શેરડીના રસ માંથી ખીર – સ્વાદ મોઢામાં જ રહી જાય એવી શેરડીના રસ માંથી ખીર બનાવવાની પરફેક્ટ રીત

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શેરડીના રસ માંથી ખીર” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવી નાના બાળકોની મનપસંદ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રીમી મીઠી મધુર બનશે. એક વખત ઘરે જ બનાવીને બાળકોને આપશો તો બીજીવાર બાળકો સામેથી કેહશે. હજી આપો હજી આપો એટલી મસ્ત મજેદાર લાગશે. એકવાર ઘરે અચૂકથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

ઉનાળામાં તો ગલીએ ગલીએ શેરડીનો રસ વેચાતો મળતો હોય છે. તો આજે આપણે શેરડીના રસનો ઉપયોગ કરીને બનાવીશું એક નવીન ખીર, હા આમ તો આપણે ચોખાના ઉપયોગથી દૂધની ખીર બનાવતા હોઈએ છીએ પણ આજે અમે તમને શીખવાડીશું શેરડીના રસની ખીર. આ ખીર તમારા ઘરમાં બધાને પસંદ આવશે તો એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અહીંયા ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો.

સામગ્રી

  • ચોખા
  • ઘી
  • ડ્રાય ફ્રુટ
  • ઈલાયચી પાવડર
  • શેરડી નો રસ

રીત

1- સૌથી પહેલા બે ચમચી ઘી ગરમ કરીશું.હવે તેના ડ્રાય ફ્રુટ ને રોસ્ટ કરી લઈશું.હવે તેને હલાવિશું.હવે તેમાં પલાળેલા ચોખા નાખીશું.હવે તેને હલાવી લઈશું.ચોખા ને ઘી માં શેકી લઈશું.હવે તેમાં દૂધ ન બદલે શેરડી નો રસ નાખીશું.

2- હવે ચોખા હોય તેના થી ત્રણ ઘણું શેરડી નો રસ એડ કરીશું.હવે તેને શેરડી ના રસ માં કુક થવા દઈશું.

3- હવે ફરી થી શેરડી નો રસ એડ કરીશું.તમારે વધારે જરૂર હોય તો તમે શેરડી નો રસ એડ કરી શકો છો.

4- હવે ચોખા ચડી ગયા છે.તો ગેસ બંધ કરી દઈશું.હવે તેમાં ઈલાયચી નો પાવડર એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.તેને ડ્રાય નથી કરવાનું.

5- હવે આપણે સર્વે કરીશું.આપણી ખીર ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે.તો સૌ કરીશું.હવે તેને ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરીશું.અને તમે ગરમા ગરમ ખાય શકો છો.અને ઠંડું કરી ને પણ ખાય શકો છો.તો બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *