રોટલી અને પાપડનો ક્રિસ્પી ચટપટો ચેવડો – વધેલી રોટલીમાંથી બનાવી શકશો આ ટેસ્ટી નાસ્તો…

કેમ છો મિત્રો? દરરોજ નાસ્તામાં બધાની અલગ અલગ ફરમાઈશ હોય છે. ઘણીવાર તો શું નાસ્તો બનાવવો એ પણ મૂંઝવણ હોય છે. હવે તમારા ઘરમાં પણ ઘણીવાર રોટલી તો વધતી જ હશે ને? તો આજે આપણે બચેલી રોટલી અને પાપડનો ક્રિસ્પી ચટપટો ચેવડો બનાવવાની રીત જોઈશું. આ ચેવડો ઘરમાં બધાને પસંદ આવશે. એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે. જો તમે હજી મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો અહીંયા ક્લિક.


સામગ્રી

  • રોટલી
  • પાપડ
  • સીંગદાણા
  • કાજુ
  • કોપરું
  • લીલા મરચાં
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • આમચૂર પાવડર
  • ખાંડ
  • મીઠું
  • લાલ મરચું
  • તલ
  • તેલ

રીત-

1- સૌથી પહેલાં ચાર બચેલી રોટલી લઈશું. હવે તાવડી ને ગરમ કરવા મૂકી દઈશું.હવે તેમાં રોટલી મૂકી દઈશું.હવે ભાખરી પ્રેશ કરવાનું આવે છે.તેના થી પ્રેસ કરતા જવાનું અને ખાખરો બનાવી લઈશું.


2- ખાખરા ઠંડા થાય એટલે તેના નાના નાના ટુકડા કરી લઈશું.અને સાથે અડદ ના પાપડ લઈ લઈશું.તેને શેકી લીધો છે.અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે.હવે કડાઈ માં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું.

3- હવે તેમાં બે લીલા મરચા ના ટુકડા કરી લઈશું.અને સાત થી આઠ મીઠા લીમડાના પાન એડ કરીશું.ત્યારબાદ એક કપ સીંગદાણા નાખીશું.હવે મિક્સ કરી લઈશું.ત્યારબાદ સાત થી આઠ કાજુ ના ટુકડા નાખીશું.

4- હવે તેમાં થોડા કોપરા ના ટુકડા નાખીશું.હવે બધી વસ્તુ ને એક મિનિટ માટે સાંતળો.હવે તેમા બે ચમચી તલ નાખીશું.હવે અડધી ચમચી હળદર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.

5- હવે તેમાં પાપડ અને ખાખરા ના ટુકડા કર્યા છે.તે એડ કરીશું.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે એક ચમચી આમચૂર પાઉડર નાખીશું.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે એક ચમચી દળેલી ખાંડ નાખી શું.

6- હવે બધી વસ્તુ ને ધીમા ગેસ પર મિક્સ કરી લઈશું.હવે ધીમે ધીમે ચમચા થી પ્રેસ કરીશું.હવે એકદમ તૈયાર છે ક્રિસ્પી એવો ચટપટો પાપડ નો ચેવડો.આ તમે એર ટાઈટ ડબ્બા માં ભરી ને એક મહિના સુધી ખાય શકો છો.તો આ નમકીન ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *