છુટ્ટા લારી જેવા વેજ હક્કા નૂડલ્સ – નૂડલ્સ બાફવાની પરફેક્ટ ટ્રીક સાથે – Veg Hakka Noodles

આજે આપણે બનાવીશું છુટ્ટા લારી પર મળે તેવા વેજ હક્કા નુડલ્સ.જે નાના બાળકો ના તો પ્રીય હોય છે. અને તેની બાફવાની પરફેક્ટ ટ્રીક સાથે જોઈશું. એકદમ સરળ રીત થી બનાવીશું. અને તેને થોડી ટીપ્સ અને સામગ્રી ધ્યાન માં રાખવાની છે. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • લાલ અને લીલા કેપ્સિકમ
  • નુડલ્સ
  • કોબીજ
  • ગાજર
  • લીલી ડુંગળી
  • લસણ
  • આદુ
  • રેડ ચિલી સોસ
  • સોયા સોસ
  • વિનેગર
  • ગ્રીન ચીલી સોસ
  • મીઠું
  • ડુંગળી
  • તેલ

રીત

1- સૌથી પહેલા એક મોટા વાસણમાં માં પાણી ને ગરમ કરવા મૂકીશું. અને તેમાં દોઢ ચમચી મીઠું નાખીશું. અને તેને ઉકાળી લઈશું. પાણી ઉકળે એટલે જે ચાયનીઝ નુડલ્સ ના પેકેટ આવે છે. તે બે પેકેટ એડ કરીશું.

2- હવે નુડલ્સ ઉકળે છે ત્યાંસુધી બીજા મોટા વાસણ માં ઠંડુ પાણી લઈ લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નુડલ્સ સરસ ઉકળી રહ્યા છે. તેને ત્રણ થી ચાર મિનિટ જેટલું રાખ્યું છે. અને નુડલ્સ હજુ થોડા કાચા છે તે જ વખતે આપણે તેને કાઢી લેવાના છે. અને તેને તરતજ ઠંડા પાણી માં ઉમેરી દેવાના છે.

3- આમ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમને બહાર બજાર માં મળે છે તેવા છુટ્ટા નુડલ્સ જોઈતા હોય તો આ સ્ટેપ ખૂબ જરૂરી છે. તમે જ્યારે પણ ઉકળતા પાણી માંથી બહાર કાઢો અને તરતજ ઠંડા પાણી માં નુડલ્સ ઉમેરી દેવાના.આવું કરવાથી વધારે બફાતા બંધ થઈ જશે.

4- આ સ્ટેપ કરવાથી નુડલ્સ છુટ્ટા છુટ્ટા રહેશે. આ નુડલ્સ આવા ને આવા રહે તેના માટે એક ચમચી તેલ નાખીશું. અને તેને હાથ થી સરસ મિક્સ કરી લઈશું. હવે તેની અંદર એક ચમચી ગ્રીન ચિલી સોસ એડ કરીશું. ત્યારબાદ એક ચમચી રેડ ચિલી સોસ નાખીશું.

5- હવે એક ટી સ્પૂન વિનેગર ઉમેરી લઈશું. હવે એક ચમચી સોયા સોસ ઉમેરી લઈશું. હવે તેને સરસ મિક્સ કરી લઈશું. આ સોસ ની બોટલ તમને નાની નાની મળી રહેશે.અને તે દોઢ વર્ષ સુધી સારી રહે છે. તેને તમે ફ્રીઝ માં રાખી શકો છો.

6- હવે શાક તૈયાર કરી લઈશું. તેના માટે લાંબી સમારેલી ડુંગળી અને લાંબા સમારેલા ગાજર અને ઝીણી લાંબી સમારેલી કોબીજ લીધી છે. તે સિવાય લાંબા સમારેલા કેપ્સીકમ , ઝીણું સમારેલું લસણ લીધું છે. અને લીલા મરચાં સમારેલાં અને લીલી ડુંગળી લીધી છે.

7- સૌથી પહેલા એક મોટા વાસણમાં તેલ ગરમ કરવા મુકીશું. જ્યારે ચાયનીઝ વસ્તુ કંઇપણ બનાવો તો વાસણ થોડું ઊંડું હોવું જોઈએ. અને બને ત્યાંસુધી ફૂલ ગેસ પર જ બનાવવાનું. આને ધીમા ગેસ પર નથી બનાવવાનું.

8- હવે આપણે બે ટેબલ સ્પૂન લસણ એડ કરીશું.લસણ આપણે વધારે લેવાનું છે.તેને ફાસ્ટ ગેસ પર જ થવા દઈશું. હવે ઝીણું સમારેલું આદુ પણ એડ કરીશું. અને લાંબા સમારેલા લીલાં મરચાં પણ ઉમેરી દઈશું. હવે તેમાં ડુંગળી એડ કરીશું.

9- અહીંયા આપણે શાક ને વધારે નથી ચડવા દેવાનું. અને લીલી ડુંગળી પણ એડ કરીશું. હવે એક આખું લાંબુ અને પાતળું ગાજર સમારી ને એડ કરી લીધું છે. હવે આપણે લાલ અને લીલા બન્ને કેપ્સિકમ લીધા છે તે પણ એડ કરીશું. હવે તેને થોડી વાર જ શાક ને ચડવા દઈશું.

10- હવે તેમાં જરૂર મુજબ મીઠું એડ કરીશું.હવે બે કપ કોબીજ એડ કરીશું. કોબીજ વધારે ઉમેરવાની છે. હવે તેને બે મિનિટ જેવું મિક્સ કરી લઈશું. શાક ને વધારે નથી ચડવા દેવાના. હવે જે સોસ નાખી ને નુડલ્સ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. હજુ આપણે ગેસ ને ફાસ્ટ જ રાખ્યો છે.

11- જો તમારે વધારે તીખું જોઈતું હોય તો ચીલી સોસ વધારે નાખી શકો છો. હવે બે ચમચા ની મદદ થી સરસ મિક્સ કરી લઈશું.ત્યારબાદ તેને પાચ મિનિટ માટે ગરમ થવા દઈશું. આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.જેથી કરી ને નુડલ્સ નીચે ચોંટે નહીં.

12- હવે નુડલ્સ તૈયાર થઈ ગયા છે. હવે તેની અંદર લીલી ડુંગળી ના પત્તા છે તે નાખીશું. જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે નુડલ્સ પીરસવા માટે રેડી છે. તો તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા નુડલ્સ એકદમ છુટ્ટા છુટ્ટા બન્યા છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *