શું તમને પણ જમી લીધા પછી થોડી જ વારમાં ભૂખ લાગે છે? આ ફૂડને તમારા આહારમાં કરો સામેલ…

એક્સરસાઇઝ કરવાથી કેલેરી વધુ ખર્ચાય છે જેના કારણે આપણને વધુ ભોજનની જરૂર પડે છે. પણ એવામાં વધુ ખાવાથી કે પોષક આહાર ન લેવાથી ખર્ચ થયેલી કેલેરી ફરીથી શરીરના આવી જવાનું જોખમ પણ રહે છે. અમુક એવી વસ્તુઓ છે જેને ખાવાથી ભૂખ્યા રહેવાના અહેસાસથી જો બચી શકાય છે સાથે જ તમે વધુ ખાતા પણ અટકી જશે અને એ રીતે તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

દલિયા.

image source

સવારના નાસ્તામાં દલિયા ખાવા એ એક સારો વિકલ્પ છે. જઉં કે ઓટમીલ આખું અનાજ છે અને એમાં સ્ટાર્ચ, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. એક રિસર્ચ અનુસાર એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આખું અનાજ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ઓટમીલમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેને બીટા ગ્લુકન ખ છે, જે કાર્બોહાઇડ્રેટસને વધુ પ્રમાણમાં શરીરમાં જતા રોકે છે. ઓટમીલથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે જેના કારણે ન થાક લાગે છે કે ન બિસ્કિટ વેફર જેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે

ટીપ- કેલેરી ઘટાડવા માટે પોરીઝને પાણી કે મલાઈ વગરના દૂધમાં બનાવો અને ખાંડ નાખવાને બદલે એમાં સુગર ફ્રી નાખો.

બટાકા.

image source

એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કાર્બોહાઇડ્રેટસ યુક્ત હોવાના કારણે બટાકા ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી. પણ બટાકાને બાફીને ખાવા યોગ્ય રહે છે. બાફેલા બટાકાની ચાટ બનાવીને ખાઈ લો. એમાં બાફેલા ચણા કે સપરાઉટ્સ પણ ભેળવી શકો છો. એનાથી ચાર પાંચ કલાક સુધી ભૂખ નથી લાગતી.

ટીપ- ચિપ્સની જેમ બટાકાને સમારવાને બદલે એને નાના નાના ટુકડામાં સમારો, એમાં થોડું ઓલિવ ઓઇલ નાખો અને ત્યાં સુધી ઓવનમાં બેક કરો જ્યાં સુધી એ સોફ્ટ અને ક્રિસ્પી ન થઈ જાય.

સૂપ

image source

ખાતા પહેલા સૂપ પીવાથી જમવાનું ઓછું જમાય છે કારણ કે સૂપ એક ફીલિંગ કે એપિટાઇઝરની જેમ કામ કરે છે. ઓછું ભોજન કરવાથી તમે ઓછી કેલેરીનું સેવન કરો છો. એવું માનવામાં આવે છે કે જો ખાતા પહેલા પાણી પીવામાં આવે તો એ ભૂખને નહીં તરસને શાંત કરે છે પણ જો એમાં શાકભાજી કે મકાઈ વગેરે ભેળવેલી હોય તો શરીર એને ભોજનની જેમ જ લે છે. એક બાઉલ સૂપ ન ફક્ત તમને પૂરતી માત્રામાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ આપે છે પણ પેટમાં ઘણી બધી જગ્યા પણ લઈ લે છે જેનાથી બીજુ કઈ ખાવાની ઈચ્છા નથી થતી.

.ટીપ- ક્રીમ કે માખણ યુક્ત સૂપ પીવાને બદલે લો ફેટ સૂપ પીવો. તમે વેજિટેબલ્સ, બીન્સ, દાળ, મશરૂમ, ચિકન, ગાજર વગેરેનું સૂપ પી શકો છો.

ઈંડા.

image source

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્રેકફાસ્ટમાં ઈંડા ખાવાથી ન ફક્ત એક્સરસાઇઝ કે વોક કરવાના કારણે લાગેલો થાક દૂર થાય છે પણ આખો દિવસ જમવાનું પણ ઓછું જમાય છે અને આ રીતે લંચમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ તેમજ ફેટનું ઓછું સેવન કરવાથી વજન પણ ઘટે છે સાથે સાથે કેલેરી લેવાનું પ્રમાણ આખો દિવસ અને બીજા 36 કલાક સુધી ઓછું જ રહે છે. માનવામાં આવે છે કે ઈંડામાં રહેલ પ્રોટીન ભૂખને શાંત કરી છે છે જેનાથી ફિટ અને સ્લિમ રહેવામાં મદદ મળે છે.

ટીપ- ફ્રાઈડ ઈંડા ખાવાથી બચો, એને બદલે બાફેલા ઈંડા ખાઓ,

હોલ વિટ પાસ્તા.

image source

ઓટ્સની જેમ હોલ ગ્રેન પસ્તામાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર અને સ્ટારચી કાર્બોહાઇડ્રેટ હોય છે. સફેદ પાસ્તાની સરખામણીએ એ.આ ત્રણ ગણું વધુ ફાઇબર હોય છે. આ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે એટલે એને ખાધા પછી જલ્દી ભૂખ નથી લાગતી.

ટીપ-એને લો ફેટ સોસ સાથે ખાઓ.

સંતરા.

image source

જ્યારે પેટ ભરવાની વાત આવે છે તે સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે કેળું એકમાત્ર એવું ફળ છે જેને ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે. પણ સંતરા ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે કારણ કે એમાં 86% પાણી હોય છે જયારે કેળામાં 75%. જે ભોજનમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે એ આપણી ભૂખને જલ્દી શાંત કરે છે.

ટીપ- સંતરાનું જ્યુસ પીવાને બદલે સંતરા ખાઓ.એમાં રહેલા ફાઇબર ખૂબ જ ફાયદાકારક હોય છે અને એનાથી થાક પણ તરત દૂર થઈ જાય છે.

પોપકોર્ન.

image source

એક્સરસાઇઝ કર્યા પછી જો તરત કઈક ખાવાની ઈચ્છા થાય તો ચોકલેટ, ચિપ્સ કે પેસ્ટ્રીના બદલે પોપકોર્ન વધુ યોગ્ય રહે છે. આખા અનાજમાંથી બનતા હોવાને કારણે એમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે જે ઉર્જા આપે છે તેમજ સક્રિય રહેવા માટે ઘણું જ જરૂરી છે.

ટીપ-માખણ, ઘી ,તેલ કે મીઠામાં બનેલા પોપકોર્ન ખવાને બદલે સાદા કે ઓવન કે માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્ન ખાઓ.

ચણા, સપરાઉટ્સ કે બીન્સ.

image source

આ વસ્તુઓ પૌષ્ટિક હોવાની સાથે સાથે ફાઇબર તેમજ પ્રોટીન યુક્ત પણ હોય છે. એને ચાવવામાં અને પચાવવામાં વધુ સમય અને મહેનતની જરૂર પડે છે એટલે વધુ ખાધા વગર શરીરની જરૂરિયાત પુરી થઈ જાય છે.

ટીપ- મસાલો લગાવીને કે તેલ કે ઘીમાં તળીને ખવાને બદલે એને બાફીને ખાવામાં આવે તો એ વધુ ફાયદાકારક બને છે.

મગફળી.

image source

મગફળીને પોતાના ભોજનમાં સામેલ કરો. એનું સેવન કરવાથી તમે મહેસુસ કરશો કે તમારું પેટ ભરેલું છે. ચણા, સપરાઉટ્સ કે બીન્સની જેમ એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે અને એને ચાવવામાં વધુ સમય લાગે છે જેના કારણે ઘણીવાર સુધી કઈ ખાવાની ઈચ્છા નથી થતી. એને સ્નેક્સની જેમ ખાઈ શકો છો.

ટીપ- તળીને ખાવાને બદલે એને રોસ્ટ કરીને ખાઓ.

સલાડ.

image source

સલાડ સૌથી હેલ્ધી ફૂડ હોવાની સાથે સાથે સ્લિમ તેમજ ફિટ રહેવાનો કારગર ઉપાય પણ છે, ખાસ કરીને જ્યારે તમને એને ભોજનની પહેલા ખાઓ છો ત્યારે. પછી એ ફ્રુટ સલાડ હોય કે વેજીટેબલ સલાડ, એને તમારા ભોજનમાં જરૂર સામેલ કરો.

ટીપ- સલાડમાં ઓઈલી ડ્રેસિંગ કે મેયોનિઝ ન નાખો. બની શકે તો એને એમ જ ફ્રેશ ખાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *