આથેલા મરચાંનું અથાણું બનાવવાની યુનિક રેસિપી

આજે આપણે આથેલા મરચાં નું અથાણું બનાવવાની યુનિક રેસીપી જોઈશું. તમારા રાયતા મરચા આથેલા મરચાં જલદી બગડી જાય છે. તો તમે આ રેસિપી થી આથેલા મરચાં રાયતા મરચા બનાવશો તો કદી પણ બગડશે નહીં. તમે બે મહિના સુધી તેને ખાઈ શકશો.


સામગ્રી

  • લીલા મરચા
  • રાય ના કુરિયા
  • લીંબુનો રસ
  • હિંગ
  • મીઠું
  • હળદર
  • તેલ

રીત-


1- સૌથી પહેલા આ મરચા ની પસંદગી કેવી કરવી તો. મરચાં એકદમ ફ્રેશ અને ચમકતી છાલ વાળા મરચા લેવાના.અને એકદમ ગ્રીન મરચા લેવાના.તેને ધોઈ ને બરાબર કોરા કરી લીધા છે. હવે તેને ઊભો કટ આપી દઈશું. જો તમારે વધારે ટાઈમ આથેલા મરચા રાખવા હોય તો ઉભા કટ જ કરવાના.

2- તમે ચાહો તો અંદરથી બીયા કાઢી શકો છો. મરચા ને વધારે ટાઈમ રાખવા માટે તેને ઊભો એક જ કટ આપવો જરૂરી છે. અને તેને કોરા કરી લેવાના છે પાણીનો સેજ પણ ભાગ ન હોવો જોઈએ.આ રીતે બધા મરચાં કટ કરી લઈશું.

3- હવે આપણે મસાલો કરી લઈશું.તેના માટે એક બાઉલ લઈ લઈશું. એક બાઉલ લઈશું તેમાં 3 મોટી ચમચી તેલ લઈશું. તેલ થોડું વધારે લેવાનું છે. ત્યારબાદ એક મોટી ચમચી રાઈના કુરિયા લઈશું. ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.અને અડધી નાની ચમચી હળદર નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ બે મોટી ચમચી લીંબુનો રસ નાખી શું.


4- લીંબુનો રસ નાખવાથી મરચાં ઘણા દિવસ સુધી સારા રહે છે. હવે બધું જ વસ્તુ મિક્સ કરી લેવાનું છે. આ રીતે કરવાથી બધું સરસ મિક્સ થઇ જતું હોય છે. હવે તેમાં આપણે મરચા નાખીશું. મરચા નાખી તેને હાથ થી અથવા ચમચીથી તેને સરસ મિક્સ કરી લઈશું. મરચા પર બધા મસાલા નો કોટ થઈ જવો જોઈએ.

5- ફક્ત પાંચ જ મિનિટમાં રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મરચા સરસ મિક્સ થઈ ગયા છે. બધું જ કોટિંગ થઈ ગયું છે. હવે આપણે તેને ઢાંકીને એક દિવસ સુધી બહાર જ રહેવા દઇશું. બે-ત્રણ કલાક પછી તેને ફેરવતા જવાનું. જેથી બધા જ મરચાં ઉપર નીચે થવા થી કોટ થઈ જાય.

6- ફક્ત એક દિવસ માં તમે આ મરચા ખાઈ શકો છો. હવે સરસ થઈ ગયા છે. કોઈપણ પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા કાચની બોટલમાં ભરી શકો છો. એક અઠવાડિયા સુધી આ મરચા બહાર સારા રહે છે અને ફ્રીઝ માં લગભગ બે મહિના સુધી તમે રાખી શકો છો. અને ખાઈ શકો છો. આ મરચાં ને તમે થેપલા સાથે, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. આ રીતે મરચાં બનાવશો તો કદી પણ બગડશે નહીં. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *