સુરતનો ફેમસ કોલ્ડ કોકો પ્રિમિકસ અને એમાંથી ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાની રીત-Surati Famous Cold Coco

આજે આપણે સુરત નો ફેમસ કોલ્ડ કોકો પ્રિમીક્સ અને એમાંથી ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાની રીત જોઈશું. આ મહેમાનો ને પીરસવા માટે અને નાના બાળકો માટે તમે આને ઘરે જ બનાવી શકો છો. તો ચાલો બનાવી લઈએ.

સામગ્રી

  • કોકો પાવડર- ૫ મોટી ચમચી
  • કોર્ન ફ્લોર – ૨મોટી ચમચી
  • કસ્ટર્ડ પાવડર-૧ ચમચી
  • બૂરું ખાંડ-૧કપ
  • દૂધ-૧ લીટર
  • ચોકલેટ

રીત

1- હવે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે.અને ગરમી માં આપણે સૌને ઠંડા પીણા બહુ પસંદ આવતા હોય છે. આપણે વધારે પ્રમાણમાં ઠંડા પીણા અને પાણી પીતા હોય છે. અને ઠંડુ ઠંડુ પીવાનું મન પણ થતું હોય છે.તો આજે આપણે બનાવીશું સુરત નું ફેમસ કોલ્ડ કોકો.

2- પહેલા આપણે પ્રીમિકસ બનાવીશું. જે તમે બનાવી ને રાખી શકો છો.જ્યારે કોકો પીવાનું મન થાય ત્યારે બનાવી ને પી શકો છો.તો હવે એક બાઉલ લઈ લઈશું.હવે એક કપ બૂરું ખાંડ લઈ લઈશું.ત્યારબાદ પાચ ચમચી કોકો પાવડર નાખીશું.અને કોકો પાવડર એ સારી કંપની નો લેવાનો છે.

3- હવે એક ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું.ત્યારબાદ બે ચમચી કોર્ન ફ્લોર નાખીશું.કોર્ન ફ્લોર નાખવાથી આપણો કોકો ઘટ્ટ થાય છે.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.આ પ્રિમિકસ એકદમ ઝડપ થી બની જાય છે.

4- આ એક બોટલ માં ભરી ને રાખી શકો છો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું પ્રીમીક્સ બની ને તૈયાર થઈ ગયું છે.આ તમે ડબ્બા માં પણ ભરી ને રાખી શકો છો.

5- આ પ્રીમિક્સ બે ચમચી એક માણસ ને થાય છે.તમારે કેટલા માણસ નું બનાવો એ તમે માપ લઈ શકો છો. આજે આપણે ત્રણ માણસ ને થાય એટલું બનાવીશું.

6- હવે પાચ ચમચી જેટલું પ્રીમિક્સ લઈ લઈશું.હવે એક લીટર દૂધ લઈશું. હવે દૂધ ને આપણે ઉકાડવાનું છે.દૂધ ગરમ થાય એટલે આગળ ની પ્રોસેસ કરીશું.હવે બે ચમચી દૂધ એડ કરીશું. પ્રિમિક્સને ઠંડા દૂધ માં જ મિક્સ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું. તેમાં એકપણ ગાંઠા ના રહે.તેવી રીતે આપણે મિક્સ કરી લેવાનું.

7-હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે.હવે તેને સાઈડ માં રાખી દઈશું.હવે દૂધ ઉકળે ત્યાંસુધી રાહ જોઈશું.હવે જે કોકો નું પ્રિમીક્સ બનાવી ને રાખ્યું હતું તે ધીરે ધીરે એડ કરીશું.અને સાથે સાથે મિક્સ કરતા રહીશું.અને બરાબર મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું.

8- હવે તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાંસુધી.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ કલર ચોકલેટી આવ્યો છે. તેને આપણે સતત હલાવતા રહીશું.હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે.

9- આપણે જ્યુસ પીએ તેવું કોલ્ડ કોકો બનાવવાનું છે.હવે ગેસ બંધ કરી દઈશું. તેને થોડો પાતળો કરવાનો છે.હવે તેને બરાબર ઠંડુ થવા દઈશું.આપણે ગેસ પરથી ઉતારી લીધું છે.અને તેને સતત હલાવતા ઠંડુ કરી લઈશું.ઠંડુ થાય પછી તેને દૂધ ની તપેલી માં કાઢી લઈશું. અને પછી આપણે ફ્રીઝ માં મૂકી દઈશું.

10- હવે તેને ગાળી લઈશું. હવે આને છ થી આઠ કલાક ફ્રીઝ માં રાખી દઈશું. ઠંડુ થાય પછી જ સર્વે કરીશું. હવે એક ગ્લાસ માં કાઢી લઈશું.તો બન્યો છે એકદમ સુરત નો ફેમસ કોલ્ડ કોકો.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.જેને આપણે ગ્લાસ માં સર્વે કરી લઈશું. જે ઉનાળા માં ઠંડો ઠંડો પીવાની ખૂબ મજા આવે છે.તમે બનાવી ને સ્ટોર કરી શકો છો.એક દિવસ સુધી સારો રહે છે.હવે ઉપર થોડા કોકો પાઉડર થી ગાર્નિશ કરી લઈશું.અને ચોકલેટ ની કતરણ થી ગાર્નિશ કરી લઈશું.તો તને પણ આ ઉનાળા માં ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *