બ્રેડ બટેટા સેન્ડવીચ – ફણગાવેલ મગ અને બટેકાના સ્ટફિંગ વાળી ગ્રીલ સેન્ડવીચ આજે જ બનાવો…

સેન્ડવિચ ઘણા પ્રકાર ની હોય છે જેમ કે ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પનીર ભુરજી સેન્ડવિચ. આજે આપણે બનાવીશું બાળકો માટે કંઈક ખાસ અને કંઈક નવીન પ્રકારની સેન્ડવિચ ફણગાવેલાં મગ ના ટ્વિસ્ટ સાથે આજે હેલ્થી એવી બાળકો ને ખુબ જ પસંદ આવશે.

તો જાણી લો ફણગાવેલાં મગ ના સ્ટુફીન્ગ વાળી બ્રેડ બટેટા સેન્ડવીચ કેવી રીતે બને છે અને આજે જ બાળકો ને ખુશ કરી દો.આમ તો બાળકો મગ નથી બોવ ખાતાં પણ બ્રેડ માં સ્ટફ કરી ને હેલ્થી એવી સેન્ડવિચ ખવડાવીશુ .

સામગ્રી :

  • – ફ્રેશ બ્રેડ નું મિનિ પેકેટ ૧
  • – ૩ મોટા બાફેલા બટાકા
  • – ફણગાવેલાં મગ ૧૫૦ ગ્રામ
  • – ૨ ક્યૂબ ચીઝ
  • – આદું મરચાં ની પેસ્ટ ૨ ચમચી
  • – મીઠું સ્વાદાનુસાર
  • – અડધાં લીંબુ નો રસ અથવા આમચુર પાવડ
  • – બ્રેડ સેકવા માટે બટર
  • – 1/2 વાડકી ગ્રીન ચટણી
  • – 1/2 ચમચી મરચું પાવડર

રીત :

સ્ટેપ :1

– સૌ પ્રથમ બાફેલા બટાકા અને ફણગાવેલાં મગ મિક્સ કરી ને મેશડ કરો.ત્યારપછી તે મિશ્રણ માં આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી.મીઠું સ્વાદાનુસાર ઉમેરો.અને થોડું મરચું પાવડર ઉમેરી હલાવી લો.

સ્ટેપ :2

ત્યારપછી એક બ્રેડ પર ગ્રીન ચટણી લગાવો અને બીજી બ્રેડ ઉપર બટર લગાવો .હવે ,આ બ્રેડ ઉપર મિશ્રણ માંથી થોડું મિશ્રણ પાથરો.અને તેના પર ચીઝ છીણી લો.ત્યારપછી બીજી એક બ્રેડ રાખો.

સ્ટેપ :3

સેન્ડવીચ મેકર માં આ બ્રેડ મૂકી ગ્રીલ કરી લો. તૈયાર છે બાળકો માટે ની મનપસંદ ટિફીન રેસિપી આલૂ મગ ચીઝ સેન્ડવીચ.તમે આ સેન્ડવિચ ડિનર .

નોંધ :

– ફણગાવેલા મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *