બેસન કોકોનટ કુકીઝ – દેશી કુકીઝ અને વિદેશી કુકીઝનું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન…

આપણા અહીંના દેશી કુકીઝ એટલે કે નાનખટાઇ અને વિદેશી કુકીઝનું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન છે. અને બનાવવામાં એટલા જ આસાન… જો ઓવન ના હોય તો એલ્યુમિનિયમ કે નોનસ્ટીક કઢાઇમાં 500 ગ્રામ મીઠું લઇ એક સ્ટેન્ડ મૂકી તેનું ગેસ ઓવન બનાવી શકાય. ઓવન કરતા ગેસ પર થોડોક વધારે સમય લાગશે..

સમય: 45 મિનિટ, 40-45 નંગ બનશે…

ઘટકો:

  • • 300 ગ્રામ(1 & 1/2 કપ) મીઠા વગરનું બટર
  • • 200 ગ્રામ(1 & 1/2 કપ) આઇસીંગ સુગર
  • • 250 ગ્રામ(1 & 3/4 કપ) મેંદો
  • • 150 ગ્રામ(1 & 1/2 કપ) બેસન
  • • 50 ગ્રામ(1/4 કપ) મિલ્ક પાઉડર
  • • 10 ગ્રામ(2 ટીસ્પૂન) બેકિંગ પાઉડર
  • • 100 ગ્રામ(1 & 1/4 કપ) કોપરાનું ખમણ
  • • ચપટી ઇલાયચી પાઉડર

🔸️ગાર્નિશિંગ માટે,

  • • 8-10 બદામ
  • • 2 ટીસ્પૂન બટર
  • • 4 ટીસ્પૂન આઇસીંગ સુગર
  • • 2 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ
  • • 2 ટીંપા ગુલાબી ફૂડ કલર

પધ્ધતિ:

1️⃣સૌથી પહેલા એક બાઉલમાં મેંદો, બેસન, મિલ્ક પાઉડર અને બેકિંગ પાઉડર મિક્સ કરી ચાળીને લેવો. તેમાં ઇલાયચી પાઉડર ઉમેરવો.

2️⃣હવે બીજા બાઉલમાં બટર અને આઇસીંગ સુગર લઇ હેન્ડ વ્હીસ્કરથી બરાબર ફ્લફી થાય ત્યાં સુધી બીટ કરવું(ફીણવું). પછી તેમાં લોટનું મિશ્રણ ઉમેરી સ્પેચ્યૂલાથી કટ એન્ડ ફોલ્ડ મેથોડથી મિક્સ કરવું.

3️⃣પછી તેમાં કોપરાનું ખમણ ઉમેરી હાથેથી મિક્સ કરી લોટ જેવું બાંધી લેવું. આટલા બટરમાં સોફ્ટ સરસ લોટ બંધાઇ જશે. સહેજ પણ દૂધ ના ઉમેરવું. બેસન છે તો દૂધથી લોટ ચીકણો થઇ જશે અને કુકીઝ ફૂલશે નહીં. ઓવનને 160° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું.

4️⃣લોટમાંથી નાના ગોળા વાળી વચ્ચે આંગળીથી દબાવીને કે કાંટાથી દબાવીને ડિઝાઇન બનાવવી. બધા ગોળાને થોડું અંતર રાખી બેકિંગ ટ્રેમાં ગોઠવી દેવા.

5️⃣પ્રિહિટેડ ઓવનમાં ટ્રે ગોઠવી 15-20 મિનિટ માટે બેક કરવા. ગરમ હશે ત્યારે થોડાક નરમ હશે. બહાર કાઢી ગ્રીલ ટ્રે પર મૂકી અડધા કલાક માટે ઠંડા કરી લેવા.

6️⃣ગાર્નિશિંગ માટે, એક નાના બાઉલમાં બટર અને આઇસીંગ સુગર મિક્સ કરી બટરક્રીમ બનાવવું. બદામના ફાડા કરી લેવા. કોપરાના છીણમાં ગુલાબી કલર નાખી મિક્સ કરી લેવો. જેથી કોપરાનું છીણ ગુલાબી કલરનું થઇ જાય…

7️⃣દરેક કુકી ઉપર 1/4 ચમચી જેટલું બટરક્રીમ મૂકી ઉપર બદામની ફાડ દબાવવી. અને પછી બટરક્રીમ પર બદામની ચારેબાજુ ગુલાબી કોપરાનું છીણ ગોઠવવું. બધા કુકીઝ આ રીતે તૈયાર કરી લેવા. બિલકુલ ઠંડા થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લેવા. નાસ્તામાં ચા સાથે કે એમ જ સરસ લાગે છે. 6-7 દિવસ સુધી બહાર સારા રહેશે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *