ભરેલાં રીગણા – બટાકાનું શાક કૂકરમાં નહિ કડાઈમાં જ છૂટું બનાવો આ ટેસ્ટી શાક…

આજે હું તમને ભરેલાં રીગણા – બટાકાં નું શાક શીખવીશ .આમતો આ શાક આપડે ઘણી વાર કુકર માં કરતાં હોય છે.. પણ ઘણી વાર કુકર ની સિટી વધારે વાગી જાય એટલે રીગણા વધારે ચડી જાય છે એટલે આજે હું તમને પેન માં છૂટું શાક કેમ બનાવાય એ શીખવીશ..

સામગ્રી


– 5-6 નંગ જાંબુડી રીંગણા,

– 4-5 નંગ બટાકા,

– 1 ચમચી લસણ ની પેસ્ટ,

– 2 ચમચી સીંગદાણા નો દરદરો ભૂકો,

– 2 ચમચી મરચું પાઉડર,

– 2 ચમચી ધાણજીરૂ પાવડર,

– 1/2 ચમચી હળદર,

– 1/2 ચમચી હિંગ

– નિમક સ્વાદ પ્રમાણે,

– 3ચમચા તેલ,

– ધાણા ભાજી પત્તા થોડા ગરનિસિગ માટે,

– 1 ચમચી ક્રશ લસણ ,

– 1 ચમચી લીંબુ નો રસ

– 2 ચમચી ચણાનો લોટ

રીત

સ્ટેપ :1


સૈા પ્રથમ બટાકા ને છાલ પડી લો.હવે રીંગણા ના ઉપર ના ડીટીયા ચપ્પુ થી કાપી લો. રીંગણા બટાકા ને ધોઈ નાખો અને નીતરવા રાખી દો.હવે એક ડીશ મા સિંગ દાણા નો ભૂકો,મરચું પાઉડર,ધાણજીરું,હળદર,લસણ ની પેસ્ટ ,ક્રશ લસણ લઇ તૈયાર કરો .

સ્ટેપ :2


હવે ઉપર આપેલા માપ મુજબ બધુ લેવું પછી તેમાં એક ચમચા જેટલું તેલ નાખી મિક્સ કરો.હવે રીંગણા બટાકા નીતરી ગયા છે રીંગણા ને ચિત્ર મા આપ્યા પ્રમાણે બે ચીરા પડવા આખા રહે તે રીતે.અને ભરી લો મસાલા થી.

સ્ટેપ :3


એક પેન માં બે ચમચા તેલ ગરમ કરી હિંગ નાખી વઘાર કરો .સૌ પ્રથમ બટાકા નાખી દો .પછી બટાકા ચડવા દઈ તેમાં ચણાનો લોટ ઉમેરવો .તે પછી રીગણા ઉમેરો .અને ધીમા ગેસ ઉપર ચડવા દેવું .વધેલો મસાલો ઉપર નાખી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી ઢાંકણું ઢાંકી 10-15 થવાં દેવું .ચડી જાય એટલે તમે 1 ચમચી લીંબુ નો રસ ઉમેરવો .પછી આ શાક કઢાઈ માં કાઢી કોથમરી ભભરાવી .રોટલી સાથે સર્વ કરવું .


નોંધ :

મેં અહીં ચણાનો લોટ ઉપર થી લીધો છે .તમે બધા મસાલા ભેગા કર્યા તેમાં ઉમેરી ને પણ લઇ શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *