ડાયટની નવી પરિભાષા – Episode- 5 આપણું ભાણું બેસ્ટ ડાયટ ફૂડ ફોર લંચ…

“ડાયટ ની નવી પરિભાષા”- Episod-5 આપણું ભાણું બેસ્ટ ડાયટ ફૂડ ફોર લંચ.આ રીતે ફોલો કરવાથી વજન માં ઘટાડો થશે ખરો.હા ચોક્કસ થશે વિશ્વાસ રાખજો.અને તમે વધારે સારા હેલ્ધી પણ થશો.એટલે કે તમને થાક લાગતો હોય.જો તમે આ ડાયટ ફોલો કરશો તો તમારું વજન પણ ઘટશે. એની સાથે સાથે એનર્જી હાઈ થશે.અને જો આ રીત ની રેસિપી બનાવશો.આ વાનગીઓ ઘરે બનાવશો તો તમે જ નઈ તમારું ફેમિલી પણ હેલ્ધી રહેશે.તો ચોક્કસ થી ફોલો કરજો.

1- આજે આપણે લઈશું.આપણું ભાણું એટલે કે લંચ અને ડિનર હવે તેમાં આપણે શું બનાવવાનું હમેશા આપણે લંચ બનાવતા હોય એ ત્યારે ફૂલ ડિસ બનાવતા હોય છે.અન જ્યારે ડાયટ કરવાનો વિચાર કરીએ ને ત્યારે આપણે એમ થાય કે ઓ હો આટલું બધું એક સાથે ખાસુ તો એમ થાય કે વજન થોડું ઘટવાનું છે.આવું થાય છે ને તમને?પણ આપણું ભાણું જે છે. તેમાં રોટલી,દાળ,શાક,સલાડ,પાપડ,ભાત,છાસ આ બધું જ આવતું હોય છે.અને આ બધા નું કોમ્બિનેશન જ્યારે થાય છે.ત્યારે એક પરફેક્ટ ભાણું તૈયાર થતું હોય છે. કે આ ભાણું ખાવાથી વજન ઘટે ખરું.

હા ચોક્કસ થી ઘટે પણ કઈ રીતે કરવાનું છે અને શું ખાવાનું છે તે જોઈશું.તો જ્યારે પણ તમે વિચાર કરશો ને આપણું ભાણું તૈયાર કર્યું છે તે કોણે કર્યું છે.એટલે કે આપણે ગુજરાત માં રહીએ છે એટલે આપણા ભાણા માં ગુજરાતી શાક આવે અને આખું ગુજરાતી ભાણુ આવે.એની સાથે પંજાબ માં રહેતા હોય તો પંજાબી ભાણું આવે.તો અલગ અલગ પ્રદેશ ની અલગ અલગ વાનગીઓ પીરસાતી હોય છે.અને તે ભાણું તે પ્રદેશ માટે બેસ્ટ છે.

આ વરસો થી ચાલ્યું આવ્યું છે.તમે કે મે નથી બનાવ્યું.ભાણા માં મેન રોટલી હોય છે.જ્યારે આપણે ડાયટ ઉપર જઈએ ત્યારે રોટલી કટ કરીએ કાતો અત્યારે એવું ચાલે કે રોટલી અને ભાત બન્ને કટ કરી દેતા હોય છે.પણ ખરેખર એવું નથી હોતું તમે જે પણ ભાણું સિલેક્ટ કરો છો.આપણે અત્યારે ગુજરાતી ની વાત કરીએ છે.એટલે રોટલી અને ભાત બન્ને પણ ખાઈ શકીએ છે.એકસાથે એટલે કે કેટલા પ્રપોસન માં હોય.તમારે કેટલું ખાવું જોઈએ.તમે કઈ રીતે ખાવ તેની પર ફોકસ કરીશું.જો તમે ત્રણ રોટલી ખાવ તો શું કરવાનું છે કે સૌથી પહેલા ભાણામાં એક રોટલી લેવાની છે. અને એક રોટલી ને ધીમે ધીમે તમે ચાવીને ખાવ અને તેની સામે શાક લો દાળ લો,સલાડ,પાપડ અને રાયતું આ બધું જ ખાવ.

અને એક રોટલી ખાધા પછી એવું લાગે કે ના હજુ પણ ભૂખ છે તો ધીમે ધીમે ખાસો તો અહેસાસ થશે કે મને ભૂખ છે કે નથી.પણ તમારે રૂટિન ભાણા માં ત્રણ રોટલી લીધી અને ફટાફટ જમવાનું ચાલુ કરી દીધું. તો તમને ખ્યાલ પણ નઈ આવે કે આ ત્રણ રોટલી મારા માટે વધારે છે કે ઓછી છે. તો તમે જ્યારે આવી રીતે જમશો ત્યારે તમે પરફેક્ટ જમશો. અને તેની સાથે સાથે તેના સ્વાદ ને પણ ઓળખશો.કે રોટલી નો સ્વાદ કેવો છે.આપણે હંમેશા રોટલી નો સ્વાદ બવ નથી મેજર કરતા હોતા રોટલી સાથે શાક છે.તેની સાથે સલાડ છે અથાણું છે.તેનો સ્વાદ વધારે લેતા હોય છે.

2- આમ કરવાથી તમારું વજન શોર્ટ ટાઈમ માં તમારું વજન ઘટશે.પણ લાંબા ગાળે તે નુકશાન કારક છે.કારણકે પૂરતા પ્રમાણમાં જોઈએ એવા વિટામિન જોઈએ છે તે મળતા નથી.આપણે હંમેશા જમવા બેસીએ ત્યારે આપણું ભોજન છે તે પ્રોટીન ચરબી તેમાં ડીવાઈટ કરી દેતા હોય છે.અને આમાં ફેટ વધારે છે.આ ના ખવાય મારા થી એવું આપણે વિચારતા હોય છે.પણ જો આનંદ થી કે ખુશી થી તમારું જમવાનું જમસો તો ચોક્કસ થી તમારું વજન ઘટશે.અને હમેશા રોટલી કોરી નઈ ખાવાની ઘી લગાવી ને જ ખાવાની.કારણકે એવા તત્વો રહેલા છે.

જે તમારા માં રહેલા ફેટ એટલે કે ચરબી ને ઘટાડે છે.હમેશા આપણે જોતા આવ્યા છે કે વડીલો એવું કહેતા હોય છે કે દેવું કરી ને પણ ઘી ખાવું જોઈએ.એમ નમ તો આ કહેવત નઈ આવી હોય ને? તો તેની પાછળ નું આજ કારણ છે કે ઘી ખાલી ને ખાલી ટેસ્ટ માં જ સારું છે તેવું નથી ટેસ્ટ તો વાનગી નો વધારે છે.પણ તેની સાથે સાથે હાડકા જે છે બધું જ મજબૂત કરે છે.એટલા માટે ઘી પણ લેવું જ જોઈએ.એટલે તમે આ રીતે રોટલી ખાજો.

3- હમેશા યાદ રાખો કે વજન ઘટાડવા નું લોંગ પ્રોસેસ હોવી જોઈએ.એવું ઇચ્છતા હોય કે પાચ kg વજન ઘટાડવું.અને બે મહિના બે kg વજન ઘટાડી લવ તો આ વસ્તુ ખોટી છે.જો આ રીતે ડાયટ પ્લાન ફોલો કરશો ને તો તમારું વજન ઘટશે તો ખરું તેની સાથે વજન વધારે વધી જશે.આવા ઘણા બધા ને અનુભવ થયેલા હસે.કે એક ટાઈમે એટલું બધું ફાસ્ટ વધે છેને કે દસ કિલો કે પંદર કિલો વજન ઘટી જાય છે.પણ જ્યારે તમે નોર્મલ ડાયટ ઉપર આવો છો ને કે આવું કાયમ માટે નથી કરી શકવાના.

એક ટાઈમ તો એવો આવશે.કે ના હવે માટે ડાયટ નથી કરવું.હું નોર્મલ ફૂડ ખાઇસ.જે પેહલા હતું તેના થી ડબલ વજન વધુ જશે.અને જ્યારે પણ ડાયટ કરવા ઈચ્છતા હોય ત્યારે એવો વિચાર ના રાખવો કે વજન ઘટાડવું છે કે મારે વજન ઘટાડી ને બે કિલો કે ત્રણ કિલો ઘટાડી ને કે લોંગ પ્રોસેસ દિવસ દરમિયાન દસ ટકા લેસ થવો જોઈએ.એટલે કે સીતેર ટકા એટલે કે સાત ટકા એટલે કે સાત કિલો વજન ઘટવું જોઈએ.

4- વજન ઘટે એ તમને વર્ષ દરમિયાન ખબર પડશે.હવે રોટલી પછી વારો આવે છે.ભાત નો આપણે હંમેશા એમ વિચારીએ કે રોટલી ખાવાની છે એટલે ભાત નથી ખાવાનો.અને ઘણા ને ભાત બહુ જ ભાવતો હોય છે.એવું નથી કરવાનું ભાત પણ થોડા પ્રમાણમાં લો.તમે લેતા હોય તેના થી ઓછા પ્રમાણમાં ભાત લો.અને તેની સાથે દાળ લો.દાળ અને ભાત એ સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે.કારણકે તેમાં પ્રોટીન જે છે તે સારા એવા પ્રમાણમાં મળે છે.જે દાળ અને ભાત જે છે તે સૌથી હલકો ખોરાક છે.તમે જોજો જ્યારે કોઈ બીમાર માણસ હસે ને તેને આપણે ભાત આપતા હસુ.એટલે ભાત ની કોઈ પણ વાનગી તેને ખવડાવતા હસુ.

ભાત પચવામાં હલકો છે.હવે એવી રીતે શાક અને દાળ નો છે.એવું નથી કે અમુક લોકો સુ કરતા હોય છે.કે કાચું પાકું શાક બનાવે બહુ બધા મસાલા નથી નાખતા.અને તેલ તો નાખતા જ નથી.કારણકે તેલ તો ના જ ખવાઈ.તેલ વધારે પ્રમાણ માં ન હોવું જોઈએ.જ્યારે આપણે થાળી માં લઇ એ તેલ ના રેલા ઉતરતા હોય.

તેલ નું માપ પણ પ્રમાણસર હોવું જોઈએ.એ સ્વાદ વધાર નારું છે.અને હમેશા જ્યારે તમે તેલ ને ગરમ કરો શાક બનાવતી વખતે એટલું વધારે ગરમ નઈ કરવાનું કે જેથી કરી ને તમાં રહેલા એસિડ ના તત્વો છે તે નાશ પામે.એના માટે શું નાખીએ છે કે તેમાં રાય નાખીએ રાય ફૂટે તેટલું તેલ ગરમ કરીએ.અને પછી તેની અંદર વઘાર કરો.

5- આ વઘાર તમે ઉકળતા તેલ માં કરશો તો તે બળી જશે.શાક અને દાળ સ્વાદ નઈ આપે.એટલે હમેશા ધ્યાન રાખો શાક અને દાળ માં તેલ ઉમેરો.પણ ચોક્કસ માપ ધ્યાન માં રાખી ને લેવાનું છે.અને હા ઘણાં ના ઘર માં એવી હેબીટ હોય છે કે ઉપર થી તેલ નાખે.તો તેવું નઈ કરવાનું.તેમ કરવા થી શું થશે.કે તેલ કાચું ઉમેરશો તો તેલ તરવા લાગશે.અને તે તેલ ખાવામાં ઉપયોગ તો નુકશાન કરવાનું છે એટલે તેલ જરૂરી છે પણ બવ જે વધારે પ્રમાણમાં નઈ.

હંમેશા જ્યારે તમે ડાયટ કરતા હોય કે ના કરતા હોઈ ત્યારે આ નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખવાનું.તો હમેશા આપણી સંસ્કૃતિ છે કે આપણો વારસો છે કે આપણું ભાણું છે એને તમે પકડી ને ચાલશો ને તો તમારું વજન ચોક્ક્સ થી ઘટશે.અને તે બાઉન્સબેક થઈને વધશે નહીં.એક દિવસ બેસી ને એક મેનુ બનાવી લો.એક દિવસ તુવેર દાળ બનાવવાની છે.એક દિવસ મગ ની દાળ બનાવવાની છે.તેવી રીતે મેનુ તૈયાર કરવાનું છે. તો હંમેશા તમે આવું ફુલ મિલ જમજો. મનમાં એવો સહેજ પણ સંકોચ ન રાખતા કે આખું ભાણું જમું છું તો મારું વજન ઘટવાનું જ નથી. પણ એવું નથી.તમારું વજન ચોક્કસથી ઘટશે.

આપણે અથાણાંને પણ નથી ખાતા હોતા કારણ કે તેમાં તેલ મીઠું વધારે હોય છે.પણ તેના કારણે તેની અંદર એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે કે સારા બેક્ટેરિયા કે જે આપણા શરીરની અંદર જવા થી જે બીજા ખરાબ બેક્ટેરિયા છે તેનો નાશ કરે છે.એટલા માટે હેલ્થ જે છે તે બેલેન્સ રહે છે. અમુક પ્રકારના રોગો નથી થતા હોતા. અથાણું ઘરે જ બનાવેલું હોવું જોઈએ. આપણું ભાણું રોજે રોજ જમોને તો કંઈ જે તકલીફ નથી પડતી. તો તમે આ ડાયટ એક નવી પરિભાષા ને ચોક્કસથી ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *