મેંગો-કોકોનટ સાગો ખીર – મેંગો-કોકોનટની સાથે સાથે એલચીની ફ્લેવરવાળી આ ખીર બધાને ખુબજ પસંદ પડશે.

મેંગો-કોકોનટ સાગો ખીર :

સામાન્ય રીતે વ્રતના ફરાળ બનાવવા માટે સૌથી વધારે સાબુદાણા-સગો અને રાજગરાનો ઉપયોગ થતો હોય છે. રાજગરામાંથી ફરાળી પૂરી, થેપલા તેમજ સ્વીટમાં શીરો બનાવવામાં આવતો હોય છે. સાબુદાણામાંથી સુકીભાજી, સાબુદાણા વડા તેમજ સ્વીટમાં ખીર, દૂધપાક, સાગો કેશરી વગેરે બનાવવામાં આવતું હોય છે. સાબુદાણા-સાગોમાંથી બનતી વાનગીઓ હેલ્ધી હોય છે.

હાલ મેંગોની સીઝન ચાલતી હોય, સારા એવા પ્રમાણમાં મેંગો-કેરી આવે છે. તેથી અહીં હું આપસૌ માટે મેંગો-કોકોનટ સાગો ખીરની રેસીપી આપી રહી છું. મેંગો-કોકોનટની સાથે સાથે એલચીની ફ્લેવરવાળી આ ખીર બધાને ખુબજ પસંદ પડશે. નાના મોટા બધાને ગરમ કે ઠંડી આ ખીરથી ફરાળ કરવું ગમશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ફરાળ માટે ચોક્કસથી બનાવજો.

મેંગો-કોકોનટ સાગો ખીર બનાવાવા માટેની સામગ્રી :

  • ૩/૪ કપ સાગો – સાબુદાણા
  • ૧ મોટી કેરીના ટુકડા
  • ૧ કપ કેરીનો પલ્પ
  • ૧/૪ કપ ડ્રાય કોકોનટ
  • ૩/૪ કપ સુગર અથવા સ્વાદ પ્રમાણે
  • ૧ ટી સ્પુન એલચી પાવડર
  • ૨ કપ મિલ્ક ૧/૨ કપ મિલ્ક પાવડર +૧ કપ પાણી
  • ૧૨ -૧૫ કાજુના નાના ટુકડા કે ક્યુબ
  • ૧૨-૧૫ પિસ્તાના સ્લીવર્સ
  • ૧૦-૧૨ બદામના નાના ટુકડા

મેંગો-કોકોનટ સાગો ખીર બનાવાવાની રીત :

સૌ પ્રથમ ૩/૪ કપ સાબુદાણા –સાગો લઇ તેને પાણીથી ધોઈને, પાણી ઉમેરી ૧ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી નીતારી લ્યો.

એક્સ્ટ્રા લીધેલા ૧ કપ મિલ્કમાં૧/૨ કપ મિલ્ક પાવડર મિક્ષ કરી લ્યો.

હવે એક થિક બોટમવાળા પેનમાં ૨ કપ મિલ્ક લ્યો. મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો.

ત્યારબાદ ગરમ મુકેલુ મિલ્ક થોડું ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાવડરવાળું મિશ્રણ ઉમેરી દ્યો. મિક્ષ કરી સતત સ્પુન વડે હલાવતા રહો. જેથી બોટમ પર લાગી ન જાય.

હવે તેને ઉકાળો. થોડું ઘટ્ટ થાય અને ૧ ઉભરો આવે એટલે તેમાં પાણી નીતારેલા સાબુદાણા ઉમેરી દ્યો. મિક્ષ કરીને સતત હલાવતા રહો.

સાબુદાણા ટ્રાન્સપરન્ટ કલરના થાય એટલે તેમાં ૧/૪ કપ ખમણેલું ડ્રાય કોકોનટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ૩/૪ કપ સુગર અથવા તમારા ટેસ્ટ પ્રમાણે સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો સુગર મેલ્ટ થાય અને થોડું ઉકળવા લાગે એટલે તેમાં ૧ ટી સ્પુ એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે ખીર એકદમ ઉકળવા લાગે એટલે તેમાં કેરીનો પલ્પ ઉમેરી મિક્ષ કરી સતત હલાવતા રહો. (ઉકળતી ખીરમાં જ પલ્પ ઉમેરવાનો છે.) એકદમ એકરસ થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળો. તેમ કરવાથી દૂધ ફાટશે નહિ. હવે તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્ષ કરો.

ફ્લેઈમ બંધ કરી દ્યો. મેંગો-કોકોનટ ખીર રેડી છે. હવે તે ઠરે એટલે તેમાં મેંગોનાં થોડા ટુકડા ઉમેરી મિક્ષ કરો. આ ખીર ઠંડી કે ગરમ ફરાળમાં કે એમજ પણ ખાઈ શકાય છે.

સર્વીગ બાઉલમાં સર્વ કરી તેના પર થોડા ડ્રાય ફ્રુટ અને બાકીના કેરીના ક્યુબથી ગાર્નિશ કરી સર્વ કરો. ઉનાળાની ગરમીમાં ઠંડી કરેલી કુલ-કુલ, હેલ્ધી અને ટેસ્ટી મેંગો-કોકોનટ સાગો ખીર નાના મોટા બધાને ખુબજ ભાવશે. અગાઉ બનાવીને રેફ્રીઝરેટરમાં રાખી ઠંડી થયેલી ખીર ઘરે આવેલા ગેસ્ટને સર્વ કરી શકાય. તો તમે પણ મારી આ મેંગો-કોકોનટ સાગો ખીરની રેસ્રીપ ફોલો કરીને ચોક્કસથી મેન્ગોની આ જ સિઝનમાં ચોક્કસથી બનાવી બધાને ફરાળ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *