બાળકોને ઉનાળામાં ઘરે જ બનાવી આપો આ આઈસ્ક્રીમ, ઓરીઓ બિસ્કીટ અને સ્ટ્રોબેરી ફ્લેવર જરૂર પસંદ આવશે…

ઉનાળા ની કાળ ઝાળ ગરમીમાં શું ખાવા નુ ગમે? તો પહેલુ નામ આપણા મોઢે આઇસક્રીમ નુ જ આવે છે ને? આપણે હમેશા બહાર થી જ રેડીમેડ આઇસક્રીમ લાવતા હોઈએ છીએ. આજે હું તમને એક એકદમ સરળ રીતે આઇસક્રીમ ઘર મા કેવી રીતે બને તે શીખવાડીશ. તો ચાલો આજ બાળકો નો ફેવરીટ ઓરીઓ આઇસક્રીમ બનાવીયે તો એના માટે શું સામગ્રી જોશે એ નોંધી લો.


વ્હીપ ક્રીમ 2 1/2કપ

અમુલ ક્રીમ 1 પેકેટ

ઓરીઓ બિસ્કિટ એક સ્ટ્રોબેરીે ફ્લેવરનુ અને એક ચોકલેટ ફ્લેવર એમ 2 મોટા પેકેટ્સ અને એક નાનુ ચોકલેટ ફ્લેવરનુ પેકેટ ગાર્નીશીંગ કરવા માટે.

વેનીલા એસેન્સ 8-10 ટીપા

રીત —

સ્ટેપ 1–સૌ પ્રથમ બન્ને ફ્લેવરના ઓરીઓ બિસ્કિટ ને એની અંદર રહેલા ક્રિમની સાથે જ અધકચરો ભૂકો કરી લો.


સ્ટેપ 2– વ્હીપ ક્રીમને થોડું વ્હીપ કરીને તેમાં અમૂલ ક્રીમ અને વેનીલા એસેન્સ ના 8-10 ટીપા નાખીને ફરીથી વ્હીપ કરી લો.


સ્ટેપ 3–હવે આ ક્રીમ મા ઓરીઓ બિસ્કિટ નો ભૂકો નાંખી ફરીથી થોડી વાર વ્હીપ કરી લો. હવે એક કેક ટીન મા અથવા એર ટાઇટ ડબ્બા માં ભરી લો અને તેને ફ્રીઝર મા 10-12 કલાક માટે સેટ થવા મૂકી દો. તમે કેક ના ટીન મા મુકો તો તેને ક્લિંગ ફિલ્મ થી બરાબર કવર કરી ને સેટ કરવા મૂકવુ.


હવે 10-12 કલાક પછી આઇસક્રીમ બરાબર સેટ થઇ જાય એટલે પછી જયારે તમે સર્વ કરો ત્યારે જે એક ચોકલેટ બિસ્કીટ નુ પેકેટ એકસ્ટ્રા રાખેલુ તેમાંથી થોડા બિસ્કીટ નો ભૂકો ભભરાવી ને એક બિસ્કીટ આખુ જ મૂકી ને પીરસો, બાળકો આવી રીતે પીરસેલી આઇસક્રીમ જોઈ ને ખુબ ખુશ થઈ જશે.


આ આઈસ્ક્રીમ બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો આમા મેં સ્ટ્રોબેરી ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરના ઓરીયો બિસ્કિટ્સ બંને સાથે જ લીધા છે, તમે તમારા પસંદગી ની ફ્લેવર નુ આઇસક્રીમ બનાવી શકો છો.

ટીપ —

ચોકલેટ ફ્લેવર ના આઇસક્રીમ પર ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરશો તો બહુ ટેસ્ટી લાગશે. અને જો સ્ટ્રોબેરી આઇસક્રીમ બનાવો તો સ્ટ્રોબેરી ના ટુકડા અને સીરપ થી ગાર્નીશ કરશો તો બહુ ટેસ્ટી લાગે છે.. સ્ટ્રોબેરી ફલેવર ની સાથે વેનીલા એસેન્સ નો ઉપયોગ બહુ કરવામાં નથી આવતો. તો ચાલો। હું મારું આઇસક્રીમ પીગળી જાય તે પહેલાં મારા બાળકો સાથે એનો સ્વાદ અને આનંદ માણી લઉ ને તમે પણ આ આઇસક્રીમ બનાવો અને ખવડાવો તમારા લાડકાઓ ને..

** આમા વપરાયેલુ વ્હીપ ક્રીમ ઓલરેડી સ્વીટ જ હોય છે તેમજ બિસ્કીટ પણ ક્રીમ વાળા સ્વીટ જ છે તેથી મે એક્સ્ટ્રા સુગર નથી નાખી. તમને વધારે ગળ્યું ભાવતું હોય અને બનાવવું હોય તો તમારા સ્વાદ મુજબ સુગર ઉમેરી શકો છો. તો મિત્રો ….. તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરુર તમારા ફીડબેક દ્વારા જણાવશો��. ફરીથી મળીશ એક નવી અને ઈન્ટરેસ્ટિંગ રેસીપી સાથે….till then bye….

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *