બાળકો ની મનપસંદ ત્રણ અલગ અલગ ફ્લેવર્સ ની લોલીસ… હવે બહારથી લાવવાની જરૂરત નથી…

આજે આપણે નાના બાળકો ની મનપસંદ ત્રણ અલગ અલગ ફ્લેવર્સ ની લોલીસ બનાવીશું.આજે આપણે મિલ્ક લોલીસ બનાવીશું આ એકદમ હેલ્ધી છે અને પ્રોટીન થી ભરપુર છે એક રોઝ ફ્લેવર્સ, વરીયાળી ફ્લેવર્સ અને બ્લુબેરી ઉનાળા માં ખાવાની મજા આવે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • મિલ્ક પાવડર
  • દૂધ
  • રોઝ સીરપ
  • બ્લુબેરી શરબત
  • વરિયાળી શરબત

રીત

1- સૌથી પહેલા આપણે દોઢ કપ દૂધ લઈશું,તેને થોડું ઉકાળી લઈશું આને લગભગ પાંચ મિનિટ ઉકાળી લઈશું. બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકાળી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે દૂધ ઉકળી રહ્યું છે.

2- હવે પાંચ મિનિટ થઈ ગઈ છે દૂધ સરસ ઉકળી ગયું છે.આપણે હવે ૩/૪ કપ મિલ્ક પાવડર લઈશું.ઘણા લોકો કોર્ન ફ્લોર અથવા કસ્ટર્ડ નાખતા હોય છે આપણે અહીંયા મિલ્ક પાવડર યુઝ કરીશું.

3- આ નાખવાથી દૂધ ને જાડું બનાવી દે છે.હવે નાખતા જઈશું ને હલાવતા જઈશું.જેથી તેમાં ગઠા ના પડે,આના થી ઘટ્ટ થશે અને ક્રીમી થશે હવે તેને બરાબર હલાવી લઈશું.આમાં આપણે ખાંડ નથી નાખવાની પણ જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે નાખી શકો છો.

4- હવે આ સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું.હવે દૂધ ને ઠંડુ થવા દઈશું.ત્યારબાદ તેને ત્રણ બાઉલ માં કાઢી લઈશું.હવે આપણી પાસે ત્રણ ફ્લેવર્સ છે એક છે રોઝ નું શરબત, બીજું છે બ્લુબેરી શરબત અને ત્રીજું વરિયાળી શરબત આ ત્રણ ફ્લેવર્સ વાળી બનાવીશું.

5- તો સૌથી પહેલા જે વરિયાળી નું શરબત છે તે મિલ્ક માં એડ કરીશું. આપણે એક ટેબલ સ્પૂન વરિયાળી શરબત એડ કરીશું.હવે મિલ્ક ને હલાવી લઈશું હવે વરિયાળી શરબત તૈયાર થઈ ગયો છે હવે એક ટેબલ સ્પૂન બ્લુબેરી શરબત લઈશું.હવે તેને દૂધ માં એડ કરીશું ને તેને મિક્સ કરી લઈશું.

6- તમે કોઈપણ ફ્લેવર્સ લઈ શકો છો. જે મિલ્ક માં બનતું હોય તે તમે આમાં એડ કરી શકો છો.હવે બ્લુબેરી શરબત પણ રેડી થઈ ગયું છે હવે આપણે એક ટેબલ સ્પૂન રોઝ સીરપ એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ પિંક કલર આવી ગયો છે.

7- હવે ત્રણેય લોલિસ રેડી છે હવે તેના સ્ટેન્ડ માં પોર કરી લઈશું.પહેલા આપણે વરિયાળી વાળુ એડ કરીશું. ત્યારબાદ બ્લુબેરી વાળુ પોર કરીશું.હવે રોઝ સીરપ વાળુ એડ કરીશું.હવે તેને બંધ કરી ને ડીપ ફ્રિઝર માં સેટ કરવા મૂકી દઈશું.

8- હવે આને દસ થી બાર કલાક માટે ફ્રીઝર માં સેટ કરવા માટે મૂકી દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દસ થી બાર કલાક થઈ ગયા છે તો ચાલો આપણે જોઈ લઈએ. વાવ આ વરિયાળી ફ્લેવર્સ વાળી જે આપણે મૂકી હતી.ઉનાળામાં જ્યારે બાળકો ને કંઇક ખાવાની કે કઈક પીવાની ઈચ્છા થાય ત્યારે આવું કંઇક બનાવી ને આપી શકો છો.

9- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ કેન્ડી રેડી થઈ ગઈ છે હવે બ્લુબેરી જે આપણે મૂકી હતી તે પણ સરસ થઈ ગઈ છે અને હવે રોઝ સીરપ વાળી તેનો કલર તો એકદમ સરસ દેખાય છે જે તમે જોઈ શકો છો.

10- હવે આ ઠંડી ઠંડી લોલીસ રેડી છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *