સ્ટીમડ ભરેલા રીંગણ – ભરેલા શાક ખાવા પસંદ છે? તો આ શાક એકવાર બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે..

સ્ટીમડ ભરેલા રીંગણ :

દરેક ઘરોમાં બનતું રીંગણનું શાક ખૂબજ લોકપ્રિય છે. રીંગણનાં નાના પીસ કરીને કે મસાલો ભરીને તેનું શાક બનાવી શકાય છે. હા… મોટા ઓળાના રીંગણ હોય તો તેને ડાયરેક્ટ ચૂલામાં શેકીને તેમાંથી સ્વાદિષ્ટ ઓળો બનાવી શકાય છે. જે શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે. રીંગણનું ભરેલું શાક બનાવવામાં સામાન્ય રીતે વધારે સાડા શાક કરતા વધારે મસાલા જતા હોય છે તેથી તેના પ્રમાણમાં વઘાર કરવા માટે ઓઈલ પણ વધારે વપરાતું હોય છે.

પરંતુ અહી હું આપ સૌ માટે સ્ટીમડ ભરેલા રીંગણનું શાક બનાવવાની રેસીપી આપી રહી છું. જેમાં ઓછું ઓઈલ વાપરીને પણ ખૂબજ સ્વાદિષ્ટ ભરેલા રીગનનું શાક બનાવી શકાય છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી આ રીતે સ્ટીમડ ભરેલા રીંગણ નું શાક બનાવજો બધાને હેલ્થમાં અને ટેસ્ટમાં બરાબર માફક આવશે.

સ્ટીમડ ભરેલા રીંગણ બનાવવા માટેની સામગ્રી :

  • 12-13 થોડા લાંબા ગુલાબી રીંગણ
  • ૧ મોટી ઓનિયન બારીક સમારેલી
  • ૧ મોટું ટમેટું બારીક સમારેલું

• પિકચરમાં બતાવેલા ગુલાબી રીંગણમાં તુરાશ ઓછી હોય છે, તેથી શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના રીગણ શાક બનાવવા માટે વાપરવા.

સ્ટફીગ માટેનાં મસાલા માટે ની સામગ્રી :

  • ૨ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
  • ૧ ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ ( ડ્રાય કે ફ્રેશ )
  • ૧ ટી સ્પુન આખું જીરું
  • ૨ ટેબલ સ્પુન ધાણા જીરું
  • ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • ૧ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પુન ઓઈલ
  • સોલ્ટ જરૂર મુજબ
  • ૧ ટી સ્પુન ગોળ
  • ૨ ટેબલ સ્પુન કોથમરી

એક બાઉલ લઇ તેમાં ૨ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, ૧ ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ ( ડ્રાય કે ફ્રેશ ), ૧ ટી સ્પુન આખું જીરું, ૨ ટેબલ સ્પુન ધાણા જીરું, ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૧ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણ ની પેસ્ટ, ૧ ટેબલ સ્પુન ઓઈલ, સોલ્ટ જરૂર મુજબ, ૧ ટી સ્પુન ગોળ અને ૨ ટેબલ સ્પુન કોથમરી લઇને બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે રીંગણમાં એક જ કાપો પાડી ને પાણી માં ૫ મિનીટ ડુબાડી રાખો. એટલે પડેલો કાપો થોડો ખુલી જશે, જેથી તેમાં સારી રીતે સ્ટફીગનો મસાલો ભરી શકાય.

૫ મિનીટ બાદ રીંગણ પાણીમાંથી નીતારી લ્યો. હવે દરેક રીગણનાં કાપામાં મસાલો જરા પ્રેસ કરીને ભરી લ્યો.

હવે ભરેલા રીંગણને સ્ટીમરમાં વરાળ નીકળે એટલે સ્ટીંમ થવા મુકો.

૬-૭ મિનીટ સ્ટીમ કરો. ત્યાર બાદ સ્ટીમર ખોલી પ્લેટમાં કાઢી લ્યો.

વાઘર કરવા માટેની સામગ્રી :

  • ૨ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧/૨ ટી સ્પુન રાઈ
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • ૧ તજ પત્તુ
  • સૂકું લાલ મરચું
  • પીંચ હીંગ
  • ૨ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની મિક્ષ પેસ્ટ
  • ૨ ટેબલ સ્પુન કોથમરી
  • ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ

રીત :

હવે એક પેન લઇ મીડીયમ ફ્લેઈમ પર મુકી તેમાં ૨ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મૂકો. વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન રાઈ, ૧/૨ ટી સ્પુન આખું જીરું,

૧ તજ પત્તુ, સૂકું લાલ મરચું, પીંચ હીંગ અને ૨ ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની મિક્ષ પેસ્ટ ઉમેરી સાંતળી લ્યો.

સતળાય એટલે તેમાં બારીક સમારેલી ઓનિયન ઉમેરી તેને મિક્ષ કરી હલાવતા જઈ ગુલાબી કુક કરો. હવે તેમાં બારીક સમારેલા ટામેટા ઉમેરી, તેના પર રીગણ ભરતા વધેલો મસાલો ઉમેરી દ્યો. હવે તેને મિક્ષ કર્યા વગર જ પેન ઢાંકીને ૨-૩ મિનીટ થવા દ્યો.

ઢાંકણ ખોલીને તેમાં ૧/૪ ટી સ્પુન હળદર પાવડર અને ૧/૨ તી સ્પુન કાશમીરી મરચું ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ ૧ મિનીટ કુક કરો. તેમ કરવાથી શાકનો કલર સરસ આવશે. હવે તેમાં૧/૨ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્ટીમ કરેલા રીગણ ઉમેરી, સ્પુન વડે હલકા હાથે મિક્ષ કરો બરાબર મસાલો રીગણમાં કોટ થઇ જાય એ રીતે મિક્ષ કરો. તેના પર કોથમરી અને ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે સ્ટીમડ ભરેલા રીંગણ નું ટેસ્ટી, હેલ્ધી ગરમાગરમ શાક સર્વ કરવા માટે રેડી છે.

બપોરના કે સાંજનાં ભોજનમાં રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકાય. ગેસ્ટ જમવા આવવાના હોય ત્યારે પણ આ શાક સર્વ કરી શકાય છે. પ્રમાણમાં થોડું સૂકું બનતું હોવાથી મુસાફરીમાં કે લાંચ બોક્ષ માટે પણ બનાવી શકાય. ખુબજ સ્વાદિષ્ટ એવું આ શાક ઓછા ઓઈલ વાળું હોવાથી હેલ્થ માટે પણ બધાને ખૂબજ અનુકુળ આવશે.

તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કાસથી તમારા રસોડે બનાવી બધાને જમાડજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *