નવા સ્વાદનું ટીંડોળા નું શાક – એક ના એક શાક થી કંટાળ્યા હો તો આ રીતે બનાવી જોજો

આજે આપણે નવા સ્વાદનું ટીંડોળા નું શાક બનાવીશું.જો તમે એક ના એક શાક થી કંટાળ્યા હોય તો આ રીતે એકવાર ચોક્કસથી બનાવી જોજો. આપણા ગુજરાતી ઓ ના ઘર માં ટીંડોળા નું શાક તો બનતું જ હોય છે પણ દરેક ના ઘર ની આગવી રીત હોય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ટીંડોળા
  • બટેકા
  • સીંગતેલ
  • મેથી ના દાણા
  • રાઈ
  • હીંગ
  • હળદળ
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • ગોળ
  • લસણ
  • ધાણાજીરું પાવડર
  • મેથીયા નો મસાલો
  • લીલા ધાણા

રીત

1- હવે આપણે અહીંયા ૫૦૦ ગ્રામ ટીંડોળા લઈશું.અને તેને ઊભા કટ કરી લઈશું,તેને પાતળા પાતળા કટ કરી લઈશું,તમે એકલા ટીંડોળા નું શાક બનાવી શકો છો, આમાં બટેકા ઉમેરો તો પણ સરસ લાગે છે.તો અહીંયા આપણે બટેકા ને પણ પાતળા અને લાંબા સમારી લઈશું.

2- હવે આપણે ત્રણ ચમચી તેલ લઈશું, અહીંયા આપણે સીંગતેલ લીધું છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ એડ કરીશું.હવે તેમાં અડધી ચમચી મેથી ના દાણા નાખીશું.

3- હવે અડધી ટી સ્પૂન જેવી હીંગ એડ કરીશું, ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું જેના કારણે કલર બહુ સરસ આવે છે હવે તેમાં સમારેલું શાક એડ કરી લઈશું.

4- યાદ રાખવાનું કે તેલ બહુ ગરમ ના હોવું જોઈએ અને ગેસ બહુ ફાસ્ટ ના હોવો જોઈએ હવે બધું શાક સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પણ થોડું જ એડ કરીશું તેનું કારણ પછી જોઇશું હવે તેને ઢાંકી ને કુક કરી લઈશું.

5- હવે ઢાંકણ ઉપર થોડું પાણી મુકીશું અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો હવે આ શાક અધકચરું ચડી ગયું છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે શાક નો કલર પણ બદલાઈ ગયો છે અને હવે તેમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ છે લસણ,અહીંયા આપણે લસણ ને લાંબુ લાંબુ કટ કરી લીધું છે.

6- આપણે અહીંયા શરૂઆત માં નથી એડ કર્યું કારણકે તેનો સ્વાદ એટલો સરસ નથી આવતો એટલે તેને છેલ્લે એડ કરવાનું,શાક ચડવા આવે એટલે લસણ ને આ રીતે સાંતળી લેવાનું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે બધું મિક્સ કરી લઈશું.

7- હવે આપણે બે ટી સ્પૂન ધાણજીરુ પાવડર એડ કરીશું, ત્યારબાદ બે ટી સ્પૂન મેથીયાં નો મસાલો એડ કરીશું આ મસાલા માં મીઠું હોય છે જેથી આપણે પહેલા ઓછું નાખ્યું.આ મસાલો શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો આ સામગ્રી એડ કરશો તો એટલું ટેસ્ટી બનશે ટીંડોળા નું શાક,એક નું એક ટીંડોળા નું શાક ખાઈ ને કંટાળ્યા હોય ત્યારે આ રીત નું તમે બનાવી શકો છો.

8- હવે એક ટેબલ સ્પૂન આપણે તેમાં ગોળ એડ કરીશું,ગોળ એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે સરસ મિક્સ કરી ગોળ ઓગળે ત્યાંસુધી ઢાંકી ને રહેવા દઈશું.અને આપણા ટીંડોળા થોડા ચડવા ના બાકી હતા તો તે પણ ચડી જશે.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ ટીંડોળા નું શાક ચડી ગયું છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે આ ટીંડોળા નું શાક તમે જરૂર થી બનાવજો અને આ શાક ખૂબ જ સરસ દેખાય છે.તો આ એક નવી રીત નું શાક ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *