કોબીજ ના લસુણી પરાઠા – તમે હજી સુધી કોબીજના પરાઠા નથી બનાવ્યા તો એકવાર જરૂર બનાવજો.

“કોબીજ ના લસુણી પરાઠા”

અત્યારે તો બધી બાજુ લોકડોઉન ચાલે છે.બધા પોતપોતાના ઘરમાં બંદ છે એટલે સુરક્ષીત છે..ઘરમાં રેઉં એજ બધાય માટે હિતાવહ છે…હમણાં જે ઘરમાં હોય અને ઓછામાં ઓછા ingridiyans માં પૌષ્ટિક રેસીપી બનાવાની બધી ગૃહિણી ટ્રાય કરતી હોય છે….

મેં પણ આવો જ વિચાર કરીને ઘરમાં અવાઇલબલ હોય એવા વસ્તુ માંથી પૌસ્ટિક પરાઠા અને ટામેટા ની ચટણી બનાવી છે….ઘરમાં ને ઘરમાં હોય એટલે ભુક પણ બધાયને વધારે લાગતી હોય છે અને થોડું કાંઈક અલગ બનાવીશુ તો બધાયને ભાવશે…. અને બનાવામાં પણ ઇઝી છે… તો ચાલો ફ્રેંડસ જાણી લો સામગ્રી અને રીત અને આજેજ રાત્રે બનાવી દો …..કોબીજ લસુની પરાઠા……..

સામગ્રી :-

  • ૩૦૦ ગ્રામ :- ગઉં નો લોટ
  • ૨૦૦ ગ્રામ – કોબીજ
  • ૨૫ ગ્રામ – કસૂરી મેથી
  • ૨૫ ગ્રામ – ,બટર
  • ૨૫ ગ્રામ – ઘી
  • ૧૦ થી ૧૫ – લસણની કણી
  • ૧ ચમચી – અજમો
  • ૨ ચમચી – તલ
  • ૧ નાની ચમચી હળદર
  • ૨ ચમચી લાલ મરચું
  • ૨ ચમચી ધાણાજીરું
  • ૨ ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું

ચટણી માટે :-

  • ૨ ટામેટા
  • ૧ લીલું મરચું
  • ૧ ચમચી કોથમરી
  • ૧ ચમચી ફુદીનાં ના પાન
  • અર્ધી ચમચી જીરું

રીત :-

કોબીજ એકદમ ઝીણી સમારી લેવી. સમારેલી કોબીજ ને ઘઉ ના લોટ માં મિક્સ કરવું…તેમાં કસૂરી મેથી ,ખાડેલું લેસણ ,લાલ મરચું , હળદર ,ધાણાજીરું , અજમો, મીઠું, ખાંડ, નાખી મિક્સ કરવું.

થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેવો .હવે તેમાંથી લુવા બનાવી પાટલી ઉપર વણતી વખતે તેમાં ઉપર તલ નાખી વણવાનું…અને લોઢી ઉપર શેકી લેવું….

ઘી નાખી પરાઠા ક્રિસ્પી શેકી લેવા…

ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં સમારેલા ટામેટા , લીલું મરચું ,કોથમરી ,ફુદીનાના પાન , લસણ ,જીરું , મિઠું નાખી ચટણી પીસી લેવી તેમાં પાણી નથી નાખવાનું..

પીરસતી વખતે પરાઠા ઉપર બટર નાખી સાથે લસણની ચટણી સર્વ કરવી…

અને લોકડાઉન માં બધા મળીને પરાઠા ની મજા માણવી….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *