ડીલિશ્યસ બટર કુકિઝ – હેલ્ધી સ્વીટ હોવાથી બાળકોની બર્થ ડે પાર્ટીમાં પણ બધા બાળકોને આપી શકાય છે

ડીલિશ્યસ બટર કુકિઝ :

કુકીઝ નું નામા સાંભળતા જ બાળકોના મોંમા પાણી આવી જતું હોય છે. બધા બાળકોને નાનખટાઇ, કુકી તેમજ કેક ખૂબજ પ્રિય હોય છે. મોટાઓ પણ નાસ્તામાં કુકી લેતા હોય છે.

ઘરે બનાવેલી કુકિઝ પ્યોર બટર કે પ્યોર ઘીમાંથી બનાવવામાં આવતી હોય છે. એટલે હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. બાળકોના નાસ્તા બોક્ષમાં આપી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં સ્વીટ બોક્ષમાં ભરીને ગીફ્ટ પણ કરી શકાય છે. હેલ્ધી સ્વીટ હોવાથી બાળકોની બર્થ ડે પાર્ટીમાં પણ બધા બાળકોને આપી શકાય છે. તો આજે હું અહીં બટર કુકિઝની રેસિપિ આપી રહી છું.

જે ઘરે જ બનાવેલા બટરમાંથી અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી તેમજ થોડી જ સામગ્રીમાંથી બની જાય છે. બનાવવી ઘણી જ સરળ છે. ઓવન વગર કડાઈમાં પણ બની શકે છે. ફ્લૈમ પર કડાઇમાં પણ ઓવન જેવું જ રીઝલ્ટ આવે છે. અને ખૂબજ ટેસ્ટી અને ક્રીસ્પી બને છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને આ બટર કુકિઝ ચોક્કસથી બનાવજો.

ડીલિશ્યસ બટર કુકિઝ બનાવવા માટેની સામગ્રી :

  • 100 ગ્રામ્સ બટર – ½ કપ ફુલ
  • ¾ કપ મેંદો
  • ¼ કપ કોર્ન ફ્લોર
  • 5 ટેબલ સ્પુન સુગર પાવડર
  • ½ ટી સ્પુન વેનીલા એસેંસ
  • ટોપિંગ માટે થોડી ચોકો ચીપ્સ

ડીલિશ્યસ બટર કુકિઝ બનાવવા માટેની રીત :

એક ઉંડા બાઉલમાં 100 ગ્રામ – ½ કપ ફુલ ઘરનું બનાવેલું બટર લ્યો.

બટર ગરમ કર્યા વગર જ રુમટેમ્પરેચર પર હોવું ખૂબ જરુરી છે. ફ્રીઝ કોલ્ડ પણ ના હોવું જોઇએ.

હવે તેને 1 – 2 મિનિટ હેંડ બીટર કે ઇલેક્ટ્રીક બીટરથી સ્મુથ કરી લ્યો.

સ્મુધ પેસ્ટ જેવું થાય ત્યાં સુધી બીટ કરો.

હવે તેમાં 5 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો.

સાથે જ ½ ટી સ્પુન વેનીલા એસેંસ પણ ઉમેરી દ્યો. અને ફરીથી બીટ કરો.

ક્રીમી કંસીસટંસી બની જાય ત્યાં સુધી બીટ કરો.

ત્યારબાદ બાઉલમાંનું આજુબાજુનું બધું મિશ્રણ સ્પુન વડે ભેગું કરી લ્યો.

ફરીથી બધું મિશ્રણ 1-2 મિનિટ બીટ કરી લ્યો.

હવે આ મિશ્રણ ભરેલા બાઉલ પર એક મોટી ગળણી મૂકી તેમાં ¾ કપ મેંદો ઉમેરો.

સાથે જ ½ કપ કોર્ન ફ્લોર ઉમેરો. બન્નેને તે જ બાઊલમાં ચાળી લ્યો.

હવે બાઉલામાંના બટરનાં મિશ્રણ સાથે હલકા હાથે મિક્ષ કરી લ્યો.

ફરી એકવાર 1 -2 મિનિટ બીટર થી બીટ કરી લ્યો. ફ્લફી થશે. લચકા પડતું બેટર તૈયાર થશે.

હવે બેટર ભરવા માટે એક પાઇપીંગ બેગ લો. અથવા મિલ્કની થીક બેગ લ્યો.

તેમાં એક કોર્નર પર નોઝલનાં માપનુ કટ કરી નોઝલ ફીટ કરી દ્યો.

હવે આ નોઝલવાળી બેગને નોઝલ નીચે જાય એ રીતે ગ્લાસમાં મૂકો.

ત્યારબાદ તેમાં બટર કુકીનું બેટર તેમાં ભરી લ્યો.

પાઇપિંગ બેગના બદલે આઇસક્રીમના સ્કુપ વડે પણ કુકી બનાવી શકાય.

હવે બેકિંગ ટ્રે લઈ તેને બટરથી બ્રશ વડે ઓલ ઓવર ગ્રીસ કરી લ્યો.

તેમાં કૂકી ડ્રોપ કરવા માટે પાઇપિંગ બેગ ઉપરથી બરાબર પ્રેસ કરી તમારી મનપસંદ શઈપ ના કૂકી બનાવો.

કુકીને ડ્રોપ કરતી વાખતે છુટી છુટી મુકવી. બેક થશે એટલે બટર ગરમ થવાથી રેલાઈને પહોળી થઈ જશે.

અને એક બીજા સાથે જોઇંટ થઈ જશે.

બધી કુકિઝના ટોપ પર એક એક ઉંધી ચોક્લેટ ચીપ્સ મૂકો. પોઇંટ કુકિઝમાં આવે એ રીતે.

કૂકિઝના ટોપ પર ચેરીના નાના પીસ કરીને પણ મૂકી શકાય.

કૂકિઝને ફ્લૈમ પર કડાઇ મૂકી બેક કરવા માટે તેમાં એક સ્ટેંડ મૂકો.

5 મિનિટ મિડિયમ ફ્લૈમ પર પ્રીહીટ કરો.

હવે તેમાં કૂકી ડ્રોપ કરેલ પ્લેટ મૂકો.

ત્યારબાદ તેને ઢાંકીને લો ફ્લૈમ પર 20 થી 30 મિનિટ કૂક કરો.

25 મિનિટ પછી એકવાર ઢાંકણ ખોલી ચેક કરી લેવું.

ઓવનમાં બેક કરવા માટે ઓવન ને 10 મિનિટ 150* પર પ્રીહીટ કરો. ત્યારબાદ બટર કૂકીઝની બેકિંગ ટ્રેને તેમાં મૂકી 17૦* સેંટીગ્રેડ પર 20 થી 25 મિનિટ બેક કરો.

ત્યાર બાદ તેમાંથી બેકિંગ પ્લેટ કાઢી લ્યો.

ઠરે એટલે તેમાંથી સરસ ક્રીસ્પી ડીલિશ્યસ બટર કૂકીઝ સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

મોંમાં મૂકતાની સાથે જ મેલ્ટ થઈ જાય તેવી ટેસ્ટી અને હેલ્થી આ બટર કૂકીઝ બધાને ખૂબજ ભાવશે.

બહાર માર્કેટમાં મળતી કૂકીઝ જેવીજ કૂકીઝ તમે પણ ઘરે બનાવીને ટેસ્ટ કરી જુઓ.

પ્યોર અને ચીપ બટર કૂકીઝ ખાવાની મજા માણો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *