ચટાકેદાર પાવભાજી – કડાઈમાં બનાવેલી બહાર લારી પર મળે એવી ચટાકેદાર પાવભાજી – Kadai And Lari Style

આજે આપણે જોઇશું કડાઈ માં બનાવેલી બહાર લારી પર મળે એવી ચટાકેદાર પાવભાજી બનાવીશું.નાના મોટા સૌ ને ગમેત્યારે આપો તો એ પસંદ થી ખાય લે છે.આજે આપણે એકદમ સરળ રીત થી પાઉંભાજી કડાઈ માં કઈ રીતે બને તે જોઈશું.

સામગ્રી

  • બીટ
  • બટેકા
  • ટામેટા
  • વટાણા
  • ગાજર
  • લીલા મરચાં ની પેસ્ટ
  • પાઉં
  • તેલ
  • બટર
  • પાઉંભાજી મસાલો
  • ગરમ મસાલો
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • આદુ મરચાની પેસ્ટ
  • લીંબુ
  • મીઠું
  • ડુંગળી
  • લીલા ધાણા
  • કેપ્સિકમ
  • જીરું
  • હળદર

રીત

1- આજે આપણે ચાર વ્યક્તિ ને થાય એટલી વસ્તુ બનાવીશું. હવે આપણે વઘાર કરી લઈશું.હવે એક કુકુર લઈ લઈશું તેમાં શાક ને બાફી લઈશું હવે એક મોટી ચમચી તેલ લઈશું.આપણે જ્યારે ભાજી વઘારી શું ત્યારે તેમાં બટર નાખીશું.

2- તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરૂ નાખીશું.હવે તેમાં બધા શાક નાખીશું, પહેલા આપણે બટેકા નાખીશું ત્યારબાદ ટામેટા નાખીશું ત્યારબાદ સમારેલું બીટ નાખીશું. ત્યારબાદ વટાણા નાખીશું હવે બધા શાક ને મિક્સ કરી લઈશું.

3-હવે તેલ માં એક થી બે મિનિટ માટે સાંતળી લઈશું,શાક ને સાતળવાથી જ્યારે ભાજી બને છે ત્યારે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે.હવે તેમાં મસાલા કરી લઈશું,હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ તેમાં અડધી નાની ચમચી હળદર નાખીશું. ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

4- હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે શાક કરી ને બાફવા થી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ત્રણ મીનીટ થઈ ગઈ છે કલર પણ એકદમ સરસ આવ્યો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આમાં કોઈ ચટણી નો ઉપયોગ નથી કર્યા.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ટામેટા અને બટેકા બધું થોડું થોડું સોફ્ટ થઈ ગયું છે હવે તેમાં એક કપ પાણી નાખીશું.આપણું શાક બફાય જાય એટલું જ પાણી નાખવાનું.હવે કૂકર નું ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લઈશું.

6- હવે ગેસ બંધ કરી દઈશું અને કૂકર ને ઠંડુ થવા દઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે શાક એકદમ સરસ અને પાણી પણ ઓછું રહ્યું છે અને બટેકા એકદમ સરસ બફાય ગયા છે હવે બધું મેસ કરી લઈશું હવે આપણે ભાજી નો વઘાર કરીશું,હવે પાઉંભાજી નો વઘાર કરી લઈશું.

7- હવે એક નાની ચમચી તેલ નાખીશું હવે તેમાં બે ચમચી બટર નાખીશું તેલ એટલે નાખવાનું જેથી બટર બળી ના જાય,હવે બટર ઓગળી ગયું છે તો તેમાં એક મોટી ડુંગળી ઝીણી સમારેલી લેવાની છે હવે તે જ રીતે એક મોટું કેપ્સિકમ ઝીણું સમારી ને એડ કરીશું.

8- હવે આ બન્ને ને સરસ ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું.હવે તેમાં આદુ અને લસણ વાટી લીધા છે તે એડ કરીશું.અને તીખાશ માટે એક લીલું મરચું પીસી ને નાખીશું.હવે તેને પણ એક મિનિટ માટે સાંતળી લઈશું,જેથી તેની કચાસ દૂર થઈ જાય.હવે સરસ સંતળાય ગયા છે હવે આપણે ગ્રેવી ના ભાગ નું મીઠું નાખીશું.

9- હવે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું.હવે બે ચમચી પાઉંભાજી નો મસાલો નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું,હવે તેને એક મિનિટ માટે તેને સાંતળી લઈશું ધ્યાન એ રાખવાનું છે કે તે બળે નહી.હવે તેમાં ત્રણ ટામેટા ને ઝીણા સમારીને લીધા છે.હવે બધું મિક્સ કરી લઈશું.અને તેને ધીમા ગેસ પર તેલ છૂટું પડે અને બટર પણ છૂટું પડે અને ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરી લેવાનું છે.

10- હવે ઢાંકી ને કુક કરી લઈશું.વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાર મિનિટ થઈ ગઈ છે અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.અને ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે અને બટર અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે.હવે તેને મેસર થી મેસ કરી લઈશું.

11- હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે પાઉંભાજી ની ભાજી છે તે એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું, મિક્સ કર્યા પછી જરૂર મુજબ પાણી નાખીશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ભાજી સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં પાણી એડ કરીશું આપણે એક કપ પાણી એડ કરીશું. ત્યારબાદ તેને એક થી બે મિનિટ માટે ઉકળવા દઈશું.

12- તો છે ને એકદમ ઝડપ થી બની જતી તવા સ્ટાઈલ પરંતુ આપણે આજે કડાઈ માં પાઉંભાજી બનાવી છે હવે જોઈ લઈએ આપણી પાઉંભાજી કેવી છે એકદમ પરફેક્ટ બની છે હવે તેમાં ખટાશ માટે લીંબુ નાખીશું,હવે તેમાં લીલા ધાણા નાખીશું.હવે તેમાં બટર નાખીશું હવે આપણે ગરમા ગરમ ભાજી ને પાઉં સાથે સર્વે કરી લઈશું. તેના માટે પાઉં ને મસાલા માં શેકી લઈશું.

13- હવે એક પેન ગરમ કરી લઈશું. આ પાઉં એકદમ સોફ્ટ છે માર્કેટ માં ઈઝીલી મળી જતા હોય છે હવે પાઉં ને વચ્ચે થી કટ કરી લઈશું ત્યારબાદ તેને શેકી લઈશું હવે પેન ગરમ થઇ ગયું છે તો એક નાની ચમચી બટર નાખીશું. ત્યારબાદ થોડો પાઉંભાજી મસાલો નાખીશું. અને પા ચમચી લાલ મરચું નાખીશું.ત્યારબાદ થોડા ધાણા નાખીશું. હવે મસાલા ને સરસ મિક્સ કરી લઈશું.

14- હવે પાઉં ને અંદર થી શેકી લઈશું ફરી તેને ટન કરી લઈશું ગેસ ધીમો જ રાખવાનો છે હવે આપણા પાઉં સરસ શેકાય ગયા છે હવે તેને એક પ્લેટ માં સર્વે કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બોમ્બે ની પાઉંભાજી જેવી જ બની છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ટેસ્ટી બની છે.લીલા ધાણા થી ગાર્નિશ કરી લઈશું. પાઉંભાજી હોય એટલે બટર તો હોય જ તો તૈયાર એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *