ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું બનાવવાની રીત જોઈશું.ઉનાળો આવે એટલે આપણે અથાણા બનાવતા હોઈએ છે.તો સૌથી પહેલા આપણે અથાણું બનાવવાનું હોય છે.ત્યારબાદ શરૂઆત થાય છે ડાબલા કેરી ના અથાણા થી.તો તમને અથાણા નો મસાલો બનાવતા શીખવી જ દીધું છે. હવે તેજ અથાણા માંથી નાની નાની કુણી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું બનાવી લઈએ.અથાણા ની પરફેક્ટ રીત અને તેને સાચવવાની પરફેક્ટ ટિપ્સ આપીશ.જેથી તમે વીડિયોને અંત સુધી જોજો.તો ચાલો બનાવી લઈએ ડાબલા કેરી નું અથાણું.


સામગ્રી

  • આચાર મસાલો
  • નાની કેરી
  • મીઠું
  • હળદર
  • વરિયાળી
  • આખી મેથી

રીત

1- આપણે ડાબલા કેરી નું અથાણું બનાવવા માટે ૫૦૦ગ્રામ કેરી લઈશું. જ્યારે શરૂઆત માં નાની નાની કુણી અને ગોટલી વગર ની મળતી હોય છે. જ્યારે શરૂઆત માં આ કેરી મળતી હોય છે ત્યારે આ અથાણું આખું ભરી ને બનાવવામાં આવતું હોય છે.

2- સૌથી પહેલા આપણે કેરી ને બરાબર ધોઈ ને કોરી કરી લેવાની હોય છે.ત્યારબાદ આપણે ઉપર નું ડીટુ કટ કરી લેવાનું હોય છે.હવે આપણે રીંગણ ના રવૈયા ને કટ આપીએ છે તે રીતે ચાર કટ આપી દેવાના.અને અંદર થી ગોટલી કાઢી લઈશું.

3- તમારે ધ્યાન રાખવાનું છે કે કેરી તૂટી ના જાય.આપણે બધી જ કેરી ને કટ કરી લઈશું.હવે તેમાં આપણે મીઠું અને હળદર ભરી ને આથવા માટે રહેવા દઈશું.આપણે એક વાડકી માં બે ચમચી હળદર લઈ લઈશું.અને ત્રણ ચમચી મીઠું લઈશું.હવે તેને મિક્સ કરી લઈશું. હવે તેને કેરી માં ભરી લઈશું.જેથી તેની ખટાશ ઓછી થઈ જાય.હવે તેને એક ડબ્બા માં લઇ લઈશું.


4- હવે તેને એક રાત માટે રહેવા દઈશું. હવે તેને આઠ થી દસ કલાક અથાવા દેવાની છે.જેથી તેનું પાણી છૂટું પડશે. અને કેરી ની ખટાશ ઓછી થઈ જશે. હવે ઢાકણ ઢાકી ને રહેવા દઈશું.વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું.ડાબલા કેરી ના અથાણા માં આખી મેથી નો ઉપયોગ થતો હોય છે.અહીંયા આપણે ત્રણ ચમચી મેથી લીધી છે.હવે તેને પણ પાણી માં ચાર કલાક માટે પલાળી ને રહેવા દઈશું.

5- હવે તેનું ઢાંકણ ઢાકી પલાળી ને રહેવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખી રાત પલાડી ને રાખી હતી તો તેમાંથી કેટલું પાણી છૂટું પડિયું છે.અને કેરી એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે.આ રીત કરવાથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે.તેમાં ભેજ નથી લાગતો અને ફૂગ નથી લાગતી.હવે આપણે આ કેરી ને એક કપડાં પર સુકાવા મૂકી દઈશું. કપડાં ની નીચે એક થાળી મૂકી દઈશું. તેનું બધું પાણી નિતારી લઈશું.કેરી ને તડકા માં નથી મૂકવાની તેને ઘર માં જ પંખા નીચે લગભગ ચાર થી પાંચ કલાક મૂકી દઈશું.

6- હવે કેરી ને વચ્ચે વચ્ચે થોડી થોડી ફેરવતા જવાનું છે.જેથી તે જલ્દી કોરી થઈ જાય.હવે આપણે મેથી પલાળી હતી તેને જોઈ લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મેથી પણ સરસ પલળી ગઈ છે.આપણે મેથી માંથી બધું જ પાણી કાઢી નાખીશું. ફરી થી મેથી ને એક ડબ્બા માં લઇ લઈશું.હવે જે કેરી નું ખાટું પાણી નીકળ્યુ હતું તે પાણી મેથી માં એડ કરીશું.તેને એજ પાણી માં અથાવા દઈશું.

7- જેથી મેથી ની કડવાશ ઓછી થઈ જશે.અને તેમાં ખટાશ પણ આવી જશે.તેને ઢાકી ને મૂકી દઈશું.અને કલાક પછી કોઈ કપડું લઈ તેમાં ફેલાવી લેવાની છે.હવે ચાર કલાક થઈ ગયા છે. હવે તેવી રીતે મેથી ના દાણા પણ કોરા કરી લીધા છે.આપણે હવે કેરી માં મસાલો ભરીશું.અને આપણે ઘરે બનાવેલો આચાર મસાલો લઈશું. તેની લિંક પણ આપી છેતેને તમે ફોલો કરી શકો છો.


8- આપણે અહીંયા ૩૫૦ગ્રામ આચાર મસાલો લઈશું.હવે તેના પલાળેલી મેથી નાખીશું.હવે એક ચમચી વરિયાળી નાખીશું.તમને વરિયાળી નો ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે બે ચમચી ઝીણો છીણેલો ગોળ લીધો તે એમાં એડ કરીશું.હવે બધું હાથ થી મિક્સ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોળ સરસ મિક્સ થઈ ગયો છે.

9- હવે આ મસાલો આપણે કેરી માં ભરી લઈશું.હવે ધ્યાન રાખવાનું કે જ્યારે મસાલો ભરો ત્યારે દબાવી ને જ ભરવાનું છે પછી તેને એક બાઉલ માં મૂકી દઈશું.બીજી પણ કેરી જોઈશું. હવે આ જ રીતે આપણે બધી કેરી ભરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી જ ડાબલા કેરી ભરી લીધી છે.અને કે મસાલો વધ્યો છે તેને ઉપર ભભરાવી લઈશું.એવું નથી કે અંદર જ મસાલો હોય પણ ઉપર તેલ માં પણ મસાલો હોવો જોઈએ.

10- હવે આપણી ડાબલા કેરી ભરાય ને તૈયાર થઈ ગઈ છે.હવે તેને ઢાકી ને એક દિવસ રહેવા દઈશું.ત્યારબાદ આપણે તેલ એડ કરીશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ૨૪કલાક થઈ ગયા છે.અને મસાલો સરસ સોફ્ટ થઈ ગયો છે.હવે પહેલા આપણે તેલ ગરમ કરી લઈશું.આપણે અહીંયા ૫૦૦ એમ એલ તેલ લીધું છે.અને સીંગ તેલ લીધું છે તમે તલ નું તેલ પણ લઈ શકો છો.

11- આપણે આ તેલ ને ધુમાડો નીકળે તેટલું ગરમ કરવાનું છે.ત્યારબાદ આપણે બરાબર ઠંડુ કરવાનું છે.તો પહેલા આપણે તેલ ને ગરમ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ધુમાડા નીકળવા લાગ્યા છે.એટલે તેલ ગરમ થઈ ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું. તેલ બરાબર ઠંડુ થયા પછી જ આપણે અથાણા માં નાખવાનું છે.હવે આપણે જે કેરી ભરી છે તેને એક બરણી માં નાખી દઈશું.

12- હમેંશા ધ્યાન રાખવાનું કે પ્લાસ્ટિક ની બરણી માં નઈ ભરવાનું.કાચ ની બરણી માં જ ભરવાનું.અને તેને બે દિવસ તડકા માં તપાવી ને પછી જ તેમાં ભરવાનું.હવે અથાણા મસાલો થોડો નીચે નાખીશું.ત્યારબાદ જે કેરી ના ડાબલા ને સીધા અંદર મૂકી દઈશું.જેવી રીતે આપણે બાઉલ માં ગોઠવ્યા હતા તે રીતે જ ગોઠવવાના છે.હવે એક સરસ લેયર થઈ ગયું છે.


13- હવે તેની ઉપર પણ મસાલો નાખીશું.વચ્ચે વચ્ચે મસાલો નાખતું જવાનું અને ગોઠવતા જવાનું.હવે આપણે બીજી લેયર કરીશું ડાબલા ની. આપણે જે અંદર ગોળ નાખ્યો હતો તે ઓગળવા માડ્યો છે.અને એકદમ ડાબલા કેરી સોફ્ટ થઈ ગઈ છે.હવે ફરી થી તેમાં મસાલો નાખી દઈશું.

14- જેથી કેરી ની સાથે મસાલો ખાવાની મજા આવે.ડાબલા એકલા નઈ નાખવાના સાથે સાથે મસાલો નાખવાનો.તો જ અથાણા નો ટેસ્ટ સરસ આવે.હવે બધા ડાબલા નાખી દીધા છે હવે મસાલો નાખી દઈશું.

15- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા ડાબલા બરણી ભરાય ગયા છે. અને તેલ પણ ઠંડુ થઇ ગયું છે.જો તમે ગરમ તેલ નાખશો તો અથાણું બગડી જશે.એટલે બરાબર તમારું તેલ ઠંડું થઈ જવું જોઈએ.જ્યારે તેલ નાખો ત્યારે તમારું અથાણું ડૂબી જાય તેટલું તેલ એડ કરવાનું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ નાખી દીધું છે. તમે એક દિવસ પછી જોશો તો અથાણા માં મેથી છે કેરી છે તે બધું તેલ પી જશે.

16- જો અથાણા માં તેલ ઓછું થઈ જાય તો તેલ ગરમ કરી ને ફરી થી એડ કરવાનું.તો તને ગરમ કરી ને ઠંડુ કરી ને નાખી શકો છો.તો અથાણું આખું વર્ષ ના બગડે.હવે તેને ત્રણ દિવસ ઢાંકી ને મૂકી દઈશું.તો તૈયાર છે ડાબલા કેરી નું અથાણું.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *