બંગાળની ફેમસ મીઠાઈ રસગુલ્લા બનાવવાની પરફેક્ટ રેસિપી – Bengali Famous Mithai Rasgulla Made By Kalpana

આજે આપણે બનાવીશું બેંગાલી ની ફેમસ મીઠાઈ રસગુલ્લા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. બંગાળ ની દરેક સેરી કે નાની મોટી દુકાન પર ચાસણી માં ડૂબેલી સ્પનજી રસગુલ્લા નો સ્વાદ કઈક અલગ જ હોય છે. આ રસગુલ્લા એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. તો ચાલો આજે આપણે રસગુલ્લા બનાવવાની રીત જોઈ લઈએ.

સામગ્રી

  • દૂધ
  • ખાંડ
  • લીંબુ

રીત

1- સૌથી પહેલા બે લીટર દૂધ લઈશું. અને ખાસ વાત નું ધ્યાન રાખવાનું છે કે દૂધ તમારે ફૂલ ફેટ નથી લેવાનું.તમે દૂધ કોઈપણ લઈ શકો છો. પણ દૂધ ને આગલા દિવસે લઈ લેવાનું.અને ગરમ કરી ને ઠંડુ કરી લેવાનું.અને તેની બધી જ મલાઈ આપણે કાઢી લેવાની છે. એટલે તેમાં ફેટ ના હોવું જોઈએ. ફેટ વગર નું દૂધ જ આપણે મીઠાઈ માં યુઝ કરવાનું છે.

2- હવે મલાઈ કાઢી લઈશું. અને પછી દૂધ ગરમ કરવા મુકીશું. જ્યાં સુધી દૂધ ઉકળે નહી ત્યાંસુધી દૂધ ને હલાવતા રહીશું. અને એક ઉભરો આવી ના જાય ત્યાં સુધી તેને કુક કરી લેવાનું છે. પહેલા આપણે તેનું પનીર બનાવીશું. પનીર બનાવી ને જ આપણે તેના રસગુલ્લા બનાવી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ ગરમ થઈ ગયું છે.અને તેને સતત હલાવતા રહીશું.

3- હવે દૂધ ને ફાડવા માટે બે લીંબુ નો રસ લીધો છે તે એડ કરીશું. તમે વિનેગર પણ લઈ શકો છો. અને ખાટું દહીં પણ લઈ શકો છો. ફાડતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે લીંબુ ના રસ માં થોડું પાણી નાખી શકો છો. હવે દૂધ ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી જ આપણે લીંબુ નો રસ એડ કરવાનો છે.

4- લીંબુ નો રસ નાખતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ બધું એક સાથે નથી નાખવાનું પરંતુ આ રીતે થોડું દૂધ લઈશું. અને તેમાં થોડો લીંબુ નો રસ એડ કરીશું. આ રીતે લગભલ ચાર વખત કરીશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. જો તમે એકસાથે બધું જ નાખી દેશો તો બધું એક સાથે દૂધ ફાટી જશે. અને તેને હવે હલાવતા જઈશું.ધીરે ધીરે હલાવશો તો પાણી અને દૂધ અલગ થઈ જશે.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ અને પાણી અલગ થઈ ગયું છે. બસ ખાલી આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકસાથે નથી નાખવાનું અને ગેસ તમારો બંધ હોવો જોઈએ. હવે તેને એક મલમલ ના કપડા માં ગાળી લઈશું. પનીર ને ગાળવા માટે એક કાણા વારો વાડકો લીધો છે.અને તેની નીચે બીજો પણ વાડકો મૂકી દીધો છે.હવે કાણા વાડકા પર કોટન કે મલમલ નું કપડું મૂકી દઈશું.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ અને પાણી અલગ થઈ ગયું છે.આ પાણી ફેંકવાનું નથી.લોટ બાંધવામાં અથવા બીજી રીતે પણ યુઝ કરી શકો છો. આ પાણી ખૂબ જ હેલ્ધી છે.તો તેને ફેંકવાનું નથી. હવે જે ગાળી લીધુ છે તેને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું. જેથી આપણે લીંબુ નાખ્યું હોય તેની ખટાશ નીકળી જાય. પછી તેને કોરું કરી લેવાનું છે. અને પછી તેને ભેગું કરી લઈશું.અને પાણી બધું કાઢી લેવાનું છે. ફરી એકવાર સાફ કરી લઈશું. તેમાંથી બધું પાણી નિતારી લેવાનું છે. અને તેને પ્રેસ કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે તેને બહુ ડ્રાય નથી કરવાનું.

7- આપણે પનીર નથી બનાવવાનું રસગુલ્લા બનાવવાના છે. જ્યારે આપણે મસળી ને સોફ્ટ કરવાનું છે ત્યારે બહુ ટાઈમ લાગશે. હવે તેને દસ મિનિટ માટે રહેવા દઈશું. તેને થોડું સેટ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દસ મિનિટ થઈ ગઈ છે. હવે તેને મસળી લઈશું.તેના માટે એક મોટી થાળી લેવાની છે. આને વધારે ટાઈમ નથી આપવાનો સેટ કરવામાં. હવે તેને હાથ થી મસળી લઈશું. હાથ ની જે હથેળી હોય છે તેના થી ઘસવાનું હોય છે.

8- બધા જ પનીર ના કણ તોડવાના છે. અને લીસુ કરી લેવાનું છે. જે પનીર માં કણ દેખાય છે તે દેખાવા ના જોઈએ. સોફ્ટ લોટ જેવું થઈ જવું જોઈએ.તેને હાથ થી મસળી મસળી ને સોફ્ટ કરી લઈશું. લગભગ પાચ મિનિટ થઈ ગઈ છે. એકદમ લોટ જેવું થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે તેમાં એક ચમચી ખાંડ નાખીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી ઘસી ને મિક્સ કરી લેવાનું છે. આમાં કોઈ સોડા નથી નાખવાનો.કે કોઈ મેંદો પણ નહી. ખાંડ થી જ આપણે રસગુલ્લા બનાવીશું. અને એકદમ જાળીદાર અને મસ્ત. આ રસગુલ્લા ને તમે ફરાળ તરીકે પણ ખાય શકો છો. હવે સરસ લોટ જેવું બની ને તૈયાર થઈ ગયું છે.અને ખાંડ પણ ઓગળી ગઈ છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

9- આમાં થી નાના નાના લૂઆ બનાવી લઈશું. તમે તમારી સાઈઝ ના લૂઆ બનાવી શકો છો. આ ફૂલી ને ડબલ થઈ જશે. બે લીટર દૂધ માંથી દસ જેટલા રસગુલ્લા બનશે. મોટી સાઇઝ ના બનશે. તેને મસળી ને ગોળ કરી લઈશું. અને ધ્યાન રાખવાનું છે કે એકપણ ક્રેક ના આવે. આ રીતે બધા જ બોલ્સ બનાવી લઈશું. તમે આ રીતે અંગુર રબડી અથવા ચમચમ આ જ રીત થી તમે બનાવી શકો છો. હવે આપણે ચાસણી બનાવી લઈશું. ચાસણી બનાવવા માટે એક મોટું વાસણ લેવાનું છે. અહીંયા આપણે પહોળી કડાઈ લઈ લીધી છે. હવે તેમાં પાચ કપ જેટલું પાણી નાખીશું.

10- હવે તેમાં એક કપ ખાંડ નાખીશું. અને બીજી પા કપ ખાંડ નાખીશું. તમે એક કપ ખાંડ થી પણ બનાવી શકો છો. તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહીશું. જેથી ખાંડ નીચે ચોંટી ના જાય. અહીંયા કોઈ તાર ની ચાસણી નથી. કરવાની ફકત ખાંડ ઓગળી જાય.અને ખાંડ ઉકળવા લાગે. એટલે તરત જ બનાવેલા બોલ્સ નાખી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી જ ખાંડ ઓગળી ગઈ છે. અને પાણી પણ ઉકળવા લાગ્યું છે. હવે તેમાં બનાવેલા બોલ્સ નાખી લઈશું.

11- તમે નાખશો એટલે બોલ્સ નીચે બેસી જશે.પણ જેમ જેમ એ કુક થશે તેમ ઉપર આવતા જશે. આપણે લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી તેને ઢાકવાનુ નથી.તેને આમ ને આમ જ કુક કરવાના છે. તેને હલાવવાનું પણ નથી. હવે ત્રણ મિનિટ થઇ ગઇ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા રસગુલ્લા ની સાઈઝ મોટી થવા લાગી છે.હવે તેને ઢાકી ને કુક કરી લઈશું.

12- તમે ચાહો તો કૂકર માં ચાર સીટી કરી ને પણ બનાવી શકો છો. તે પણ જલદી બની જાય છે. તેને અંદર થી જાળી જાળી પડી જાય ત્યાં સુધી તેને કુક કરવાના છે.વચ્ચે વચ્ચે જોતા જવાનું કે એકબીજા ને ચોંટી જતા હોય છે. તો તેને સાઈડ માં ઉખાડી લેવાના. હવે બાર મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ફૂલી ને મોટા મોટા થઈ ગયા છે.હજુ તેને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું.ત્યારબાદ ગેસ બંધ કરીશું.

13- હવે પંદર મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ આપણા રસગુલ્લા સરસ ફૂલી ગયા છે. અને એકદમ સોફ્ટ પણ થયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આવા ને આવા મોટા રાખવા માટે ની એક ટિપ્સ જોઈશું. એક બાઉલ માં એકદમ ઠંડું પાણી લેવાનું છે. આપણે જે રસગુલ્લા બનાવ્યા છે તેને કાઢી ને ઠંડા પાણી માં નાખી લઈશું. અમુક ના રસગુલ્લા બન્યા પછી નાના થઈ જાય છે. તો એ નઈ થાય. ઠંડા પાણી માં નાખ્યા પછી નાના નઈ થાય.

14- આપણે બધા જ ઠંડા પાણી માં લઇ લઈશું. હવે ચાસણી છે તેને એક તપેલી માં લઇ લઈશું. તેને પણ ફ્રીઝ માં મુકીશું. અને રસગુલ્લા ને પણ અડધા કલાક માટે રહેવા દઈશું. હવે અડધો કલાક થઈ ગયો છે. અને ચાસણી ઠંડી કરી લીધી છે. હવે જે બાઉલ માં સર્વે કરીશું.તે બાઉલ માં લઇ લઈશું. હવે રસગુલ્લા નું બધું પાણી નિતારી લેવાનું છે. અને તરતજ ચાસણી માં નાખી લઈશું. અને ચાસણી પિસે એટલે તરતજ તેનો સેપ બની જશે.

15- હવે તેને ફ્રીઝ માં મૂકી દઈશું. લગભગ ત્રણ થી ચાર કલાક સુધી ઠંડા થઇ જાય ત્યાં સુધી તેને ફ્રીઝ માં રાખીશું. અને ત્યારબાદ તેને સર્વે કરીશું. ઠંડા થશે એટલે ખાવા માં સરસ લાગશે અને મજા આવશે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા રસગુલ્લા એકદમ સોફ્ટ બન્યા છે. એકદમ સરળ રીત થી અને ઘર માં આપણ ને સસ્તા પડે છે. આ રસગુલ્લા ને ફ્રીઝ માં પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *