આમળાંનો હલવો – હલવો અને શીરો ખાવાના શોખીન મિત્રો માટે હેલ્થી અને યમ્મી ઓપશન…

શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.

આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે.

આપણે આમળાનો મુરબ્બો અથવા આમળાનો જામ, ઘરે બનાવતા હોય છે અને લાંબા સમયથી સંગ્રહિત કરવામાં આવેલો હોય કેમ કે જૂનો વધુ સારો હોય તેને તમે આહાર સાથે લઈ ખાઈ શકો છો. આમળાનું અથાણું પણ બપોરના અથવા સાંજના જમવામાં લઈ શકો છો. ચ્યવનપ્રાશ જેનો મુખ્ય ઘટક આમળા છે અને તે તમને દૂધ, પાણી અથવા એમ જ એકલું લઈ શકો છો.

આજે આપણે બનાવવા ના છે આમળાં નો હલવો… તો જાણી લો સામગ્રી …

  • ૨૫૦ ગ્રામ – બોઇલ આમળાં
  • ૪- ચમચા – રવો
  • ૧૦૦ ગ્રામ – મોળો માવો
  • ૨ ચમચા – દેશી ઘી
  • ૨૦૦ ગ્રામ – ગોળ
  • મિક્સ બધા ડ્રાયફ્રુટ

રીત:-

1 – સૌથી પેલા બોઇલર માં આમળા ને બોઇલ કરવા. પછી બોઇલ આમળા ને છીણી લેઉ.

2- હવે પેન માં ઘી ગરમ મુકવું.તેમાં છીણેલા આમળા નાખવા.

૩- રવો નાખી બેવ ને શેકી લેઉ. થોડું શેકાઈ જય પછી માવો નાખી શેકવું.

૪- હવે તેમાં ગોળ સમારી નાખી સરખું હલાવ્યા કરવું.

5- પછી તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ નાખવા.

૬- ગરમાગરમ આમળાનો હલવો સર્વે કરવો.

આમળાં ના ફાયદા ……..

“”શુ તમને આમળા ના સ્વાસ્થ્ય ના લાભો ખબર છે ?””

  • ૧- આમળા ની અંદર કેરોટીન,ફોસ્ફરસ, અને કેલ્શિમ , ભરપૂર પ્રમાણ ની અંદર હોય છે.
  • ૨- તેની અંદર જે મિનરલ્સ અને વીટામિન્સ હોય છે તે આપણને ઘણા બધા રોગો થી અટકાવે છે.
  • ૩- આમળા નું જ્યુસ પીવાથી વજન પણ ઓછું થાયછે.
  • ૪- આમળા આપડા બોડી ને ditaks કરે છે.
  • ૫- કબજિયાત ની તકલીફ દૂર કરે છે.
  • ૬- સ્કીન હમેંશા જવાન રાખેછે .

આવા બઉ બધા ફાયદા આપડને આમળાં માંથી મળેછે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *