સ્પાયસિ ખીચીયા બેબી પાપડ – ખીચીયા પાપડ બનાવવાની સીઝન આવી ગઈ છે તો આ વખતે બનાવજો આ બેબી પાપડ..

શિયાળાની શરુઆત થઇ ગઇ છે તો સાથેસાથે સૂકો પવન પણ ચાલુ થઇ ગયો છે, જે પાપડ બનાવવા – સૂકાવા માટે ખૂબજ અનુકૂળ છે. આ વાતાવરણ ગૃહિણીઓ ને પાપડ બનાવવા પ્રેરશે. ગૃહિણીઓ હોંશે હોંશે અવનવા પાપડ બનાવશે.

કોઇ વણી ને પાપડ બનાવશે તો કોઇ ખીચુ સંચામાં ભરીને ફરફર કે ચકરી બનાવશે. ઘંઉ, બાજરી, ચોખા ના લોટ ની ખીચી બનાવીને, બાફીને તેના પાપડ વણી ને કે પાપડ ના મશીનમાં પ્રેસ કરી ને પાપડ બનાવવામાં આવે છે.

ખીચી બાફી ને તેમાંથોડું ઓઇલ, લાલ મરચું પાવડર અને આચાર મસાલો મિક્સ કરીને પણ ખાઇ શકાય છે.

અડદ નો લોટ બાંધીને પાપડ બનાવવા માં આવે છે. તો સાબુદાણાને પાણી માં પલાળીને તેને ગરમ કરી ને ઘટ્ટ મિક્સ્ચર બનાવીને સંચામાં ભરીને ફ્રાયમ્સ કે ચકરી પાડવામાં આવે છે, કે પછી પાતળું ખીરું બનાવીને ચમચાથી નાની નાની પૂરી બનાવવામાં આવે છે. આમ શિયાળા નું સુકૂં વાતાવરણ ગૃહિણીઓ માટે પાપડ બનાવવા માટે ઘણું પ્રેરણાદાયક છે.

સ્પાયસી ખીચીયા બેબી પાપડ સ્વાદમાં ખૂબજ ટેસ્ટી બને છે. મારી આ રેસિપિ જરુરથી ફોલો કરજો, પાપડ બનાવવા માટેના તામારા કોઇ પ્રોબ્લેમ હશે તો સ્યોર સોલ્વ થઇ જશે. અને તમને પણ સરસ, સ્પાઇસી બેબી પાપડ બનાવ્યાનો અને બધા ને ખવડાવ્યાનો આનંદ મળશે.

સ્પાયસિ ખીચીયા બેબી પાપડ બનાવવા માટે ની સામગ્રી:

  • 2 કપ ( 400 ગ્રામ ) જીણો દળાવેલો ચોખાનો લોટ
  • ½ કપ (50 ગ્રામ) મેંદો
  • 4 થી 5 કપ પાણી – અંદાજે 900 એમ. એલ.
  • 1 ½ ટેબલ સ્પુન મીઠું
  • 1 ટેબલસ્પુન ઓઇલ
  • ½ ટેબલ સ્પુન પાપડ ખારો
  • 1/8 ટી સ્પુન સોડા બાય કાર્બ
  • ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • 6-7 લીલા લસણની સ્ટ્રીંગ – ( લસણના લીલા પાન સહિત ગ્રાઇંડ કરેલા)
  • 2 મોટા તીખા મરચા – ગ્રાઇંડ કરેલા
  • 1 ટેબલ સ્પુન આખુ જીરું
  • 1 ટેબલ સ્પુન અજમા
  • 1 ટી સ્પુન હિંગ

સ્પાયસિ ખીચીયા બેબી પાપડ બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ 2 કપ ( 400 ગ્રામ ) જીણો દળાવેલો ચોખાનો લોટ અને ½ કપ (50 ગ્રામ) મેંદો મિક્સ કરીને ચાળી લ્યો. ચાળેલા લોટ માં 1 ટી સ્પુન હીંગ મેળવી દ્યો. ( હિંગ ને પાણી માં સાથે ઉકાળવાની નથી. તેમ કરવાથી હિંગની ફ્લેવર ઓછી થઇ જશે). હવે તેને એક બાજુ રાખી દ્યો.

એક મોટું થીક બોટમ નું ડીપ હોય તેવું પેન લ્યો.

તેમાં 4 થી 5 કપ પાણી ( અંદાજે 900 એમ. એલ.) નાંખી ગરમ કરો.

તેમાં 11/2 ટેબલ સ્પુન મીઠું , ½ ટેબલ સ્પુન પાપડ ખારો અને 1/8 ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરી ચમચાથીહલાવી મિક્સ કરો.

હવે તેને 5-8 મિનિટ ઉકાળો.

ઉકળે એટલે તેમા 1 ટેબલ સ્પુન અજમા, 1 ટેબલ સ્પુન આખુ જીરું, 6-7 લીલા લસણની સ્ટ્રીંગ – લસણના લીલા પાન સહિત ગ્રાઇંડ કરેલી, 2 ગ્રાઇંડ કરેલા મોટા તીખા મરચા ઉમેરી દ્યો.

બધું મિક્સ કરી 2-4 મિનિટ ઉકળવા દ્યો. ઉકાળશે એટલે તેનો કલર બદલીને સરસ ગ્રીન જેવો થઇ જશે.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરો. મિક્સ કરો. 1 મિનિટ ઉકાળો.

ત્યારબાદ ગેસ ની ફ્લૈમ ધીમી કરી દ્યો.

હવે 2 કપ ( 400 ગ્રામ ) જીણો દળાવેલો ચોખાનો લોટ અને ½ કપ (50 ગ્રામ) મેંદો મિક્સ કરીને ચાળેલા લોટને ઉકળતા પાણી માં થોડો થોડો ઉમેરતા જવું અને સાથે સાથે હલાવતા પણ જવું તેમ કરવાથી લોટ માં ગુઠલી નહિ પડે. આ રીતે બધો લોટ ધીમે ધીમે ઉમેરી ચમચા થી મિક્સ કરી લેવો.

બરાબર લોટ બાંધ્યો હોય એવો થઇ જાય એટલે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લેવું.

હવે વેલણ લઇ તેમાં આખા પેન માં એકદમ ફરતુ ફેરવી લોટ બરાબર બાંધી લ્યો. તેમ કરવાથી લોટ માં રહેલી ગુઠલી ભાંગી લોટ એકરસ થઇ જાશે.

મોટી પ્લેટ લઇ તેમાં બનેલી ખીચી ટ્રાંસફર કરો.

ઓઇલ થી હાથ ગ્રીસ કરી બધી ખીચી મસળી ને બરાબર સ્મુધ કરો.

ખીચીના 4 પાર્ટ કરો અને મોટા મુઠિયા જેવો શઇપ આપો.

હવે સ્ટીમર માં પાણી ભરી ઉકાળે એટલે તેમાં મુકેલી જાળી માં આ 4 મોટા મૂઠિયા 10 મિનિટ સ્ટીમ કરો.

ખીચી ના મુઠિયા 10 મિનિટ માં સરસ સ્ટીમ થઇ ને ફ્લફી – પોચા થઇ જશે.

દેખાવમાં પણ મોટા દેખાશે એટલે ગેસ બંધ કરી દ્યો.

બફેલા ખીચીના ગરમ મુઠિયા ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી, ગ્રીસ કરેલા હાથે બરબર મસળી ને કણેક બનાવી લ્યો.

ટિપ્સ:

ખીચી ના ગરમ મુઠિયા મસળવામાં હાથ ના દાજે તે માટે એક પોલિથિન બેગ લઇ, ઓઇલ થી ગ્રીસ કરી લ્યો. ખીચીના એક- એક મૂઠિયાને વારાફરતી ગ્રીસ કરેલી પોલિથિન બેગમાં ભરી પિક્ચર માં બતાવ્યા પ્રમાણે મસળી લ્યો અને ગ્રીસ કરેલી પ્લેટ માં બધા મસળેલા મૂઠિયા ભેગા કરી મસળી કણેક બનાવી લ્યો.

સ્પાયસિ ખીચીયા બેબી પાપડ વણવા ની રીત :

1 . હવે ખીચીની કણેક માંથી બેબી પાપડ બનાવવા માટે નાના લુવા સરસ થી પ્રેસકરીને વાળો.

પોલિથિન ને ગ્રીસ કરી ને પટલી પર ( રોલિંગબોર્ડ ) પર મૂકી, તેના પર ગ્રીસ કરેલું એક લુવુ મૂકી, ઉપર બીજું પોલિથિન ઓઇલ થી ગ્રીસ કરી, ગ્રીસ કરેલી સાઇડ ખીચીના લુવા પર રાખી સહેજ પ્રેસ કરી દેવું.

હવે વેલણથી (રોલિંગ પિન) હલ્કા હાથે પુરી જેવડો પાપડ વણી લેવો.

2 . બેબી પાપડ વણવાની બીજી રીત:

પુરી પેસિંગ મશીન માં બની સાઇડ ગ્રીસ કરી લેવી.

ત્યારબાદ 2 પોલિથિન ના પીસ લઇ બન્ને ને એક એક સાઇડ ગ્રીસ કરો.

પુરી પ્રેસિંગમશીનની બન્ને સાઇડ પોલિથિન ના પીસ એકેક પીસ રાખી દ્યો.

ગ્રીસ કરેલી સાઇડ માં વચ્ચે લુવુ રાખી પ્રેસ કરી ખીચી ના બેબી પાપડ બનાવી લ્યો.

હવે પાપડ ને પોલિથિન ક્લોથ પર સન લાઇટ માં 5-6 કલાક સુકવવા મૂકો, અથવા તો ફ્રાય કરવા જેવા ડ્રાય થાય ત્યાં સુધી બેબી પાપડ ને સન લાઇટ માં સૂકવો. સુકાઇ જાય એટલે એર ટાઇટ કંટેનરમાં ભરી લ્યો.

જરુર પડે ત્યારે, જરુર પુરતાં જ બેબી પાપડ કાઢી ગરમ ઓઇલ માં ફુલીને ફ્લફી અને ક્રંચી થઇ જાય એવા ફ્રાય કરો. ફ્રાય કરેલા પાપડ પણ 3-4 દિવસ માટે એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરી શકાય છે.

સ્પયસી ખીચીયા પાપડ ફ્રાય કરીને તેના પર લાલ મરચું પાવડર, ચાટ મસાલો સ્પ્રીંકલ કારવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે. સવારે ચા સાથે તેમજ લંચ અને ડીનર સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પણ તેના ક્રંચ અને સ્પાયસી સ્વાદ ને કારણે ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *