સોસ બધું બનાવી ને તમે રાખી શકો છો પછી તમારે જ્યારે સર્વ કરવું હોય તો ત્યારે સોસ ને ગરમ કરી અને ગરમ ગરમ તમે સૌ કરી શકો છો.કોઈ ગેસ્ટ આવવાના હોય અને કોઈ નાની મોટી પાર્ટી હોય ત્યારે આ અમેરિકન ચોપ્સી બનાવી શકો છો.ઘર માં જ રહેલી વસ્તુ થી તમે આ રેસિપી બનાવી શકો છો તો તમે એકવખત આ અમેરિકન ચોપ્સી જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *