બીસીબેલે રાઈસ (Bisi Bele Rice)

આ રાઈસ સાઉથ ઇન્ડિયન ડીશમાની એક ડીશ છે, કર્ણાટકની ટ્રેડિશનલ રાઈસ ડીશ છે. આ રાઈસ તીખા, થોડા ખાટા અને ઢીલા હોય છે. અહિં હું સ્વામિનારાયણ રેસિપીથી એટલે કે લસણ- ડુંગળી વગર બનાવું છું.

બીસીબેલે રાઈસ બનાવવા માટે જોઇતી સામગ્રી:

1 કપચોખા

1 કપ તુવેર દાળ

1/2 કપ કેપ્સીકમ

1/2 કપ ગાજર

1/2 કપ બટેકા

1/2 કપ બીન્સ- રીંગણ ઉમેરી શકાય

1/2 કપ ટમેટા

1 કપ આમલીનો પલ્પ

લીમડાના પાન

3 ટે સ્પૂન તેલ

2 ટે સ્પૂન ઘી

1 ટી સ્પૂન રાઈ

1 ટી સ્પૂન જીરું

1 ટી સ્પૂન હળદર

3 ટી સ્પૂન લાલ મરચું

2 ટી સ્પૂન ધાણાજીરું

1/2 કપ કાજુના ટુકડા

3.5 ગણું પાણી

મીઠું સ્વાદ મુજબ

3 ટે સ્પૂન બીસીબેલે રાઈસનો મસાલો

બીસીબેલે રાઈસ બનાવવા માટેની રીત:


સૌ પ્રથમ તુવેરની દાળ અને ચોખા લઇ બે વખત ધોઈ લેવા.

ધોવાય જાય એટ્લે પાણી ઉમેરી પલાળી દેવા.


પછી બધુ શાક ધોઈ મીડિયમ સાઈઝમાં કટ કરી લેવું.


પછી કૂકરમાં તેલ મુકી રાઇ, જીરૂ, લીમડાના પાનનો વઘાર કરી બધાં શાક ઉમેરવા, પછી હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી1 મિનીટ સાંતળવું.


પછી પલાળેલા દાળ ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી કુકર બંધ કરી દેવું અને 2 સિટી કરી લેવી.


2 સિટી થઈ જાય અને કૂકરની વરાળ નીકળી જાય એટ્લે કુકર ખોલવું.

પછી બીજા મોટા વાસણમાં તેલ અને ઘી મૂકવું.


પછી તેમાં કાજુ ગુલાબી કલરના થાય ત્યાંસુધી ફ્રાય કરી અલગ કાઢી લેવા.

પછી તેમાં રાઈ, જીરું, લીમડાના પાનનો વઘાર કરી ટમેટા ઉમેરવા.

ટમેટા સરસ ગળી જાય એટ્લે તેમાં બીસીબેલે રાઈસનો મસાલો અને આમલિનો પલ્પ ઉમેરવો, પછી ફ્રાય કરેલ કાજુમાંથી અડધા કાજુ ઉમેરવા. પછી તેમાં કૂકરમાં બનાવેલ રાઈસ ઉમેરી દેવા.


આ રાઈસ બીજા રાઈસનાં પ્રમાણમાં ઢીલા હોય છે તો તેં પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિક્સ કરવું.

તો તૈયાર છે સ્વામિનારાયણ સપેસિઅલ બીસીબેલે રાઈસ.

છેલ્લે ઉપર ઘી રેડી ફ્રાય કરેલા કાજુ વડે સર્વ કરવું.

નોંધ:

તમે લસણ ડુંગળી વઘારમાં ઉમેરી શકો છો. સબ્જીમા બીન્સ ફણસી અને રીંગણ ઉમેરી શકો છો, સબ્જીની માત્રા તમે વઘધટટ કરી શકો છો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *