બાજરીની ખીચડી – બાજરીના રોટલા તો બનાવતા અને ખાતા હશો હવે એકવાર આ ખીચડી બનાવી જુઓ…

બાજરીના રોટલા તો બધાયના ઘરે બનતાજ હોય છે.બાજરી પણ શરીર માટે ખૂબ ઉપયોગી છે . બાજરીના સેવન થી કોઈ પણ હાર્ટ ની તકલીફ થતીઅટકે છે. કૅલ્શિયમ ભરપૂર માત્રા માં મળે છે. કોલોસ્ટોલમાં રાહત આપે છે .

બાજરી અને મગ દાળ ની ઈડલી પણ બઉ સરસ બનતી હોય છે. ખાસ ડાયાબિટીસ માં આપવામાં આવતી હોય છે. તો ચાલો આજે આપણે પણ બાજરી નો ઉપયોગ કરીને મજાની બાજરીની ખીચડી બનાવી દઈએ….

બાજરીની ખીચડી

સામગ્રી :-

  • બાજરી – ૧ વાટકી
  • મગ દાળ – અર્ધી વાટકી
  • સીંગદાણા – અર્ધી વાટકી (પલાળેલા)
  • લીલા મરચા – ૩-૪
  • લીમડા ના પાન ૮-૧૦
  • આદુ – અર્ધો ઈન્ચ છીણેલું
  • ઘી – ૨ ચમચા
  • લવિંગ – ૪-૫
  • હળદર – અર્ધી ચમચી
  • હિંગ – ચપટી
  • મીઠું સ્વાદપ્રમાને
  • કોથમરી

રીત :-


સૌ પ્રથમ બાજરીને આખી રાત પલાડી રાખવી.સવારે પણી

નિતારી લેવું.સીંગદાણા ૧૦-૧૫ મિનિટ પલાળવા.


હવે બાજરીને મિક્સરમાં ઝીણી પીસી લેવી.


કૂકરમાં ઘી નાખી તેમાં જીરું,હિંગ,આદુ,લીમડા ના પાન,લવિંગ,લીલા મરચા,હળદર નાખી સરખું હલાવી પછી તેમાં મગ દાળ,બાજરી અને મીઠું નાખવું.


પાણી નાખી ૪ વિસલ થાય ત્યાં સુધી સિજવા દેવું.


પછી ગરમાં ગરમ ખીચડી પાપડ અથાણાં સાથે પીરસવી…


દહીં કે કઢી સાથે પણ ખીચડી ની મજા માણી શકોછો….

તો તૈયાર છે પચવામાં એકદમ હલકી અને સ્વાદીષ્ટ બાજરી ખીચડી……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *