રોટલીના લોટમાંથી બનતો આ ચટપટો નાસ્તો એકવાર બનાવશો મહિના સુધી ખાઈ શકશો તો આજે જ બનાવીને કરો સ્ટોર…

આજે આપણે એકદમ સરળતાથી બની જાય તેવો રોટલી ના લોટ માંથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર નાસ્તો બનાવવાની રેસિપી જોઈસુ.આ નાસ્તો તમે પ્લાસ્ટીક ના એરટાઈટ કન્ટેનર માં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને સાંજ ની ચા સાથે કે બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો.

તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • લાલ મરચું પાવડર
  • સંચળ
  • મીઠું
  • ઘઉં નો લોટ
  • તેલ
  • ચાટ મસાલો

રીત

1- સૌથી પહેલા એક વાડકી માં 2 કપ ઘઉં નો ઝીણો લોટ લઈ લો. જે આપણે રોટલી માટે લઈએ છીયે.તેમાં એક ચમચી તેલ અને મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ જોઈએ તેટલું પાણી નાખી મિક્સ કરતા જવાનું છે અને રોટલી નો જેવો લોટ બાંધીએ તેવો લોટ બાંધવાનો છે.

2-લોટ સરસ મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું તેલ નાખી એક બે મિનીટ મસળી લેવાનુ છે.ત્યારબાદ તેને બાઉલ થી કવર કરી તેને 10 મિનિટ રેસ્ટ આપી દેવાનું છે.

3- ત્યારપછી તેના એકસરખા લુવા કરી દેવાના છે.બે લુવા ને લોટ માં બોરી ને એકસરખી સાઈઝ ની પુરી જેટલી રોટલી કરી દેવાની છે.બંને ની સાઈઝ સરખી રાખવાની છે.બંને રોટલી એક સરખી વણાઈ જાય એટલે એક રોટલી ઉપર તેલ લગાવી દેવાનું છે અને લોટ સ્પ્રિંકલ કરી લો.

4-બીજી રોટલી તેના ઉપર મૂકી દો.અને હળવા હાથે પ્રેસ કરી લો.હવે ધીમે ધીમે આ રોટલી ને વણી લેવાની છે.ચપટી ના આવે તે રીતે વણવાની છે.

5- હવે તવાને ગરમ કરવા મુકો.ગરમ થઇ જાય એટલે તેના ઉપર વણેલી રોટલી મૂકી દો.અને બંને બાજુ હલકી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાની છે.

6- રોટલી શેકાઈ જશે એટલે તેની રીતે છૂટી પડી જશે.આ રીતે બધી રોટલી ને આ રીતે શેકી લેવાની છે.હવે એક રોટલી લઇને પાતળી પટ્ટી માં કટ કરી લેવાની છે.તમે ચોરસ પણ તેને કટ કરી શકો છો.

7- આ રીતે આપણે બધી જ રોટલી ને પાતળી પટ્ટી માં કટ કરી લઈશું.હવે ધીમા ગેસ ઉપર ગરમ તેલ માં થોડી થોડી રોટલી ની પટ્ટી નાખતા જઇ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવાની છે.

8- આ રોટલી આપણે ઓલરેડી શેકેલી છે તેથી આપણને વધારે ટાઈમ નહિ લાગે ફ્રાય થતા.તો આ રીતે આપણે રોટલી ની બધી પટ્ટી ને ફ્રાય કરી લીધી છે.

9- હવે તેમાં થોડુ સંચર અને મીઠું અને થોડું લાલ મરચું પાવડર નાખી અને મિક્સ કરી લો.તેમાં ચાટ મસાલો પણ નાખી શકાય.હવે આ રોટલી ને ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બા માં ભરી તેને એક મહિના સુધી રાખી શકો છો.

તો આ રીતે આપણો ચટપટો નાસ્તો તૈયાર છે.આ નાસ્તો સરસ ક્રિસ્પી બન્યો છે.તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *