ગ્વાકામોલ અને એવોકાડો – ગ્વાકામોલ અને એવોકાડો ડીપ વીથ સ્પેશિયલ ટિપ્સ ઓન

આજે આપણે બનાવીશું ગ્વાકામોલ અને એવોકાડો ડીપ વિથ સ્પેશિયલ ટીપ્સ ઓન.આને તમે ચિપ્સ સાથે પણ ખાય શકો છો.

સામગ્રી

  • એવોકાડો
  • લીંબુ નો રસ
  • મીઠું
  • કાળા મરી નો પાવડર
  • લીલા ધાણા
  • લીલું મરચું
  • ટામેટા
  • ડુંગળી

રીત

1- સૌથી પહેલા એવોકાડો કેવું પસંદ કરવું જોઈએ.જો બહાર થી લીલું લીલુ હસે તો કાચું હસે.એટલા માટે તે બ્રાઉન હોવું જોઈએ.અને થોડું સોફ્ટ હસે. બહુ કડક નઈ હોય.

2- હવે તેને કટ કઈ રીતે કરવાનું તે જોઈશું. આવકાડા માં એક મોટો ઠળિયો હોય છે એટલે તેને આજુબાજુ થી કટ કરી લઈશું.

3- હવે તેને સાઈડ પર થી કટ કરતા જઈશું.તેને બધી બાજુ થી કટ કરી લઈશું.હવે તેને બે હાથ થી પકડી શું.અને કાઢી લઈશું.

4- આ અંદર થી બટર બટર જેવું છે.હવે તેની અંદર નું ગ્રીન ગ્રીન છે.તેને ચમચી થી કાઢી લઈશું.આ ફ્રૂટ માં બહુ પ્રોટીન છે.આ કાજુ હસે તો નઈ મજા આવે.

5- હવે એક ફોક લઈ શકો છો.અને મિક્સર માં ક્રશ નથી કરવાનું.કારણકે આ બટર જેવું છે.તેને ચમચી થી પ્રેસ કરવાનું છે.જેથી તે મેસ થઈ જાય.આ નાના બાળકો માટે ખૂબ હેલ્દી છે.

6- આ તમે બનાવી ને ફ્રિજ માં મૂકી શકો છો.હવે આપણે એક ટામેટું લઈશું.તેને ઝીણા સમારીને લઈશું.હવે તે એડ કરીશું.અને એક નાની ડુંગળી સમારેલી એડ કરીશું.

7- હવે તેમાં અડધો કપ લીલા ધાણા નાખીશું.હવે એક લીલુ મરચુ લઈ લઈશું.હવે એક લીંબુ નો રસ એડ કરીશું.હવે અડધી ચમચી કાળા મરી નો પાવડર નાખીશું.

8- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેને સર્વે કરીશું.તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *