બાળકોને ખુબ જ ભાવશે આ તવા બ્રેડ પિઝા, જે બને છે માત્ર થોડી જ મિનીટોમાં..

આજે બનાવો થોડી જ મીનીટોમાં તૈયાર થઈ જતાં તવા બ્રેડ પિઝા. જે બાળકોને લંચબોક્ષમાં આપશો તો ખુશ થઈ જશે. અને શાળામાં લંચ બોક્ષ ખોલતી વખતે તેમનું મોઢું નહીં બગડે પણ થોડી જ વારમાં ડબ્બો ખાલી થઈ જશે. આ વાનગીની ખાસ વાત એ છે કે તે બાળકો માટે સ્વાદિષ્ટ તો છે જ પણ હેલ્ધી પણ છે.

તવા બ્રેડ પિઝા બનાવવા માટેની સામગ્રી

1 મોટી ચમચી મેયોનીઝ

1 મોટી ચમચી જીણા સમારેલા કેપ્સીકમ

1 મોટી ચમચી જીણી સમારેલી ડુંગળી

1 મોટી ચમચી છીણેલુ મોઝરેલા ચીઝ

1 મોટી ચમચી જીણા સમારેલા ટામેટા

તવા બ્રેડ પિઝા બનાવવા માટેની સામગ્રી

હવે એક બોલ લેવો તેમાં ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ ઉમેરવા અને સાથે સાથે પિઝા માટેના જે મિક્સ હર્બ્સ આવે છે તે પણ એડ કરવા, હવે તેમાં થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સ્વાદ અનુસાર મીઠુ એડ કરવું

આ બધી જ સામગ્રીને મિક્સ કરી દેવી.

હવે બે બ્રેડ સ્લાઇસ લેવી તેના પર બટર સ્પ્રેડ કરી દેવું. અહીં બ્રેડની કીનારીઓ કાપવાની કંઈ જરૂર નથી.

હવે બટર જે બાજુ પર લગાવ્યું છે તેની ઉંધી બાજુ પર મેયોનીઝ સ્પ્રેડ કરી દેવું. અહીં મેયોનીઝ ઓપ્શનલ છે જો તમારા બાળકોને મેયોનીઝ ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો.

હવે તેના પર જે વેજીટેબલ મિક્સ્ચર તૈયાર કર્યું છે તે વ્યવસ્થીત રીતે સ્પ્રેડ કરી દેવું.

હવે તે વેજિટેબલ પર એક લેયર પર છીણેલુ મોઝરેલા ચીધ પાથરી દેવું.

હવે ફરી તેના પર વેજિટેબલ મિક્સ્ચર પાથરી દેવું. અને ઉપરથી તેના પર થોડું મીઠું સ્પ્રીંકલ કરી દેવું.

હવે બીજી બ્રેડની સ્લાઇસથી આ પુરણવાળી બ્રેડને ઢાંકી દેવી અને થોડી દબાવી દેવી જેથી કરીને અંદરના વેજીટેબલ્સ પડી ન જાય.

હવે એક તવો ગરમ કરવો અને તેના પર આ તૈયાર કરેલી બ્રેડ શેકાવા માટે મુકી દેવી. આપણે બટર લગાવેલી બાજુ બહાર તરફ રાખી છે એટલે અહીં તમારે બટર સ્પ્રેડ કરવાની જરૂર નહીં પડે. હવે તેને વ્યવસ્થીત દબાવીને શેકી લેવી. તેના માટે અહીં સેન્ડવીચ પર એક પ્લેટ મુકવામાં આવી છે અને તેના પર એક નાનકડો ખરલ મુકવામા આવ્યો છે તમારે પણ તેમ જ કરવું તેમ કરવાથી સેન્ડવીચ અંદરનું પુરણ બરાબર દબાઈ જશે. તમે પણ કોઈ ભારે વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

આવી જ રીતે તેને 30 સેકેન્ડ શેકવું. હવે તેના પરની ડીશ અને ખાઈણી હટાવી લેવા અને તેની શેકાયા વગરની જે ઉપરની બાજુ છે તેના પર બટર સ્પ્રેડ કરી દેવું અન તેને શેકાવા માટે પલટી દેવી.

હવે ફરી પહેલાની જેમ ઉપર ડીશ મુકીને અને તેના પર વજન મુકીને શેકી લેવી. ફરી તેને પહેલાની જેમ 30 સેકન્ડ શેકાવા દેવી. હવે બન્ને બાજુથી સેન્ડવીચ શેકાઈ ગઈ હશે.

તો તૈયાર છે તવા બ્રેડ પિઝા, હવે તેના નાના છોકરા ખાઈ શકે તેવા ટુકડા કરી દેવા. અને તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.

આ તવા બ્રેડ પિઝા તમે છોકરાઓને લંચબોક્ષમાં પણ આપી શકો છો. તેમને તે ખુબ જ ભાવશે અને ટીફીન બોક્ષ સફાચટ થઈને જ ઘરે આવશે.

રસોઈની રાણીઃ સીમાબેન

તવા બ્રેડ પિઝા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *