ભાખરી બનાવીને લાડુ બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

હિંદુ ધર્મની માન્યતા મુજબ લાડવા, શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. બ્રાહ્મણોની પણ પ્રિય વાનગી ગણાય છે. ગુજરાતમાં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે. તો આજે હું તમને ભાખરી માંથી લાડુ શીખવીશ .

સામગ્રી :

– જરૂર મુજબ પાણી ( હુંફાળું )

– 1 વાડકી ઘઉં નો જાડો લોટ

– 1/2 વાડકી ઘઉં નો લોટ

– 2 ચમચી મોણ ( ઘી અથવા તેલ )

– 1 વાડકી ગોળ

– 1 ચમચી એલચી પાવડર

– 2 ચમચી ખસખસ

– 6 ચમચા ઘી

બનાવા નો સમય :

15 મિનિટ બનાવતાં લાગશે …

રીત :

સ્ટેપ :1

એક પ્લેટ માં ઘઉં નો બંનેવ લોટ લઈ તેમાં મોણ ઉમેરી . ઉફાળા પાણી થી ભાખરી નો કણક બાંધી લેવું .ભાખરી ગોળ વાણી અને વેલણ થી ભાખરી માં ખાડા પાડી માટી ની તાવી પર બંનેવ બાજુ શેકી લેવી .ભાખરી નો કરકરો ભૂકો કરો. એવું લાગે તો મિક્સર જાર માં પણ ભુકો કરી શકો છો .

સ્ટેપ :2

હવે એકમોટા વાસણ માં બધી કોરી સામગ્રી ભેળવી લો. અને સુધારેલો ગોળ પણ ઉમેરી દેવું .હવે ઘી ઉમેરી મિક્સ કરો. ઘી થોડું થોડું કરી ને નાખવું. લાડું વળે એટલું નાખવું. નાના લાડું ને મોઉલ્ડ માં વાળી ઉપર ખસખસ લગાવો. સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ લાડુ નો આનંદ લો.

નોંધ :

તમે એમનેમ ગોળ ની બદલે ઘી અને ગોળ ની પાય ગેસ પર કરી ને પણ ભાખરી માં ઉમેરી શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *