આજે આપણે ઈડલી અને મેંદુ વડા,ઢોસા માટે હોટેલ જેવો ટેસ્ટી સંભાર

આજે આપણે ઈડલી અને મેંદુ વડા,ઢોસા માટે હોટેલ જેવો ટેસ્ટી સંભાર બનાવીશું.હવે હોટેલ સ્ટાઇલ તમે ઘરે પણ આ રેસિપી જોઈ ને બનાવી શકો છો,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • અડદ ની દાળ
  • તુવેર દાળ
  • તેલ
  • ડુંગળી
  • ગાજર
  • બાફેલા બટેટા
  • ટામેટા
  • સરગવો
  • રીંગણ
  • હળદર
  • મીઠું
  • સંભાર મસાલો
  • હિંગ
  • રાઈ
  • જીરું
  • સૂકું લાલ મરચું
  • મેથી ના દાણા
  • મીઠા લીમડાના પાન
  • આંબલી નો પલ્પ
  • લાલ મરચું પાવડર
  • મધ

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ તુવેર દાળ લઈશું તેને ધોઈ ને બે ઘણા પાણીમાં બાફી લીધી છે હવે તેને ચમચા થી પ્રેસ કરતા જઈશું જેથી તે એક રસ થઈ જાય જે તમે વીડિયોમાં જોઈ શકો છો આ રીતે મેસ કરતા જવાનું છે હવે આ દાળ થઈ ગઈ છે હવે તેને સાઈડ માં મૂકી દઈશું.

2- હવે એક કડાઈ લઈ લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ લઈશું હવે તેલ ને ગરમ કરીશું,હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક મોટી ડુંગળી ઝીણી સમારી લેવાની છે તે એડ કરીશું,હવે તેને હલાવી લઈશું ડુંગળી ગુલાબી થાય ત્યાંસુધી તેને ફ્રાય કરી લઈશું.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડુંગળી ગુલાબી થઈ ગઈ છે હવે અડધું ગાજર સમારી ને એડ કરીશું,આમાં ભીંડી,આલુ,ગાજર,ટામેટા અને આમાં તમે ગુવાર પણ નાખી શકો છો.અહીંયા આપણી પાસે જે વેજીટેબલ હતા તે એડ કર્યા છે.

4- હવે આપણે એક બાફેલું બટેકુ એડ કરીશું,જેને આપણે પહેલા થી બાફી લીધા છે અને તેના પીસ કરી લીધા છે, હવે બધું મિક્સ કરી લઈશું,હવે એક મોટું ટામેટું ઝીણું સમારી ને એડ કરીશું, તેને પણ એડ કરીશું,હવે તેને મિક્સ કરી લઈશું.

5- હવે આપણે સરગવો લઈશું તેની લીલી છાલ કાઢી લીધી છે અને તેને ધોઈ ને એડ કરીશું આપણે અહીંયા એક સરગવો લીધો છે હવે બધું મિક્સ કરી લઈશું.હવે રીંગણ ને પણ એડ કરીશું,હવે તેમાં ત્રણ કપ પાણી એડ કરીશું,આમાં આપણે ૧/૪ ટી સ્પૂન હળદર એડ કરીશું.

6- હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું,હવે એકવાર હલાવી લઈશું હવે વેજીટેબલ ને કુક થવા દઈશું,સોફ્ટ થાય ત્યાંસુધી તેને કુક કરીશું.હવે આમાં બે ટેબલ સ્પૂન સંભાર મસાલો નાખીશું,હવે હલાવી લઈશું હવે જે કુક કરેલી દાળ ને એડ કરીશું.

7- હવે આને ત્રણ મિનિટ જેવું ઉકળવા દઈશું,તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી ચોંટે નહી,આપણે પ્રોટીન માં દાળ લીધી છે આપણે ખાઈએ છીએ ઈડલી ઢોંસા અથવા રાઈસ જોડે,જ્યારે તમે સંભાર અને રાઈસ ખાવ છો અથવા સંભાર અને ઈડલી,સંભાર અને ઢોસા ખાવ છો એ તમે લો છો.

8- આમાં વિટામિન્સ,પ્રોટીન બધું જ આવી ગયું,અને બીજી કે બધા ને ભાવતું હોય અને આમાં બધા વેજીટેબલ નાખશો તો બધા જ ખાશે, હવે તેનો વઘાર કરી લઈએ તોઅને પાછું ફરી તેને ઉકળવા દઈશું,હવે તેને સરસ ઉકળવા દઈશું.

9- હવે એક પેન માં એક ટેબલ સ્પૂન તેલ લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે એક ચમચી રાઈ નાખીશું હવે એક ચમચી જીરૂ નાખીશું,હવે એક સૂકું લાલ મરચું નાખીશું હવે એક નાની ચમચી મેથી ના દાણા નાખીશું,હવે એક નાની ચમચી અડદ ની દાળ નાખીશું તે પણ એડ કરીશું હવે તેને સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું.

10- હવે તેમાં એક ચપટી હીંગ નાખીશું હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું હવે તેને સંભાર માં એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું,હવે તેને પાચ થી દસ મિનિટ ઉકળવા દઈશું,હવે તેમાં આંબલી નો પલ્પ નાખીશું તો થોડી વાર તેને ઉકળવા દઈશું,હવે સાત મિનિટ થઈ ગઈ છે સરસ ઉકળી ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

11- હવે તેમાં એક ચમચીઆંબલી નો પલ્પ નાખીશું,હવે આને પાછું દસ મિનિટ ઉકાળી શું.હજુ આમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું,પણ છેલ્લે અત્યારે નઈ.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું,હવે સંભાર સરસ ઉકળી ગયું છે હવે રેડી છે તો ગેસ બંધ કરી દઈશું,હવે ટેબલ સ્પૂન મધ એડ કરીશું,આ એટલા માટે નાખીએ છીએ કે સંભાર નો ટેસ્ટ બેલેન્સ કરશે.

12- તમે ખાંડ કે ગોળ નાખશો તો મજા નઈ આવે થોડું મધ નાખજો બહુ ટેસ્ટી લાગશે તો હવે આપણો સંભાર તૈયાર છે હવે તેને સર્વે કરીશું તો રેડી છે સાઉથ ઈન્ડિયન સંભાર,આને તમે એન્જોય કરો ઇડલી ઢોંસા અથવા રાઈસ જોડે તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *