ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન – બ્રેડના સ્ટફ કરેલા જ્મ્બો કોઇનની રેસિપિ શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન…

બ્રેડમાંથી બનતી દરેક વાનગીઓ સ્વાદિષ્ટ બનતી હોવાથી બધાને ખૂબજ ભાવતી હોય છે. તે સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબજ ફેમસ હોય છે. બજારમાં અનેક જગ્યાએ તેમજ રેસ્ટોરંટમાં પણ મળતી હોય છે. બ્રેડમાંથી બનતી સેંડવીચ તેમાં હોટ ફેવરીટ છે. જે દરેક ઘરોમાં ગૃહિણીઓ ઘરે બનાવતા હોય છે. તેને પણ અનેક જાતના વેરીયેશનથી બનાવવામાં આવતી હોય છે. જેવીકે આલુ સેંડવીચ, વેજ સેંડવીચ, પાસ્તા કે નુડલ્સ સેંડ્વીચ, પિઝા કે ભેળ સેંડવીચ તેમજ ચોકલેટમાંથી સ્વીટ સેંડવીચ પણ બનાવવામાં આવે છે. બ્રેડમાં સ્ટ્ફીંગ કરીને બ્રેડ બોલ્સ બનવવામાં આવતા હોય છે તેમજ ગાર્લીક સ્ટ્રીપ પણ બનાવવામાં આવે છે. ગુલબજાંબુ, હલવો,રબડી કે આઇસ્ક્રીમ કે કેંડી પણ જેવી સ્વીટ ડીશ પણ બનાવાય છે.

આજે હું અહીં બ્રેડના સ્ટફ કરેલા જ્મ્બો કોઇનની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ સ્વદિષ્ટ બને છે. બધાને ચોક્કસથી ખૂબજ ભાવશે તો તમે પણ એક્વાર તમારા રસોડે ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન ની, મારી આ રેસિપિ ફોલો કરીને જરુરથી બનાવજો.

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન બનાવવા માટેની સામગ્રી :

  • 12 વ્હાઈટ બ્રેડ
  • 5 મિડિયમ સાઇઝના બટેટા બાફેલા
  • 1 બારીક કાપેલી ઓનિયન
  • 1 બી અને રસ કાઢેલું બારીક સમારેલું ટમેટું
  • 1 ટેબલ સ્પુન આખા ધાણાનો કરેલો અધકચરો પાવડર
  • 1 બારીક કાપેલું લીલું મરચું
  • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
  • ¾ ટેબલ સ્પુન ચાટ મસાલો અથવા આમચૂર પાવડર
  • 2 ટેબલ સ્પુન કોથમરી
  • સ્વાદ મુજબ મીઠું
  • સેલો ફ્રાય કરવા માટે ઓઇલ
  • ¾ કપ સોસ-બ્રેડમાં સ્પ્રેડ કરવા માટે
  • ¾ કપ ગ્રીન ચટણી-બ્રેડમાં સ્પ્રેડ કરવા માટે
  • મેંદાનું લિક્વીડ બનાવવા માટેની સામગ્રી :
  • 2 ટેબલ સ્પુન મેંદો
  • ¾ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

મેંદાનું લિક્વીડ બનાવવાની રીત:

ચાળેલા મેંદાના લોટમાં પિંચ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો.

તેમાં ¾ કપ જેટલું પાણી ઉમેરી પાતળું લિક્વીડ બનાવી લ્યો.

મેંદાના બનાવેલા આ લિક્વીડને કોઇન પર લગાવવાનું છે.

બ્રેડ ક્રમ્બ્સમાં ઉમેરવા માટે :

  • 6 બ્રેડની સાઈડ્સમાંથી નીકળેલા કોર્નર્સના બ્રેડ ક્રમ્બ્સ
  • 1 ટી સ્પુન ઓરેગાનો અથવા ઇટાલિયન સિઝનિંગ
  • 1 ટી સ્પુન રેડ ચિલિ ફ્લેક્ષ

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇનનું મિશ્રણ બનાવવાની રીત :

બટેટાને બાફીને છાલ કાઢીને બાફેલા બટેટાને એક બાઊલમાં લઈ તેને મેશરથી અધકચરા મેશ કરી લ્યો.

હવે તેમાં 1 બારીક કાપેલી ઓનિયન અને 1 બારીક કાપેલું લીલું મરચું ઉમેરો.

હવે તેમાં 1 બી અને રસ કાઢેલું બારીક સમારેલું ટમેટું અને 1 ટેબલ સ્પુન આખા ધાણાનો કરેલો અધકચરો પાવડર કરીને ઉમેરો.તેનાથી સરસ સ્વાદ આવશે.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, ¾ ટેબલ સ્પુન ચાટ મસાલો અથવા આમચૂર પાવડર અને 2 ટેબલ સ્પુન કોથમરી તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

હવે આ બધું સરસથી મિક્ષ કરી લ્યો.

કોઇનમાં સ્ટફ કરવા માટેનું મિશ્રણ રેડી છે.

કોઇન બનાવવાની રીત:

સૌ પ્રથમ એક મોટું સર્કલ કટર કે રાઉન્ડ બાઉલ કે ગ્લાસ લ્યો. તેનાથી બ્રેડ માંથી મોટા સર્કલ કટ કરી એક પ્લેટમાં મૂકો.

હવે લેફ્ટ ઓવર્સને બારીક ગ્રાઇંડ કરીને બ્રેડ ક્રમ્બ્સ બનાવો.

બનેલા ક્રમ્બ્સમાંથી અર્ધા સ્પાઇસ વગરના જ અલગથી રાખી લ્યો. વધારે થશે.

અર્ધા ( 6 બ્રેડના કોર્નર્સના) બ્રેડ ક્રમ્બ્સને એક પ્લેટમાં લઈ તેમાં 1 ટી સ્પુન રેડ ચિલિ ફ્લેક્ષ અને 1 ટી સ્પુન રેડ ચિલિ ફ્લેક્ષ ઉમેરી મિક્ષ કરી લ્યો.

આ મિશ્રણને કોઇનમાં ઓલ ઓવર લગાવવાનું છે.

હવે બ્રેડના ટોટલ કાપેલા 12 સર્કલમાંથી 6 સર્કલમાં એક સાઇડ સોસ લગાવી દ્યો.

બાકીના 6 સર્કલમાં એક સાઇડ ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દ્યો.

હવે કોઇપણ એક સર્કલ લઇ તેના પર બટેટાવાળો 3-4 ટેબલ સ્પુન મસાલો જરા પ્રેસ કરીને મૂકો.

આવી રીતે ટોટલ 6 સર્કલ પર મસાલો મૂકો.

બાકીના વધેલા બ્રેડના 6 સર્કલ મસાલા પર ઢાંકીને જરા પ્રેસ કરી દ્યો. એક પ્લેટમાં મૂકો.

હવે મસાલો સ્ટફ કરેલા કોઇન રેડી છે.

કોઇનની બન્ને બાજુ તેમજ ફરતે સાઇડમાં મેંદાનું લિક્વીડ લગાવી દ્યો.

હવે આ કોઇનની બન્નેબાજુ અને ફરતે સ્પાઇસ વાળા બ્રેડ ક્રમ્બ્સ લગાવીને જરા પ્રેસ કરી લ્યો. જેથી સેલો ફ્રાય કરતી વખતે છુટા પડી ના જાય. આ રીતે બધા કોઇનને સ્પાઇસવાળા બ્રેડ ક્રમ્બ્સ લગાવીને એક પ્લેટમાં મૂકો.

ત્યારબાદ એક પહોળુ ફ્રાય પેન લઇ તેમાં સ્ટફ્ડ કોઇન શેલો ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થઇ જાય એટલે મિડિયમ ફ્લૈમ કરીને તેમાં જ્મ્બો સ્ટ્ફ્ડ કોઇન શેલો ફ્રાય કરવા માટે હલકા હાથે મૂકો.

સ્ટફ્ડ કોઇનને બધી બાજુએથી ક્રીસ્પી ફ્રાય કરવાના છે.

એક બાજુ બરાબર ક્રીસ્પી થઇ ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે હળવેથી બીજી બાજુ ફ્લીપ કરી લ્યો. ફરતી થી સાઇડ્સ અને ઉપર નીચે એમ ઓલ ઓવર ક્રીસ્પી અને ગોલ્ડમ બ્રાઉન શેલો ફ્રાય કરી લ્યો.

ત્યારબાદ એક પ્લેટમાં ટ્રાંસફર કરો.

આમ બધાં ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન બનાવી ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન કરી લ્યો.

ગરમાગરમ ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.

ગ્રીન ચટણી સોસ, ટમેટા, ઓનિયન અને મરચાના પીસથી ગાર્નીશ કરો.

બાળકોને નાસ્તા બોક્ષમાં આપી શકાય છે તેમજ ગેસ્ટને પણ સર્વ કરી શકાય છે.

અગાઉ બ્રેડ ક્ર્મ્બ્સથી કોટિંગ કરવા સુધીની પ્રોસેસ કરી રેફ્રીઝરેટરમાં રાખી શકાય. ત્યારબાદ જ્યારે જરુર પડે ત્યારે ક્રીસ્પી શેલો ફ્રાય કરીને ગરમા ગરમ સર્વ કરી શકાય.

બ્રેડમાંથી બનતા આ જમ્બો ક્રીસ્પી કોઇન બધાને ખૂબજ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી બનાવજો.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *