બિલા નું શરબત – ડાયાબિટીસના દર્દીઓ ને ફાયદાકારક છે આ શરબત જરૂર બનાવજો.

મિત્રો તમે બધાએ બીલ્લી પત્રના ઝાડ જોયા જ હશે. અને તે લગભગ દરેક શિવ મંદિરના પરિસરમાં હોય છે. એના પાન વડે શિવની પૂજા કરવામાં આવે છે. અને એજ ઝાડ પર જે ફળ થાય છે એને “બીલા” કહેવામાં આવે છે.

બીલાના ફળનુ શરબત બને છે. તેમજ એ ઘણું ટેસ્ટી પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં ખુપ જ ઠંડક મળે છે. પાકેલા બીલાને તમે સૂંઘો તો એમાંથી મદહોશ કરે એવી સુગંધ આવે છે.

આમ તો બિલા સમગ્ર ગુજરાત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો juice પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના juice થી ખૂબ તાઝગી અનુભવાય છે…

બિલા નું શરબત

સામગ્રી :-

  • ૧ – બિલા
  • ૧ – ચમચી સંચળ
  • ૧ – ચમચી શેકેલા જીરાનો પાવડર
  • ૧ – લીંબુ
  • ૨ ગ્લાસ – પાણી
  • ૧૫ થી ૨૦ – ફુદીનાં ના પાન
  • ૧૦૦ ગ્રામ – ખળી સાકર નો પાવડર

રીત :-

સૌથી પહેલા દસ્તા વડે એનું ઉપરનું કઠણ પડ દૂર કરો

.દસ્તા વડે એના પર મારવાથી એના બે ટુકડા થશે અને અંદર રહેલો ગર્ભ બહાર નીકળશે.

તમારે ચમચીથી એ કઠણ પડ પર રહેલો બધો માવો કાઢી, એને એક તપેલીમાં નાખી એને મસળીને સારી રીતે એકરસ કરી દેવાનો છે.

ત્યારબાદ મિક્સર જાર માં લઈ એ માવામાં બે ગ્લાસ જેટલું પાણી નાખો.હવે એમાં સંચળ, મરી પાવડર , જીરું પાવડર , અને ફુદીનાના પાન જરૂર મુજબ ખળી સાકર નાખો.

ત્યારબાદ લિંબુનો રસ એમાં ઉમેરો, અને બધું સારી રીતે ચર્ણ કરો.

એક વાતનું ધ્યાન રહે કે એમાં રહેલા નાના કણ જેવા રેસાઓ એમ જ રહેવા દેવાના છે. એ ઘણા ગુણકારી હોય છે.

હવે એને ગ્લાસમાં ભરી એમાં બરફના ટુકડા નાખી એને સર્વ કરો. આ શરબત ઘણું જ સ્વાદિષ્ટ લાગશે..

જો તમને બપોરના જમવાનો સમય નથી મળતો, અથવા તો જમવામાં વહેલું-મોડુ થાય છે, તો આ બેલ સરબત પી લેવું. આમ કરવાથી તમારે જમવાનીયે જરૂર નહિ રહે. આ શરબત સ્વાસ્થ્ય વર્શક, ભૂખને તૃપ્ત કરનારું અને પેટની ગડબડ દૂર કરનારું હોય છે…

તો તૈયાર છે એકદમ હેલ્થી બેલ શરબત….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *