એપલ સ્ટ્રોબેરી કીવી કુલર – હેલ્થી અને ટેસ્ટી જે તમે જાતે જ ઘરે બનાવી શકશો…

સ્વીટ સ્ટ્રોબેરી, હેલ્ધી કીવી અને ટેસ્ટી અેપલ જ્યુસ નુ કોમ્બીનેશન અેક સરસ ફ્લેવર ક્રીએટ કરે છે જે તમને તમારા કોઈ પણ સમય ને રીફ્રેશ કરી દે છે. આ જ્યુસ માં વિટામીન-સી છે જે આ જ્યુસ માંથી મળી રહે છે.અને કીવી માં ઓરેન્જ કરતાં પણ વધારે એન્ટીઓક્ષિડન્ટ હોય છે.તેમજ સ્ટ્રોબેરીમાં વિટામીન-સી હોય છે.સ્ટ્રોબેરી અને કીવી નાં કોમ્બીનેશન થી તેનો ટેસ્ટ ઉભરાઈને આવે છે.

હેલ્ધી જ્યુસ છે જે બધા જ લોકો પી શકે છે .આ બચ્ચા ઓને પણ ભાવે છે આ પાર્ટી માં પણ સર્વ કરી શકાય છે.જો તમારે તમારી કીટીપાર્ટી માં કે બર્થડે પાર્ટી માં જો હેલ્થી તેમજ ફ્રેશ વસ્તુ સર્વ કરવુ છે તો આ ખુબજ સારો ઓપ્શન છે.તો આજે જ ઘરે બનાવો હેલ્ધી તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવુ જલ્દીથી બની જતુ એપલ સ્ટ્રોબેરી કીવી કુલર..તો આજે જ ટ્રાય કરો ફ્રેશ અને હેલ્થી એપલ સ્ટ્રોબેરી કીવી કુલર.

સામગ્રી:

  • 1 સફરજન
  • 4 થી 5 સ્ટ્રોબેરી
  • 2 ફ્રેશ કીવી
  • 1 કપ પાણી
  • 2tbsp ફ્રેશ લેમન જ્યુસ
  • 1 tbsp મધ
  • ચપટી સંચળ
  • ચપટી મરી પાવડર
  • ચપટી મીઠું
  • બરફ ના ક્યુબસ

રીત:

1) સૌ પ્રથમ બધા જ ફ્રુટસ ને ધોઈ લો. સફરજન અને કીવી ની છાલ કાઢી કાપી લો.સ્ટ્રોબેરી ને પણ બરોબર ધોઈ કાપી લો.

2) એક જાર માં સ્ટ્રોબેરી, સફરજન અને કીવી ,બરફનાં ટુકડા ખાંડ ,લીંબુ જ્યુસ ચપટી સંચળ,ચપટી મરી પાવડર,ચપટી મીઠું નાંખો.

3) હવે એ બધુ નાખી બ્લેંડર વડે બ્લેંડ કરી લો. સ્મુધ ન ત્યાં સુધી સ્મુધ કરી ગ્રાઈન્ડ કરો.અને એક્દમ સોફ્ટ સ્મુધી રેડી કરો.પછી પાણી ઉમેરી લીવીડ કરી નાંખો.

4) તો રેડી છે એપલ સ્ટ્રોબેરી કીવી કુલર.

નોંધ:

આ જ્યુસ માં chia seeds પણ નાખી શકાય છેઆ એક હેલ્ધી,ડિલીસીયસ,ફ્રેશ જ્યુસ છે.

રસોઈની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *