ટીંડોરા- બટેટાનું શાક – હવે જયારે પણ બનાવો તો આવીરીતે બનાવજો ઘરમાં બધા ખુશ થઇ જશે…

ટીંડોરા- બટેટાનું શાક :

સામાન્ય રીતે બધા લોકોને ટીંડોરાનું શાક ભાવતું હોતું નથી. તેમાંયે બાળકો તો બિલકુલ આ શાક ખાવાનું એવોઈડ જ કરતા હોય છે. હું અહી આપ સૌ માટે ખુબજ ટેસ્ટી એવું ટીંડોરા- બટેટાનું શાક બનાવવાની રેસીપી આપી રહી છું. જેમાં સાથે બટેટાની ચિપ્સ ઉમેરીને ઓનિયન અને લસણનાં ટેસ્ટ સાથે થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યું છે. જે બાળકો તેમજ ઘરના બધા લોકોને ખુબજ ભાવશે. રસોડામાંથી જ મળી જતી બધી સામગ્રીઓમાંથી બની જતી મારી આ ટેસ્ટી રેસીપી તમે પણ ચોક્કસથી ફોલો કરીને બનાવજો. ટીંડોરા- બટેટાનું શાક ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે લંચ કે ડીનરમાં ખુબજ અનુકુળ આવશે.

ટીંડોરા- બટેટાનું શાક બનાવવા માટેની સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ટીંડોરા- ફ્રેશ, લાંબા, પાતળા
  • ૩ બટેટા
  • ૫ ટેબલ સ્પુન ઓઈલ
  • પિન્ચ હળદર પાવડર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૧/૨ કપ પાણી
  • ૧ ટેબલ સ્પુન વ્હાઈટ તલ
  • ૭-૮ મીઠા લીમડાના પાન

૨૫૦ ગ્રામ ટીંડોરાને પાણીથી ધોઈને બન્ને બાજુથી જરાજરા કટ કરી ઉભી, પાતળી ચિપ્સ કાપી પ્લેટમાં મુકો.

સાથે ૩ નાના બટેટાની છાલ પીલ કરીને પાણીથી ધોઈ લ્યો. ત્યારબાદ તેની પણ પાતળી ચિપ્સ કાપી લ્યો.

શાક માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી :

  • ૪ ટેબલ સ્પુન ફોતરા કાઢેલી અધકચરી કરેલી શેકેલી શીંગ
  • ૧ ઇંચ આદુનાં ટુકડા
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૧ ૧/૨ ટી સ્પુન કાશમીરી લાલ મરચું પાવડર
  • ૧ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • ૧/૨ ટી સ્પુન આમચૂર મસાલો
  • ૧ ટેબલ સ્પુન ગોળ
  • સ્વાદ મુજબ સોલ્ટ – મસાલા પુરતું
  • ૬-૭ કળી લસણ
  • ૨ નાની ઓનિયન નાના પીસ
  • ૩-૪ કાપેલા લીલા મરચા

રીત : નાનો ગ્રાઇન્ડર જાર લઇ તેમાં ૪ ટેબલ સ્પુન ફોતરા કાઢેલી અધકચરી કરેલી શેકેલી શીંગ, ૧ ઇંચ આદુનાં ટુકડા, ૧/૨ ટી સ્પુન હળદર પાવડર, ૧ ૧/૨ ટી સ્પુન કાશમીરી લાલ મરચું પાવડર, ૧ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૧/૨ ટી સ્પુન આમચૂર મસાલો, ૧ ટેબલ સ્પુન ગોળ, સ્વાદ મુજબ સોલ્ટ – મસાલા પુરતું, ૬-૭ કળી લસણ, ૨ નાની ઓનિયનનાં નાના પીસ અને ૩-૪ કાપેલા લીલા મરચા ઉમેરી ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લ્યો. આવે તેને બાઉલમાં કાઢી એક બાજુ રાખો.

ટીંડોરા- બટેટાનું શાક બનાવવાની રીત :

એક થીક બોટમડ પેન કે નોન સ્ટિક પેન મીડીયમ ફ્લેમ પર ગરમ મુકી તેમાં ૫ ટેબલ સ્પુન ઓઈલ ઉમેરો. બરાબર ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી તતડાવી લ્યો.

હવે તેમાં પિન્ચ હળદર પાવડર સ્વાદ મુજબ ટીંડોરા- બટેટા પુરતું જ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. મિનીટ સતત હલાવતા રહી કુક કરી લ્યો. થોડી –થોડી વારે સ્પુન વડે હલાવતા રહો. હવે તેમાં ૧ ટેબલ સ્પુન વ્હાઈટ તલ અને ૭-૮ મીઠા લીમડાના પાન ઉમેરી મિક્ષ કરો. હવે તેને ઢાંકીને અધકચરું કુક થાય ત્યાં સુધી કુક કરો.

અધકચરું કુક થાય એટલે તેમાં ખોલીને ૧/૨ કપ પાણી ઉમેરી મિક્ષ કરી ૧ મિનીટ ફરી કુક કરો. તેમાં બબલ દેખાવા લાગે અને ૧ ટેબલસ્પુન જેટલું પાણી બાકી રહે એટલે તેમાં ગ્રાઈન્ડ કરેલી પેસ્ટ ઉમેરો. ટીંડોરા- બટેટા સાથે બરાબર મિક્ષ કરી લ્યો. ૩- મિનીટ માટે ઢાકીને મીડીયમ સ્લો ફ્લેઈમ પર કુક થવા દ્યો. જેથી મસાલા પણ બરાબર કુક થી જાય. વચ્ચે એકાદ વાર સ્પુન વડે હલાવી લ્યો. જેથી બેસી ના જાય. ત્યારબાદ ઢાકણ ખોલો.

શાકમાં બબલ થતા દેખાશે અને મસાલામાંથી ઓઈલ છુટું પડેલું હશે. હવે ઉપરથી કોથમરી સ્પ્રીન્કલ કરી લ્યો. મિક્ષ કરી ફ્લેઈમ બંધ કરી દ્યો.
ટેસ્ટી, ગરમાગરમ ટીંડોરા- બટેટાનું શાક સર્વ કરવા માટે રેડી છે. રોટલી કે પરાઠા સાથે આ શાક સર્વ કરવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. બધાને ખુબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *