બાળકો ના મનપસંદ ચોકોસ – હવે બહારથી તૈયાર પેકેટ લાવવાની જરૂરત નથી બનાવો સરળ રીતે…

આજે આપણે બનાવીશું બાળકો ના મનપસંદ ચોકોસ. બાળકો નું નામ આવતાં મમ્મી ઓ ને ચિંતા એ થાય કે તેને બરાબર ખાધું હસે કે નઈ અને બીજી ચિંતા એ થાય કે અને તેને હેલ્ધી ખાધું હશે કે નહીં. આ બને ચિંતા નું સમાધાન કરતી આજે આપણે એક એવી રેસિપી જોવાના છે કે બાળકો માગી ને ખાશે પણ તેને વગર ચિંતા એ તેને ખવડાવી શકશો. આજે આપણે ચોકોસ ની રેસિપી ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકો તે જોઈશું.

સામગ્રી

  • નાચણીનો લોટ
  • ઘઉંનો લોટ
  • ચોકલેટ પાવડર
  • બ્રાઉન સુગર
  • દૂધ
  • કાજુ, બદામ નો પાવડર
  • ઘી

રીત

1- સૌથી પહેલા નાચણી નો લોટ એક કપ લઈશું. આ લોટ ગુલાબી કલરનો હોય છે. ત્યારબાદ પા કપ ઘઉં નો લોટ લઈશું.જે રોટલીમાં યુઝ કરીએ છીએ તે. ત્યારબાદ એક કપ કાજુ,બદામ નો પાવડર છે લઈ લઈશું.

2- હવે નાના બાળકો ને પસંદ પડે તેના માટે ત્રણ ચમચી ચોકલેટ પાવડર એડ કરીશું. હવે આપણે ચાર ચમચી બ્રાઉન સુગર લઈશું. તમે ગોળ પણ લઈ શકો છો. હવે તેની અંદર બે ચમચી ઘી ઉમેરી શું.

3- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આને તમે બે રીતે બનાવી શકો છો. અત્યારે આપણે ઓવન માં બનાવીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે. અહીંયા આપણે ઓવન ને પ્રી હીટ કરવા મૂકી દીધું છે.

4- હવે આપણે લોટ દૂધ થી બાંધવાનો છે.તો થોડું થોડું દૂધ એડ કરતા જઈશું. અને લોટ બાંધી લઈશું. નાચણી નો લોટ નાના બાળકો માટે ખૂબ જ સારો છે. જે કેલ્શિયમની જરૂરિયાત છે. તે આમાં થી મળી રહે છે. આ લોટ ખૂબ જ ફાયદાકારક છે.આ લોટ ને સરસ રીતે બાંધી લઈશું. હવે લોટ સરસ બંધાઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- આ લોટ બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહી તેવો બાંધી લેવાનો છે. હવે આપણે બેકિંગ ટ્રે લઇ લઈશું.તેની પર ઘી લગાવી લઈશું.હવે નાના નાના લૂઆ બનાવી ચોકોસ નો સેપ આપી દઈશું. તેને અંગુઠા ની મદદ થી સેપ આપીશું. તમે બીજા સેપ માં પણ બનાવી શકો છો. આ રીતે બધા જ ચોકોસ બનાવી લઈશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે ઘણા ચોકોસ બનાવી લીધા છે એકદમ બહાર મળે તેવા જ બન્યા છે. આપણે આ ઘરે બનાવેલા છે એટલે નાના બાળકો ખાય તોય ચિંતા નથી થતી. ઘણી વાર એમ થાય કે કોઈ રેસિપી ગમી જાય ત્યારે આપણે બનાવીએ છે ત્યારે તેની રેસિપી ની લીંક નથી મળતી. પણ તમે સબસ્ક્રાય કરશો તો તમને નવી નવી રેસિપી જોવા મળશે.

7- હવે બધા જ ચોકોસ બની ગયા છે. હવે આપણે 15 મિનિટ માટે ઓવન માં મૂકી દઈશું.હવે પ્રી હીટ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ચોકોસ થઈ ગયા છે. હવે ઠંડા થવા દઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ચોકોસ ઠંડા થઇ ગયા છે. અને સરસ અવાજ પણ આવે છે. અને એકદમ ક્રિસ્પી પણ થયા છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેને ઓવન વગર પણ બનાવી શકો છો.

9- હવે આપણે જોઈશું કે દૂધ જોડે કઈ રીતે સર્વે કરાય. આ ચોકોસ નાના બાળકો માટે પણ અને મોટા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ તમે સવારે નાસ્તા માં ખાશો તો તમને પણ નાચણી ના ફાયદા મળશે.તો તમે પણ ટેસ્ટી હેલ્દી એવા ચોકોસ ઘરે જરૂર થી ટ્રાય કરજો.

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *