ચાની ભૂક્કીથી કરો આ રીતે છોડ માટે ખાતર તૈયાર અને બનાવો તમારા ગાર્ડનને લીલુછમ…

મિત્રો, શું તમને ખ્યાલ છે કે, તમે ઘરેબેઠા જ મફતમા સારી ગુણવત્તાવાળુ ખાતર તૈયાર કરી શકો છો? કેવી રીતે, ચાલો જાણીએ. આપણા ગુજરાત રાજ્યમા ભાગ્યે જ કોઈ ઘર એવુ હશે કે, જ્યા ચા બનાવવામા આવતું હશે નહિ. અહી ઘરથી માંડીને બહાર હોટેલ અને રેસ્ટોરા સુધી તમને ગમે જેવી ચા ખૂણે-ખૂણે મળી રહે છે.

image source

ચા બનાવવા માટે આપણે ચા-પતીનો ઉપયોગ કરીએ છીએ અને ચા બની જાય એટલે આ ચા-પતીને આપણે મોટાભાગે કચરામા ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ચા-પતીનો ઉપયોગ કરીને તમે ખાતર પણ તૈયાર કરી શકો છો. જો તમને ના ખ્યાલ હોય તો આ આખો લેખ અવશ્યપણે વાંચજો અને જાણો કેવી રીતે આપણે ચા-પતીનો ઉપયોગ કરીને ખાતર તૈયાર કરી શકીએ છીએ.

image source

ગાંધીનગર કૃષિભવનના અધિકારીઓ એવુ જણાવે છે કે, આ ચા-પતી ફેંકી દેવાની જગ્યાએ તમે તેનુ ખાતર બનાવી તેને તમારા ઘરના બગીચા માટે ઉપયોગમા લઇ શકો છો. આ ખાતરમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા છોડના વિકાસ માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

હાલ, મોટાભાગના શહેરોમા ટેરેસ ગાર્ડનની ખેતી કરતા લોકો ચા-પતીનો ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય એવી લાગતી આ ચા-પત્તી તમારા ઘરની લીલોતરી અનેકગણી વધારી શકે છે. ચા-પતીમાંથી તૈયાર કરવામા આવેલા ખાતરમા ૪ ટકા જેટલુ નાઇટ્રોજન, મીનરલ, પોટેશિયમ, ફોસ્ફરસ અને અનેકવિધ પ્રકારના સુક્ષ્મ પોષકતત્ત્વો સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સિડેન્ટ જોવા મળી રહે છે.

image source

ચા-પતીમાંથી ખાતર તૈયાર કરવા માટે થોડા કાણાવાળા માટીના પાત્રમા ભીનો કચરો અને ચા-પતી બંને ઉમેરો અને તેને એવી રીતે રાખવુ કે, જેથી તેના પર સીધો સૂર્યપ્રકાશ ના પડે. થોડા સમય માટે તેને આ રીતે રાખવાથી તે પોતાની જાતે જ સડવાનુ શરૂ કરી દેશે. એક થી બે મહિના પછી તેમા સફેદ રંગના સ્તર પર ફૂગ બનશે.

image source

ત્યારબાદ તેમાંથી કંપોઝિટ થવાનુ શરૂ થશે અને ફક્ત અઢીથી ત્રણ માસ સુધીમા આ ખાતર તૈયાર થઈ જશે. તડકામા તેને સૂકવીને ત્યારબાદ તમે તેને ખેતર કે ઘરની છત પરના ગાર્ડનમા છોડની માટી સાથે તેને ભેળવી શકો છો. એક વાસણ ભરાઈ જાય એટલે ત્યારબાદ બીજા પાત્રમા આ જ રીતે પ્રક્રિયા અનુસરો.

image source

વપરાયેલી ચા પતીના પાંદડાઓનુ સેન્દ્રિય ખાતર તૈયાર કરવા માટે અમુક સંસ્થાઓ કામ કરી રહી છે. આ જૈવિક ખાતરથી ગુલાબ જેવા ફૂલ, ચમેલી, મેરીગોલ્ડ વગેરે પુષ્પો સુંદર અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. આ ચા પતીમા અનેકવિધ પ્રકારના પોષકતત્વો જોવા મળે છે, જે તમારા છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *