બ્રોકલી મશરુમ હેલ્થી થેપલા – સવારના નાસ્તા માટે બેસ્ટ અને સુપર હેલ્થી શીખો સરળ રીતે…

બ્રોકલી મશરુમ હેલ્થી થેપલા આપણા ગુજરાતીઓના ઘરે થેપલા તો બનતા જ હોય છે. આજે આપણે એકદમ હેલ્થી થેપલા બનાવીશુ. સવારે નાસ્તામાં આ થેપલા ખાશો તો આખો દિવસ તમને ફુલ એનર્જી મળશે…..

તો ચાલો ફટાફટ જોઈ લઇએ એની સામગ્રી :-

  • ૧ બાઉલ – મશરુમ
  • ૧ બાઉલ – બ્રોકલી
  • ૧ બાઉલ – બાફીને સ્મેશ કરેલા બટેટા
  • ૧ મોટી- ડુંગડી
  • ૧ – કેપ્સિકમ
  • ૨ ચમચી – આદુ લસણ ની પેસ્ટ
  • અર્ધી ચમચી – આમચૂર પાવડર, ચાટ મસાલા, તલ, હરદર
  • સ્વાદ મુજબ – મીઠું અને મરચું

લોટ બાંધવા માટે ની સામગ્રી :-

  • અર્ધો કપ – ઓટસ
  • અર્ધો કપ – સોયાબીન લોટ
  • અર્ધો કપ – જુવાર લોટ
  • અર્ધો કપ – ચોખા નો લોટ
  • ૨ ચમચા – તેલ મોણ માટે

રીત :-

સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરવી.પછી બધા લોટ ભેગા કરી લેવા.

મશરૂમ, બ્રોકલી, લીલા મરચા , કેપ્સિકમ ઝીણા સમારી લેવા. પછી બધા સમારેલા શાક લોટ માં મિક્સ કરવા.

બધા મસાલા નાખી લોટ તૈયાર કરવો.પછી તેના નાના લૂઆ લઈ થેપલા વણવા પછી ધીમા આચપર એક ચમચી તેલ નાખી થેપલા સરસ શેકી લેવા.

આ થેપલા ખુબ જ ટેસ્ટી બને છે સાથે ખુબ જ હેલ્થી પણ છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *