અંજીર પુરણપોળી – પુરણપોળીના ચાહકો માટે સ્પેશિયલ અંજીર પૂરણપોળી બનાવવાની સરળ રીત

આજે આપણે શિયાળુ સ્પેશિયલ અંજીર પુરણપોળી બનાવવાની સરળ રીત જોઈશું. મિત્રો જો તમે હજી  ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો જેથી મારી યમ્મી યમ્મી રેસિપીના વિડિઓ તમે તરત જ જોઈ શકો. સબ્સ્ક્રાઇબ ટેબ સુધી પહોંચવા અહીંયા ક્લિક કરો.

સામગ્રી

  • અંજીર
  • ખજૂર
  • દૂધ
  • ઘી
  • ઘઉં નો લોટ
  • કોપરાનું છીણ
  • જાયફળ પાવડર
  • ઈલાયચી પાવડર

રીત-

1-સૌથી પહેલા ૧૦થી ૧૫ નંગ ખજૂર અને ૧૦ થી ૧૫ નંગ અંજીર લઈશું.અને સાથે હુફાડું દૂધ લઈશું.આપણે ખજૂર ને સારી રીતે ધોઈ લેવાની છે.હવે એક બાઉલ માં આપણે અંજીર નાખીશું.અને તે જ બાઉલ માં ખજૂર લઈ લઈશું.અને તેને અડધો કલાક પલાળી રાખીશું.

2- આપણે અડધી વાડકી દૂધમાં પલાળી લેવાનું છે.હવે તેને અડધો કલાક પલળવા દઈશું.જેથી કરી ને ફૂલી જાય અને સોફ્ટ પણ થઈ જાય.અને પછી તેના કટકા કરી ને તેની પેસ્ટ બનાવી શું.

3- હવે આપણે લોટ બાંધી લઈશું.તેના માટે એક કપ ઘઉંનો લોટ લઈશું.તેમાં ઘી નું મોવણ લઈશું.એટલે તેમાં એક ચમચી ઘી એડ કરીશું.હવે તેને હાથ થી મસળી લઈશું.

4- હવે આપણે તેને પાણી થી લોટ બાંધી લઈશું.હવે લોટ બંધાઈ ગયો છે.હવે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું.હવે અંજીર અને ખજૂર સરસ પલળી ગયું છે.તો તેની હવે પેસ્ટ બનાવી દઈશું.હવે એક પેન એક ચમચી જેટલું ઘી લઈશું.ઘી ગરમ થઈ ગયું છે.હવે પેસ્ટ ને થોડી સાંતળી લઈશું.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સ્મૂથ થઈ ગઈ છે.આ અંજીર અને ખજૂર ની પુરાણ પોળી બનાવીએ છીએ.આ ડાયાબિટીસ વારા લોકો ને ખુબ સારી છે.આ સ્ટેજ પર તમે ખાંડ નાખી શકો છો.આમાં ઘણા લોકો ચણા નો લોટ પણ નાખતા હોય છે.

6- હવે તેમાં આપણે એક મોટી ચમચી કોપરા નું છીણ નાખીશું.તેના થી સ્વાદ ખૂબ સરસ આવશે.હવે તેને પણ થોડું શેકી લઈશું.હવે તેમાં જાયફળ અને ઈલાયચી નો પાવડર નાખીશું.હવે તેમાં જાયફળ પાવડર એક નાની ચમચી એડ કરીશું.હવે તેને એક પેન માં કાઢી લઈશું જેથી ઠંડુ પડે.

7- હવે લોટ પર ઘી લઈ મસળી લઈશું.આમ કરવાથી ક્રિસ્પી નેસ આવશે.હવે તેનું એક ગુલ્લુ લઈ ને વણી લઈશું.તેમાં થોડો ઘઉંનો લોટ ભભરાવી લઈશું.હવે તેને હલકા હાથે વણી લઈશું.હવે તેમાં પૂરણ મુકીશું.હવે તેને ફોલ્ડ કરી લઈશું.હવે તેને સિલ કરી લઈશું.

8- હવે તેને હલકા હાથે વણી લઈશું.હવે એક પેન માં શેકી લઈશું.હવે તેને ફેરવી લઈશું. બીજી બાજુ ઘી મૂકી ને શેકી લઈશું.હવે તેને હલકા હાથે પ્રેસ કરીશું.હવે સરસ શેકાય ગઈ છે.હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.અને તેની ઉપર ઘી લગાવી લઈશું. કારણકે પુરણપોળી ઘી વગર તો હોય જ નહીં.

9- આ પ્રમાણે બધી જ પુરણપોળી તૈયાર કરી લઈશું. તો તૈયાર છે ગરમાગરમ અંજીર પૂરણપોળી છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *