ખજૂરપાક – શિયાળું સ્પેશિયલ ટેસ્ટી હેલ્ધી અને પૌષ્ટિક ખજૂરપાક બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ ટેસ્ટી હેલ્ધી અને પૌષ્ટિક ખજૂર પાક. ખજૂર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાંથી ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે. જે લોકોના શરીરમાં લોહી ઓછું હોય એ લોકોએ ચોક્કસથી ખજૂર ખાવું જોઈએ. ખજૂર થી ખૂબ જ તાકાત આવે છે. તો ચાલો આપણે બનાવીએ ખજૂર પાક.

સામગ્રી

  • કાળુખજૂર
  • કાજુ, બદામ, પિસ્તા
  • ખસખસ
  • કોપરાનું છીણ
  • દેસી ઘી
  • મોળો માવો
  • ઈલાયચી પાવડર

રીત-


1- શિયાળામાં સ્પેશિયલ ખજૂર પાક બનાવવા માટે બે કપ ખજૂર લઈશું. ખજૂર ની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ખજૂર પોચા લેવાના. અને આપણે કાળા ખજૂર લઈશું. જે વધારે મીઠા હોય છે અને એકદમ પોચા અને સોફ્ટ હોય છે.

2- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હાથથી દબાવે તો પણ એકદમ પોચા છે. જો તમારા ખજૂર વધારે કઠણ હોય તો તેને ઘી માં થોડા સાંતળી લેવાના. ખજૂરમાંથી બધા જ ઠળિયા કાઢી સાઈડ પર રાખી દઈશું.

3-હવે આપણે ખજૂર પાક બનાવી લઈશું. તેના માટે આપણે નોનસ્ટીક પેન લઈશું. તેમાં બે ચમચી મોટી દેશી ઘી લઈશું. ઘી ને થોડું ગરમ થવા દઈશું. અડધો કપ કાજુ લઈશું. કાજૂને થોડા મોટા ટુકડામાં સમારી લીધા છે. તે એડ કરીશું.

4-હવે અડધો કપ બદામ લીધી છે. બદામને પણ અધકચરી સમારી લીધી છે તે પણ એડ કરીશું. અને ત્યારબાદ બે ચમચી પિસ્તા છે તેને પણ સમારી લીધા છે એડ કરીશું. આપણે તેને મીડીયમ ગેસ પર રોસ્ટ કરી લઈશું.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે બે મિનિટ થઈ ગઈ છે તેને સતત હલાવતા આપણા કાજુ, બદામ, પિસ્તા સરસ રોસ્ટ થઈ ગયા છે. કલર પણ બદલાઈ ગયો છે. હવે તેમાં અડધો કપ સૂકા કોપરાનું છીણ નાખીશું.

6- હવે તેને સરસ મિક્સ કરી લઈશું. હવે 1 મોટી ચમચી ખસખસ નાખીશું. ખસખસનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. આ સ્ટેજ પર તમે મગજતરી ના બી પણ નાખી શકો છો. હવે તેમાં અડધો કપ મોળો માવો લઈશું. તે પણ એડ કરીશું.

7- હવે એક મિનિટ માટે સતત હલાવતા માવાને શેકી લઈશું. ઘરનો બનાવેલો છે એટલે તેને વધુ શેકવાની જરૂર નથી. કાજુ બદામ પિસ્તા બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું.


8-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો માવો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. અને ચમચાથી પ્રેસ કરીને માવાને તોડતા જવાનું અને મિક્સ કરતા જવાનું. ત્યારબાદ તેમાં એક ચમચી ઈલાચીનો પાઉડર નાખીશું. તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે.

9-હવે આપણે ખજૂર નાખીશું. ખજૂર ને સરસ મિક્સ કરી લઈશું. ગેસ ધીમો જ રાખીશું.ચમચા થી પ્રેસ કરતા જઈશું.અને મિક્સ કરતા જઈશું. જેથી આપણા ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય. એટલે એ બધા માવા અને કાજુ બદામ સાથે મિક્સ થઈ જાય. આ સ્ટેજ પર જો તમને મીઠાશ જોયતી હોય તો એક ચમચી દળેલી ખાંડ નાખી શકો છો.

10-હવે વીડિયોમાં જોઈ શકો છો કે ખજૂર સરસ મિક્સ થઈ ગયા છે. ચમચા સાથે ફરવા લાગ્યું છે અને પેન પણ છોડવા લાગ્યું છે. મિશ્રણ પેન છોડવા લાગે એટલે એમ સમજવાનું કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

11- હવે આપણે તેને સેટ કરી લઈશું. તેના માટે એક ટ્રે લઈશું. તેના પર બટર પેપર લગાવી લઈશું. બટર પેપર લગાવવાથી તેને ઈઝીલી કાઢી શકાય છે. હવે તે બધું મિશ્રણ ટ્રે માં લઈશું.અને ચમચા થી સેટ કરી લઈશું.

12- હવે તેના પર ગાર્નિશ કરવા માટે એક ચમચી પિસ્તા ના ટુકડા લીધા છે. પિસ્તા નાખવાથી તે દેખાવમાં ખુબ જ સરસ લાગે છે. તમે કાજુ બદામ પણ લઈ શકો છો. અને તેને પણ આપણે ચમચી થી પ્રેસ કરી લઈશું.

13-હવે આપણે આ ટ્રે ને બેથી ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકી દઈશું. જેથી આપણો ખજૂરપાક સરસ સેટ થઈ જાય. તમે વીડિયોમાં જોઈ શકો છો કે લગભગ ત્રણ કલાક થઈ ગયા છે. ખજૂર પાક સરસ સેટ થઈ ગયો છે. એકદમ હાર્ડ થઈ ગયો છે. આપણે સીધું બટર પેપર ને બહાર કાઢી અને ચપ્પુ ની મદદથી તમને જે સાઈઝના કટ જોઈએ તે સાઈઝના કટ કરી શકો છો.

14-હવે આપણો ખજુરપાક શિયાળા માટે તૈયાર થઈ ગયો છે. એકદમ હેલ્ધી પૌષ્ટિક અને એનર્જીથી ભરપૂર ખજૂર પાક. આ ખજૂર પાક સવારે એક પીસ ખાવ તો આખો દિવસ શરીર માં એનર્જી રહે છે. તો તમે ચોક્કસથી આ રેસિપી અને ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *