કેબેજ કોફ્તા કરી – તમે અનેક કોફ્તાની કરી ખાધી અને બનાવી હશે હવે બનાવો આ નવીન કોફ્તા કરી…

કેબેજ કોફ્તા કરી 

ઘણા લોકોને કેબેજ – કોબી ભાવતી હોતી નથી તેના માટે નવા ફોર્મ માં કોબી ખાવાનો બેસ્ટ વિકલ્પ છે કેબેજ કોફ્તા કરી …. કેબેજ કોફ્તા કરી એ એક સમ્રુધ્ધ અને સ્વાદિષ્ટ કરી રેસિપિ છે. જે ઉત્તર ભારતમાં ખૂબજ લોકપ્રિય છે. સામાન્ય રીતે ઘણા પ્રકારની કોફ્તા કરી બનાવવામાં આવતી હોય છે. અહીં હું ખાસ કેબેજ કોફતા કરીની રેસિપિ આપી રહી છું, જે કુલચા, પરાઠા, નાન કે રાઇસ સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ કેબેજ કોફતા કરી ચોક્કસથી બનાવજો.

કેબેજ કોફ્તા કરી બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ બારીક ખમણેલી કોબી
  • સોલ્ટ ½ ટી સ્પુન

કોફ્તા કરીના વઘાર માટેની સામગ્રી :

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 3 લવિંગ
  • 1-2 નાના ટુકડા તજ
  • 8-10 આખા કાળા મરી
  • 1 બાદિયાનનું નાનુ ફુલ
  • 2 તજ પત્તના ટુકડા
  • 2 લાલ સુકા મરચા
  • 3 ઓનિયન સમારીને ગ્રાઇંડ કરેલી
  • 2 ટેબલ સ્પુન આદુ, મરચા લસણ ની પેસ્ટ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 2 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર
  • 2 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 3 મોટા ટમેટા સમારીને ગ્રાઇંડ કરેલા
  • 1 ટી સ્પુન સુગર પાવડર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ½ કપ મોળું દહીં
  • 3 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ
  • 1 ટેબલ સ્પુન પલાળેલા કાજુ ની પેસ્ટ
  • 2 કપ પાણી

કોફતા બનાવવા માટેની સામગ્રી :

ક્રશ કરીને મીઠુ મિક્સ કરેલી કોબીને 10- 15 મિનિટ રાખીને પ્રેસ કરીને તેમાંથી પાણી બાઉલમાં નિતારી લ્યો.

(નિતારેલા પાણીમાંથી પરોઠાનો લોટ બાંધી શકાય અથવા કોફ્તાની કરીમાં ઉમેરી શકાય ).

  • 3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • બારીક સમારેલા મરચા કે પેસ્ટ
  • 1 ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલો
  • 1 ટીસ્પુન સફેદ તલ
  • ½ ટી સ્પુન અધકચરા ખાંડેલા મરી
  • 2 બાફેલા બટાકાનો માવો
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન કાશમીરી લાલ મરચુ
  • પિંચ હળદર
  • 3 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ
  • 1 ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • 1 ટેબલ સ્પુન કોર્નફ્લોર
  • ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • જરુર મુજબ સોલ્ટ કેમકે કોબી માં સોલ્ટ છે.

કોફ્તા બનાવવાની રીત :

પાણી નિતારેલી મીઠાવાળી કોબીને એક મિક્ષિંગ બાઉલમાં લઈ તેમાં 3 ટેબલ સ્પુન બારીક 2 ટેબલ સ્પુન સમારેલી કોથમરી, 1 ટેબલ સ્પુન બારીક સમારેલા મરચા કે પેસ્ટ, 1 ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલો, ½ ટી સ્પુન, 1 ટીસ્પુન સફેદ તલ, ½ ટી સ્પુન અધકચરા ખાંડેલા મરી, 2 બાફેલા બટાકાનો માવો, ½ ટી સ્પુન ગરમ મસાલો, ½ ટી સ્પુન કાશમીરી લાલ મરચુ, પિંચ હળદર, 3 ટેબલ સ્પુન ડ્રાય બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પુન કાજુના ટુકડા, 1 ટેબલ સ્પુન કોર્નફ્લોર, ½ ટી સ્પુન લેમન જ્યુસ અને જરુર મુજબ સોલ્ટ કેમકે કોબીમાં સોલ્ટ છે. ઉમેરો.

હવે આ બધી સામગ્રીને પાણી વગર જ મિક્ષ કરી ડો બનાવી લ્યો. તેમાંથી તમારી મનગમતી સાઇઝના નાના બોલ્સ કે લંબગોળ શેઇપ આપી કોફ્તા બનાવી લ્યો.

ત્યારા બાદ મીડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકી તેમાં 4-5 કોફતા મુકી, થોડીથોડી વારે જારા વડે ફેરવતા જઇ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રંચી ડીપ ફ્રાય કરી લ્યો. આ રીતે બધા કોફતા રેડી કરી લ્યો. એક પ્લેટમાં મૂકો.

કેબેજ કોફ્તાની કરી બનાવવાની રીત :

એક પેન માં સ્લો ફ્લૈમ પર 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. બરબર ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ, 3 લવિંગ, 1-2 નાના ટુકડા તજ, 8-10 આખા કાળા મરી, 1 બાદિયાનનું નાનુ ફુલ, 2 તજ પત્તના ટુકડા, 2 લાલ સુકા મરચાના ટુકડા ઉમેરી સાંતળો.

સંતળાઇ જાય એટલે તેમાં 3 ઓનિયન સમારીને ગ્રાઇંડ કરેલી ઉમેરી પિંક થાય ત્યાં સુધી કૂક કરો. હવે તેમાં 2 ટેબલ સ્પુન આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. સરસ અરોમા આવે એટલે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 2 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર અને 2 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ ઉમેરી હલાવી બરાબર મિક્ષ કરો.

હવે તેમાં 3 મોટા ટમેટા સમારીને ગ્રાઇંડ કરેલા ટમેટાની પેસ્ટ ઉમેરો. 1 ટી સ્પુન સુગર પાવડર સ્વાદ મુજબ સોલ્ટ અને ઉમેરી મિક્ષ કરો. સ્લો ફ્લૈમ પર જ રાખી ઓઇલ રીલિઝ થાય ત્યાં સુધી ઢાંકીને કૂક કરો.

ઓઇલ રિલિઝ થાય એતલે તેમાં ½ કપ મોળું દહીં, 3 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ, 1 ટેબલ સ્પુન પલાળેલા કાજુની પેસ્ટ અને 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા ઉમેરી મિક્ષ કરી લ્યો. 3-4 મિનિટ સ્લો ફ્લૈમ પર ઢાંકીને કુક કરો. સરસ ક્રીમી ટેક્ષ્ચર આવી જશે.

કરીને થોડી પાતળી કરવા માટે તેમાં 2 કપ પાણી ઉમેરી ઉકાળો. થોડી થોડીવારે સ્પુન વડે હલાવતા રહો. તેમાંથી સરસ અરોમા આવશે અને ઓઇલ પણ રીલીઝ થશે. કોફતા કરીની ગ્રેવી જેવી કંસીસ્ટંસી થાય એટલે કોથમરી ઉમેરી મિક્ષ કરી ફ્લૈમ બંધ કરો.

ગરમા ગરમ કેબેજ કોફતાની કરી સર્વ કરવા માટે રેડી છે.

હવે આ કરીને સર્વિંગ બાઉલમાં લઇ તેમાં કેબેજ કોફતા મૂકી ઉપર ટમેટા કોથમરી ઓનિયન રિંગથી ગાર્નીશા કરી નાન, પરોઠા, કુલચા રાઇસ વગેરે સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

તો તમે પણ મારી આ સ્વાદિષ્ટ અને હેલ્ધી કેબેજ કોફ્તા કરી મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. કેબેજ ના ભાવતી હોય એ લોકો ને પણ આ કેબેજ કોફ્તા કરી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *