ચટપટા બટાકા પૌવા – ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો એકવાર આ રીતે બનાવજો ઘરમાં બધા ખુશ થઇ જશે…

આજે આપણે નવો નાસ્તો નવા સ્વાદ માં ચટપટા બટાકા પૌવા બનાવીશું.આ આપણા ગુજરાતી ઓ નો ફેવરીટ નાસ્તો છે.ગરમા ગરમ બટાકા પૌવા બનાવીશું.આ બાળકો ના પણ ફેવરીટ હોય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • પૌવા
  • લીલા મરચા
  • સીંગદાણા
  • મીઠા લીમડાના પાન
  • તેલ
  • રાઈ
  • બટેકા
  • ડુંગળી
  • લીંબુ
  • ખાંડ
  • કોથમીર
  • દાડમ
  • ઝીણી સેવ

રીત

1- સૌથી પહેલા બટાકા પૌવા બનાવવા માટે બે કપ પૌવા લઈશું.જ્યારે પૌવાની પસંદગી કરતી વખતે થોડા જાડા પૌવા લેવાના છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. પાતળા પૌવા નથી લેવાના જો તમે પાતળા પૌવા લેશો તો પાણી માં એકદમ લોચો થઈ જશે.અને પૌવા પલાળીયા પછી એકદમ છુટા છુટા થઈ જશે.

2- આ પૌવા બનશે ત્યારે પણ છુટા છુટા બનશે.તો સૌથી પહેલા પૌવા ને ધોઈ લઈએ પૌવાને ધોવા કે પલાળવા માટે કાણા વાળો વાડકો લેવાનો છે.તેને પાણી માં ડુબાડી ને નથી ધોવાનો.તેને કાણા વાળા વાડકા માં પહેલા લઈ લઈશું.અને તેને પાણી થી તેમાં જ ધોઈ લેવાના છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

3- હવે તેને બીજી વખત પાણી થી ધોઈ લઈશું.ધોતી વખતે તેને સેજ પણ દબાવવાના નથી.હવે સરસ ધોવાઈ ગયા છે હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે.આપણે બટેકા વઘારી શું ત્યાં સુધી પૌવા કોરા થઈ જશે.હવે બટાકા પૌવા બનાવવા માટે એક પેન મૂકી દીધું છે.

4- ગેસ આપણે ધીમો રાખીશું.હવે તેમાં બે ચમચી તેલ નાખીશું.હવે તેમાં એક નાની ચમચી રાઈ એડ કરીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.ત્યારબાદ બે ચમચી સીંગદાણા નાખીશું.હવે તેને સાંતળી લઈશું.હવે તીખાશ પ્રમાણે બે લીલા મરચા નાખીશું.હવે તેને પણ અડધી મિનીટ માટે સાંતળી લઈશું. હવે આપણે એક ડુંગળી ને ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું.

5- હવે તે એકદમ સરસ ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું.ગેસ આપણે ધીમો રાખીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે તો તેમાં આપણે મસાલા કરી લઈશું.હવે અડધી ચમચી હળદર નાખીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ એક મોટો બટેકા ને ઝીણા સમારીને એડ કરીશું.

6- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. અને ગેસ ધીમો જ રાખીશું.અને તેલ માં બટાકા ને કુક થવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણાં બટેકા સરસ ચડી ગયા છે આપણે એક બટેકા ને ચેક કરી લઈશું.અને સુગંધ પણ સરસ આવે છે,હવે પૌવા પણ એકદમ સરસ છુટા થઈ ગયા છે તો તેમાં એડ કરીશું.

7- હવે તેમાં લીંબુ નો રસ એડ કરીશું. તેને બહુ હલાવવાના નથી.હવે તેમાં એક ચમચી ખાંડ નાખીશું.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું,એકદમ હલકા હાથે મિક્સ કરીશું.હવે તેને ઢાંકીને કુક કરી લઈશું.તેને વધારે નથી કુક કરવાનું તેને એક મિનિટ માટે જ કુક કરી લઈશું.

8- હવે એક મિનિટ થઈ ગઈ છે ને ચેક કરી લઈશું કે ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. આપણા બટેકા પૌવા રેડી થઈ ગયા છે તમે સવાર ના અથવા બ્રેક ફાસ્ટ માં તમે લઈ શકો છો.ડિનર માં પણ તમે ખાઈ શકો છો એકદમ ઝડપ થી બની જાય છે.

9- હવે તેમાં કોથમીર એડ કરીશું. આપણા ગુજરાતી ઓ ના ઘર માં તો આ બનતા જ હોય છે હવે ગેસ બંધ કરી ગરમા ગરમ બટેકા પૌવા ને સર્વે કરીશું.હવે પૌવા પર ઝીણી સેવ નાખીશું.ગાર્નિશ કરીએ ત્યારે ખૂબ સરસ લાગે છે હવે આ સ્ટેજ પર થોડા દાડમ ના દાણા નાખીશું.

10- તમે કાજુ અથવા દ્રાક્ષ પણ નાખી શકો છો.તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને લીલા ધાણા થી ગાર્નિશ કરીશું.અને ગરમા ગરમ પૌવા સાથે સર્વે કરીશું.હવે તમે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *