દરેકની પસંદ એવા છોલે ભટુરે રેસ્ટોરન્ટ જેવા જ હવે ઘરે બનાવો બહુ સરળ રીતે…

રેસ્ટોરન્ટ જેવા છોલે ભટુરે હવે ઘરે બનાવો.

💕છોલે ભટુરે, જીરા રાઈસ, સલાડ અને પાપડ.

છોલે…. ની સામગ્રી…

1 વાડકી કાબુલી ચણા.

1 નંગ સમારેલું ટામેટું

1 નંગ સમારેલી ડુંગળી

4 નંગ લીલા મરચા

5 કળી લસણ

4 ચમચી ઘી

આદુનો ટુકડો

છોલે મસાલો.

સૌ પ્રથમ કાબૂલી ચણાને 6 કલાક પલાળી રાખવા. ત્યારબાદ એને ચપટી સોડા નાંખી કુકરમાં 4 સીટી બોલાવી બાફી લો.


હવે આદુનો ટુકડો, 4 નંગ લીલા મરચા, 5 કળી લસણ, 1,1/2,ડુંગળી અને 2 નંગ ટામેટા આ


બધું એક સાથે મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો.

હવે કડાઈમાં 3 થી 4 ચમચા દેશી ધી ગરમ કરો.

ધી ગરમ થઈ જાય કે તરત જ જીરૂ હીંગ અને તૈયાર કરેલી પેસ્ટ નાખી ને ધીમા તાપે હલાવો.


હલાવતાં હલાવતાં એમાં મીઠું, હળદર, સહેજ ગરમ મસાલો, છોલે નો મસાલો 2 ચમચી બાકીનું સ્વાદ મુજબ લેવું. હલાવતાં હલાવતાં હવે બાફેલાં ચણા નાંખો. હવે થોડીવાર ઢાંકી દો.

10 મિનિટ બાદ ફરીથી હલાવો.

ને 10 મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

ભટુરે..ની સામગ્રી.

2 કપ મેંદો

1 કપ સોજી

1 કપ ધંઉ નો લોટ

1 ચમચી તેલ

ચપટી સોડા

1 ચમચી દહીં

સ્વાદ મુજબ મીઠું…..


આ બધું ભેગું કરીને લોટ બાંધી ને બે કલાક ઢાંકીને રાખો.

જીરા રાઈસ…

1 વાડકી ચોખા ધોઈને પલાળીને રાખો.

કડાઈ ગરમ કરો.

2 નંગ લવીંગ નાખો 2 ચમચી ભરીને જીરૂ નાંખો.


સ્હેજ હીંગ… હવે પલાળેલા ચોખા નાંખો. જરૂર મુજબ પાણી એડ કરો સ્વાદ મુજબ મીઠું નાંખી હલાવીને હવે ઢાંકી દો. આશરે 15 મિનિટ બાદ જીરા રાઈસ તૈયાર થઈ જાય છે.

છોલે ભટુરે સૌને ભાવતાં જ હોય છે અને જો આ રીતે સજાવેલા હોય તો તો બનાવનાર માટે વધે જ નહીં હોં….

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *