ક્વીક બ્રેડ ટોસ્ટ(Quick bread toast) – સવારના નાસ્તા માટે અને બાળકો માટે તો બેસ્ટ નાસ્તો છે…

ક્વીક બ્રેડ ટોસ્ટ(Quick bread toast) જેમાં છે, ઇન્સ્ટન્ટ ભાજી(ભાજીપાવની) ટોસ્ટ, સેઝવાન પનીર ટોસ્ટ, ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ અને, નટેલા ફ્રૂટી ટોસ્ટ.

બધા એકદમ સુપર યમી😋 અને ફટાફટ બની જાય તેવા છે. જલ્દીથી બનાવી શકાય અને લાઇટ ડીનર કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય તેવું એક સરસ ઓપ્શન છે. તો તમે પણ આ ટ્રાય કરી જુઓ 👍🏻…

સમય: 45 મિનિટ, 2 વ્યક્તિ માટે

ઘટકો :

  • • 8 મોટી વ્હીટ બ્રેડ
  • • 2-3 ટેબલ સ્પૂન બટર
  • • 2 ચીઝ સ્લાઇસ

🔸️ભાજી સ્ટફીંગ,

  • • 2 નાના બટાકા
  • • 1 મોટી ડુંગળી
  • • 1 ટામેટું
  • • 1/2 કેપ્સીકમ
  • • 4-5 કળી વાટેલું લસણ
  • • 1 ટીસ્પૂન સમારેલા મરચાં
  • • 3-4 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • 1 ટેબલ સ્પૂન ભાજીપાવ નો મસાલો
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે

🔸️સેઝવાન પનીર સ્ટફીંગ,

  • • 50-60 ગ્રામ છીણેલું પનીર
  • • 1/2 કેપ્સીકમ
  • • 1 નાની ડુંગળી
  • • 1 ટીસ્પૂન સમારેલા મરચાં
  • • 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • 1-2 ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  • • 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
  • • મીઠું સ્વાદ પ્રમાણે

🔸️ચીઝ ચીલી કોર્ન સ્ટફીંગ,

  • • 100 ગ્રામ મોઝરેલા ચીઝ ના નાના ટુકડા
  • • 1 પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ
  • • 2 ટેબલ સ્પૂન અમેરિકન મકાઈના દાણા
  • • 1 ટેબલ સ્પૂન સમારેલા મરચાં
  • • 4-5 કળી વાટેલું સૂકું લસણ
  • • 1/2 ટીસ્પૂન ઓરેગાનો
  • • 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ

🔸️નટેલા ફ્રૂટી ટોસ્ટ માટે,

  • • 3 ટેબલ સ્પૂન નટેલા ચોકલેટ સ્પ્રેડ
  • • 4-5 સ્ટ્રોબેરી
  • • 8-10 લીલી દ્રાક્ષ
  • • 8-10 કાળી દ્રાક્ષ

પધ્ધતિ:

1️⃣સૌપહેલા બટાકા અને અમેરિકન મકાઈના દાણા ને બાફી લો. બાફેલા બટાકાની છાલ નીકાળી મસળીને રાખો. બીજી બધી સામગ્રી તૈયાર રાખો. ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ ને ચોપરમાં ચોપ કરી લો કે ઝીણું સમારીને રાખો.

2️⃣🔸️ભાજી ટોસ્ટ માટે, એક બાઉલમાં બાફેલું બટાકું, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું, કેપ્સીકમ, વાટેલું લસણ, મરચાં, કોથમીર, ભાજીપાવ નો મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું નાખી હલાવી મિક્સ કરી લો. એક બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર સ્પ્રેડ કરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

3️⃣🔸️સેઝવાન પનીર ટોસ્ટ માટે, એક બાઉલમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચાં, કોથમીર, સેઝવાન સોસ, મીઠું, ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લો. બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર પાથરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

4️⃣🔸️ચીઝ ચીલી કોર્ન ટોસ્ટ માટે, એક બાઉલમાં મોઝરેલા ચીઝ ના નાના ટુકડા, છીણેલું પ્રોસેસ્ડ ચીઝ, બોઇલ કોર્ન, સમારેલા મરચાં, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો. બ્રેડ પર બટર લગાવી આ સ્ટફીંગ બરાબર પાથરી દો. 2 બ્રેડ આ રીતે બનાવી રેડી રાખો.

5️⃣ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો.

6️⃣બાકીની 2 બ્રેડ પર બટર અને નટેલા ચોકલેટ સ્પ્રેડ લગાવો. ઉપરથી ચીઝ સ્લાઇસ ને પટ્ટી માં કટ કરી મૂકો.

7️⃣ચારે પ્રકારની રેડી થયેલી બ્રેડ ને પ્રિહિટેડ ઓવનમાં 10-15 મિનિટ માટે બેક કરો. બધું વેજીટેબલ સેમીકુક થશે. ચીઝ બેક થશે અને બ્રેડ મસ્ત કડક ને ક્રિસ્પી થઇ જશે. નટેલા વાળી બ્રેડ પર બેક થયા પછી કટ કરેલું ફ્રૂટ્સ ગોઠવી દો.

8️⃣તો બહુ જ જલ્દીથી વધારે મહેનત કે કાંઇપણ વધારે રાંધ્યા વગર આ રીતે 4 ટાઇપના ટોસ્ટ તૈયાર છે. તેને બ્રેકફાસ્ટ માં કે લાઇટ લંચ, ડીનર માટે બનાવી શકાય. બેક થાય તેવા ગરમ જ સર્વ કરો.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *