સુરતની સ્પેશિયાલીટી રસાવાળા ખમણ, જાતે જ બનાવો…

સુરતના ખમણ તો તમે બહુ ખાધા હશે પણ સુરતની સ્પેશિયાલીટી એ તેના રસાવાળા ખમણ તો તમારે સુરત જઈને જ ખાવા પડે. પણ હવે એવું નહીં કરવું પડે કારણ કે આજે અમે લાવ્યા છીએ રસાવાળા ખમણની પર્ફેક્ટ રીત.

રસાવાળા ખમણ બનાવવા માટે સામગ્રી

½ કપ ચણાની દાળ

½ કપ તુવેરની દાળ

¼ કપ અડદની દાળ

¼ કપ મગની ફોતરા વગરની દાળ

વઘાર માટે, રાઈ, જીરુ, ચપટી હીંગ, મીઠા લીંમડાના પાન

2 ડુંગળી

2 ટામેટા

1 મીડીયમ કાકડી

2 ટેબલ સ્પૂન કાકડી

3 ટેબલ સ્પૂન તેલ

½ ચમચી લાલ મરચુ પાઉડર

¼ ચમચી હળદર

½ ચમચી ધાણાજીરુ પાઉડર

¼ ચમચી ગરમ મસાલા પાઉડર

1 ટેબલ સ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ

જોઈતી ખટાશ પ્રમાણે લીંબુનો રસ

વાટી દાળના ખમણ બનાવવા માટેનું ખીરુ

½ ચમચી ખીરુ

સુરતના રસાવાળા ખમણ બનાવવાની રીત

સૌ પ્રથમ તમે જેમાં દાળ બાફતા હોવ તે કુકર લેવું. અને તેમાં અરધો કપ ચણાની દાળ, અરધો કપ તુવેરની દાળ, અરધો કપ અડદની દાળ અને અરધો કપ મગની ફોતરા વગરની દાળ લઈ લેવી.

હવે આ બધી જ દાળને બે ત્રણ પાણી વડે વ્યવસ્થિત ધોઈ લેવી. ધોઈ લીધા બાદ તેમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરી દેવું અને તેને અરધો કલાક પલાળી રાખવી.

હવે અરધો કલાક બાદ તેને ગેસ પર મુકી તેની તમે દાળ બાફતી વખતે જેટલી સીટી વગાડતા હોવ તેટલી સીટી વગાડી લેવી. અહીં પાંચથી છ સીટી વગાડવામાં આવી છે. આટલી દાળમાં કુલ પાંચ વ્યક્તિને પિરસિ શકાય છે.

હવે વાટીદાળનું જે ઢોકળા એટલે કે ખમણ બનાવવા માટેનું ખીરુ હોય તે લેવું. અહીં એક મિડિયમ થાળી ઉતરે તેટલું ખીરુ લેવામાં આવ્યું છે.

હવે તેમાં અરધી ચમચી ઇનો ઉમેરવો અને ઇનોને એક્ટિવેટ કરવા માટે તેમાં એક ચમચી પાણી ઉમેરવું. હવે તેને બરાબર એક દિશામા હલાવી લેવું.

હવે આ તૈયાર કરેલા ખીરાને થાળી કે પછી તમારી પાસે જે પણ ઢોકળા પાડવા માટેની ડીશ હોય તેમાં ઉમેરી દેવું. ઉમેરતા પહેલાં ડીશને તેલથી ગ્રીસ કરી લેવી. હવે તેને ઢોકળિયામાં બફાવા માટે મુકી દેવી.

હવે એક પેન લેવું તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરવી. રાઈ થોડી ફુટી જાય એટલે તેમાં થોડું જીરુ, ચપટી હીંગ, મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા.

હવે તેમાં એક મિડિયમ સાઇઝની ડુંગળી જીણી સમારીને વઘારમાં ઉમેરી દેવી. ડુંગળીને તમે સ્કીપ કરી શકો છો. તેના વગર પણ સ્વાદ સારો આવે છે.

હવે તેની સાથે સાથે જ ડોઢ મોટી ચમચી આદુ-મરચ-લસણની પેસ્ટ ઉમેરી દેવી. અને તેને અરધી મીનીટ સુધી સાંતળી લેવી.

હવે અરધી મીનીટ બાદ જ્યારે આદુ-મરચા-લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારે તેમાં એક મિડિયમ સાઇઝનું ટામેટું જીણું સમારીને ઉમેરી દેવું. હવે તેને મિડિયમ ફ્લેમ પર નરમ થવા દેવા.

હવે બે-ત્રણ મિનિટ સુધી ટામેટા સાંતળી લીધા બાદ તેમાં મસાલો કરી લેવો. મસાલામાં અરધી ચમચી લાલ મરચુ, અરધી ચમચી ધાણાજીરુ પાઉડર, પા ચમચી હળદર, પા ચમચી ગરમ મસાલો ઉમેરી દેવા. હવે તેને બરાબર મિક્સ કરીને તેને અરધી મીનીટ સુધી બરાબર સાંતળી લેવું. જેથી કરીને મસાલા વઘારમાં એકદમ બેસી જાય.

હવે બધા મસાલા બરાબર સંતળાઈ ગયા બાદ તેમાં બાફેલી દાળ ઉમેરી દેવી. દાલને પાણી સાથે જ ઉમેરી દેવી. તેને તેમાં બરાબર મિક્સ કરી દેવી. દાળને બરાબર બાફી દેવી. સામાન્ય રીતે બધી જ દાળ બફાઈ ગઈ હશે માત્ર ચણાની દાળ થોડી કડક રહેશે. હવે દાળ ઉમેર્યા બાદ તેની સાથે સાથે જ તેમાં તમને જેવી થીકનેસ જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરી દેવું.

હવે તેમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. દાળ બાફતી વખતે હળદર ક મીઠુ નહોતું નાખવામા આવ્યું માટે એ પ્રમાણે મીઠુ ઉમેરવામાં આવ્યું હતું. તમે પણ તે ધ્યાનમાં રાખીને જ મીઠુ ઉમેરજો.

હવે તેને પાંચ મીનીટ સુધી બરાબર ઉકળવા દેવાની. ગેસની ફ્લેમ મિડિયમ ટુ સ્લો રાખવી. અને દાળને વચ્ચે વચ્ચે હલાવતા રહેવી કારણ કે અડદની દાળ તળિયે ચોંટી જાય છે. હવે પાંચ મીનીટ બાદ તેમાં તમારે જોઈતી ખટાશ પ્રમાણે લીંબુનો રસ ઉમેરવો.

હવે તેમાં તાજી કોથમીરને જીણી સમારીને ઉમેરી દેવી. હવે તેને દાળમાં બરાબર મિક્સ કરી લેવી. તો તૈયાર છે રસાવાળા ખમણનો રસો.

હવે રસો તેમજ ખમણ બન્ને તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વ કરવાનું છે. જેની એક અલગ રીત હોય છે. હવે સૌ પ્રથમ તો વાટી દાળના જે ખમણ તૈયાર કરવામાં આવ્યા છે તેને ઠંડા થઈ ગયા બાદ અહીં બતાવવામાં આવ્યું છે તેમ હાથેથી ભુક્કો કરી લેવો.

હવે રસાવાળા ખમણમાં સલાડ પણ ઉમેરવાનું હોય છે માટે તેના માટે એક મિડિયમ ડુંગળી, એક મિડિયમ ટામેટું અને એક નાની કાકડી જીણી સમારીને લઈ લેવી સાથે થોડી કોથમીર પણ લેવી.

હવે તેમાં અરધી ચમચી ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરીને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરીને સલાડ તૈયાર કરી લેવું.

હવે એક મોટી ડીશ લેવી તેમાં ખમણનો જે ભુક્કો તૈયાર કરવાંમાં આવ્યો છે તે લેવો. અને તેને અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે વચ્ચે ખાડો કરી લેવો.

હવે અહીં ખમણના ભુક્કા વચ્ચે જે ખાડો કરવામાં આવ્યો છે તેમાં તૈયાર કરેલી દાળ એટલે કે રસો ઉમેરી દેવો. આ ઉપરાંત આજુ બાજુના ખમણના ભુક્કા પર પણ થોડી દાળ ઉમેરી દેવી.

હવે તેના પર અહીં દર્શાવવામા આવ્યું છે તે પ્રમાણે તૈયાર કરેલું ડુંગળી-ટામેટા-કાકડીનું સલાડ ભભરાવી દેવું. અહીં થોડા દાડમના દાણા પણ ઉમેરવામાં આવ્યા છે. જે ઓપ્શનલ છે. તો તૈયાર છે સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ.

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *